ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાં ટ્રેન ટિકિટ નહીં પાસપોર્ટ દેખાડવા પર મળતો પ્રવેશ, નામ સાંભળી ચોંકી જશો

Unique Railway Station In India : ભારતમાં રેલવેનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે, જેની અમુક કહાણીઓ ટ્રેન મુસાફરોને આશ્ચર્યચકિત કરે છે. અહીં ભારતના એક અનોખા રેલવે સ્ટેશનની કહાણી રજૂ કરવામાં આવી છે, જ્યાં ટ્રેન મુસાફરોને પ્લેટફોર્મ ટિકિટ નહીં પણ પાસપોર્ટ દેખાડવા પર પ્રવેશ મળતો હતો.

Unique Railway Station In India : ભારતમાં રેલવેનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે, જેની અમુક કહાણીઓ ટ્રેન મુસાફરોને આશ્ચર્યચકિત કરે છે. અહીં ભારતના એક અનોખા રેલવે સ્ટેશનની કહાણી રજૂ કરવામાં આવી છે, જ્યાં ટ્રેન મુસાફરોને પ્લેટફોર્મ ટિકિટ નહીં પણ પાસપોર્ટ દેખાડવા પર પ્રવેશ મળતો હતો.

author-image
Ajay Saroya
New Update
railway station | indian railway | unique railway station in india

Indian Railway : ભારતીય રેલવે. પ્રતિકાત્મક તસવીર. Photograph: (Social Media)

Top 10 Railway Station In India : ભારતમાં રેલવેનો ઇતિહાસ બહુ રોચક અને રસપ્રદ છે, જે સાંભળીને ટ્રેન મુસાફરોને પણ નવાઇ લાગે છે. અહીં આવા જ એક રેલવે સ્ટેશનની કહાણી રજૂ કરવામાં આવી છે, જ્યાં ટ્રેન મુસાફરોન ટ્રેન કે પ્લેટફોર્મ ટિકિટ નહીં પણ પાસપોર્ટ દેખાડવા પર પ્રવેશની મંજૂરી આપવામાં આવે છે. આ રેલવે સ્ટેશન પર બહુ કડ સુરક્ષા વ્યવસ્થા હોય છે. આ રેલવે સ્ટેશન એવા સ્થળ પર છે, જ્યાંથી ટ્રેન મુસાફર એક ડગલું ભરી ભારતના પડોશી દેશની સરહદમાં પહોંચી જાય છે.

Advertisment

ભારતનું છેલ્લું અને સૌથી સંવેદનશીલ રેલવે સ્ટેશન

પંજાબના અમૃતસર જિલ્લ્માં આવેલું અટારી રેલવે સ્ટેશન ભારતનું છેલ્લું રેલવે સ્ટેશન માનવામાં આવે છે. આ રેલવે સ્ટેશન ભારત પાકિસ્તાન સરહદ પર આવેલું છે અને એક સમયે અહીંથી સમજોતા એક્સપ્રેસ ટ્રેન ઉપડતી હતી. આ ટ્રેનથી મુસાફરી કરનાર દરેક વ્યક્તિએ અટારી સ્ટેશન પર પ્રવેશ કરવાની પહેલા પોતાનો પાસપોર્ટ અને વિઝા દેખાડવા પડતા હતા.

સરહદ પર સ્થિત હોવાના કારણે અહીં અતિ કડક સુરક્ષા વ્યવ્સ્થા હોય છે અને કોઇ વ્યક્તિ આવશ્યકત દસ્તાવેજ વગર પ્રવેશ કરે તો ફોરેન એક્ટ હેઠલ તરત જ કાર્યવાહી થતી હતી. તે માત્ર રેલવે સ્ટેશન નહીં પરંતુ બે દેશો વચ્ચે સંવેદનશીલ સરહદનો દરવાજો છે. 

સમજોતા એક્સપ્રેસ ક્યારે શરૂ અને કેમ બંધ થઇ?

ઈન્દિગા ગાંધી અને જુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે વર્ષ 1971માં શિમલા કરાર બાદ બંને દેશો વચ્ચે સંબંધ સુધારવાના પ્રયાસના ભાગરૂપે વર્ષ 1976માં સમજોતા એક્સપ્રેસની શરૂઆત કરવામાં આવી હતી. સમજોતા એક્સપ્રેસ અટારી થી લાહોર સુધી દોડતી હતી અને ઘણા વર્ષ સુધી હજારો લોકોએ આ ટ્રેનમાં મુસાફરી હતી.

Advertisment

અગાઉ આ ટ્રેન દરરોજ દોડતી હતી, પરંતુ પાછળથી સુરક્ષા અને રાજકીય પરિસ્થિતિના કારણે અઠવાડિયામાં બે વખત દોડાવવાનો નિર્ણય લેવાયો. પછી વર્ષ 2019માં ભારત દ્વારા કલમ 370 નાબૂદ કર્યા બાદ પાકિસ્તાને આ સેવા બંધ કરી દીધી. રસપ્રદ વાત એ છે કે, સમજોતા એક્સપ્રેસ બંધ થવાના સમયે ભારતીય ટ્રેનના 11 ડબ્બા લાહોરમાં અટવાયેલા હતા, જ્યારે પાકિસ્તાનની ટ્રેનના 16 ડબ્બા આજે પણ અટારી સ્ટેશન પર ઉભા છે.

આ પણ વાંચો | ગુજરાતમાં અહીં દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન, રેલવે મંત્રીએ તારીખ અને સ્થળ વિશે જાણકારી આપી

ભારતના અનોખા રેલવે સ્ટેશન

ભારતના ઘણા રેલવે સ્ટેશન પોતાની અનોખી ઓળખ માટે પ્રખ્યાત છે. જેમ કે, વેંકટનરસિમ્હારાજુવારિપેટા, જે રેલવે સ્ટેશનનું સૌથી લાંબુ નામ છે. IB અને બાંસપાની, જે સૌથી ટુંકુ નામવાળા રેલવે સ્ટેશન છે. કટક, જે જે આગળ કે પાછળ ગમે તે બાજુથી વાંચવાથી એક સમાન લાગે છે. રાશિદપુરા ખોરી, અહીં રેલવેના બદલે સ્થાનિક ગ્રામીણ લોકો ટ્રેન સંચાલનમાં મદદ કરે છે. આ રેલવે સ્ટેશન દર્શાવે છે કે, રેલવે માત્ર મુસાફરીનો સાધન નથી, પરંતુ દેશની વિવિધતા, ઇતિહાસ અને રોમાંચક કહાણીઓની સંગ્રહ પણ છે.

દેશ પાકિસ્તાન રેલવે