/indian-express-gujarati/media/media_files/2026/02/19/vivo-v70-series-launch-price-2026-02-19-15-05-14.jpg)
Vivo V70, Vivo V70 Elite 5G Launch : વીવો વી70, વીવો વી70 એલિટ 5જી સ્માર્ટફોન લોન્ચ થયા છે. Photograph: (X/Vivo)
Vivo V70, Vivo V70 Elite 5G Launch In India : વીવો કંપનીએ ભારતમાં લેટેસ્ટ વીવો વી70 સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Vivo V70 Series માં બે નવા સ્માર્ટફોન Vivo V70 અને Vivo V70 Elite રજૂ કર્યા છે. આ પ્રથમ ઘટના છે જ્યારે વીવો પોતાના કોઇ મોબાઇલને એલિટ ટાઇટલ સાથે લઇને આવ્યું છે. આ અગાઉ વીવો V series માં માત્ર ‘e’ કે ‘Lite’ મોડલ જ આવતા હતા. ચાલો જાણીયે નવા વીવો વી70 સિરીઝ સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ અને શું ખાસ છે.
Vivo V70, Vivo V70 Elite 5G ફીચર્સ
Vivo V70 Elite કંપનીની V સિરીઝ નો સૌથી પાવરફુલ સ્માર્ટફોન છે. તેમાં ક્વાલકોમ Snapdragon 8s Gen 3 ચિપસેટ, 4 નેનોમીટર ફેબ્રિકેશન્સ પર બનેલા ઓક્ટો કોર પ્રોસેસર છે, જે 2.0 ગીગાહર્ટ્ઝ થી લઇ 3.0 ગીગાહર્ટઝ સુધીની ક્લોક સ્પીડ પર રન કરવાની ક્ષમતા રાખે છે.
વીવો વી 70 એલિટ મોડલમાં કંપનીએ X-axis linear motor ફીટ કરી છે. તે મોબાઇલ પર ગેમ રમતી વખતે 4D vibration આપે છે, જેનાથી મોબાઇલ યુઝર્સને શાનદાર ગેમિંગ અનુભવ મળે છે. લેટેસ્ટ વીવો સ્માર્ટફોનમાં LPDDR5X RAM આવે છે, જે મલ્ટિકાસ્ટિંને ફાસ્ટ અને સ્મૂથ રાખવામાં મદદ કરે છે. તે ફાસ્ટ ડેટા ટ્રાન્સફર અને મેમરી એક્સેસ માટે તેમા UFS 4.1 Storage આપ્યું છે.
Vivo V70 Elite 5G ફોનમાં 2750 × 1260 પિક્સલ રિઝોલ્યુશન વાળી 6.59 ઇંચની 1.5K Ultra Clear ડિસ્પ્લે છે. તે flat AMOLED સ્ક્રીન છે, જેના પર 120Hz રિફ્રેશ રેટ અને 5000nits પીક બ્રાઇટનેસ સાથે જ 4320Hz PWM ડિમિંગ, 459PPI, 1.07 બિલિયન કલર અને HDR10+ સપોર્ટ મળે છે. આ ફોન 3D Ultrasonic Fingerprint Scanning 2.0 ટેક્નોલોજીથી સજ્જ છે. तकनीक से लैस किया गया है।
Vivo V70, Vivo V70 Elite 5G કેમેરા
ફોટોગ્રાફી માટે નવીવો વી70 સિરીઝ સ્માર્ટફોન ટ્રિપલ રિયર કેમેરા સપોર્ટ આવે છે. કંપનીએ આ મોબાઇલમાંZeiss lens નો ઉપયોગ કર્યો છે. તેની બેક પેનલ પર એલઇડી ફ્લેશથી સજજ એફ /1.88 અપર્ચર વાળું 50 એમપી મેન OIS સેન્સર આપ્યું છે. મેન સેન્સર સાથે જ યુઝર્સને આ મોબાઇલમાં 50 MP નો Night Telephoto કેમેરો પણ આવે છે, જે રાતમાં પણ ક્વોલિટી ખરાબ કર્યા વગર શાનદાર ફોટોગ્રાફી કેપ્ચર કરવાની પરવાનગી આપે છે. આ કેમેરા લેન્સ 3x Optical Zoom સાથે 100x Zoom સપોર્ટ કરે છે.
Unlocking the all-new #vivoV70Series in Passion Red, as Ahan heads out for a bachelor trip with the boys.
— vivo India (@Vivo_India) February 19, 2026
From chaotic road trips and inside jokes to moments captured on the 50MP ZEISS Night Telephoto Camera.
It's all fun and games,until they realise someone isn’t in the frame pic.twitter.com/vgfPQ4NjN8
રિયર કેમેરા સેટઅપમાં 110 ડિગ્રી FOV વાળો 8 એમપીનો Wide-Angle આપ્યો છે. તો સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે Vivo V70 Elite 5G 50 એમપીનો ફ્રન્ટ કેમેરો છે. તેમા 92° Ultra-Wide ફિલ્ડ ઓફ વ્યૂ આપ્યું છે, જે આકર્ષક ગ્રૂપ સેલ્ફી કેપ્ચર કરે છે. વીવો વી70 એલિટ 5જી સ્માર્ટફોન 10x Zoom in Portrait, 4K 60fps Video, AI Magic Weather અને AI Audio Noise Eraser સાથે જ ખાસ AI Holi Portrait મોડ પણ સપોર્ટ કરે છે.
Vivo V70, Vivo V70 Elite 5G બેટરી
બેટરીની વાત કરીયે તો વીવો વી70 એલિટ 5જી મોબાઇલમાં 6500mAh Battery આવે છે, તે Bypass Charging ટેકનોલોજી ધરાવે છે. તે હેવી પર્ફોર્મન્સ દરમિયાન બેટરીના બદલે સીધુ મધરબોર્ડને કરંટ સપ્લાય કરે છે. બેટરી 90W ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સપોર્ટ કરે છે.
અન્ય ફીચર્સની વાત કરીયે તો ડસ્ટ અને વોટર પ્રુફ ક્ષમતા Vivo V70 Elite 5G સ્માર્ટફોનને IP68 + IP69 રેટિંગ મળ્યું છે. મોબાઇલ એન્ડ્રોઇડ 16 આધારિત OriginOS 6 પર ચાલે છે, જેમા 4 Gen OS અપગ્રેડ અને 6 વર્ષનું સિક્યોરિટી અપડેટ મળે છે.
આ પણ વાંચો | ધાંસુ ગેમિંગ ફીચર્સ સાથે પાવરફુલ 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, મજબૂત ડિસ્પ્લે અને 6500mAh બેટરી
Vivo V70, Vivo V70 Elite કિંમત
Vivo V70 ફોનના 8GB/256GB વેરિયન્ટની કિંમત 45,999 રૂપિયા અને 12GB/256GB મોડલની કિંમત 49,999 રૂપિયા છે. Vivo V70 પેશન રેડ અને લેમન યલ્લો કલરમાં ઉપલબ્ધ છે. તો વીવો વી70 Elite ફોનના 8GB/256GB વેરિયન્ટની કિંમત 51,999 રૂપિયા છે. તો 12GB/256GB વેરિયન્ટની કિંમત 56,999 રૂપિયા અને 12GB/512GB વેરિયન્ટની કિંમત 61,999 રૂપિયા છે.
વીવો વી70 એલિટ ફોન પેશન રેડ, સેન્ડ વેબ અને ઓથેન્ટિક બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન ખરીદવા માટે એસબીઆઈ, HDFC બેંક અને યસ બેંકના કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકા કેશબેક મળે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us