ભારત બન્યું દુનિયાની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા, જાણો આ અંગે ગુજરાતના ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સે શું કહ્યું?

જાપાનને ઓવરટેક કરીને હવે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. આ અંગે નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે માહિતી આપી દીધી હતી.

જાપાનને ઓવરટેક કરીને હવે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. આ અંગે નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે માહિતી આપી દીધી હતી.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Indian Economy, Fourth Largest Economy in the World,

જાપાનને ઓવરટેક કરીને હવે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. (તસવીર: સોશિયલ મીડિયા)

જાપાનને ઓવરટેક કરીને હવે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. આ અંગે નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે માહિતી આપી દીધી હતી. તેમણે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠક બાદ કહ્યું કે વૈશ્વિક અને આર્થિક વાતાવરણની વાત કરીએ તો આગામી સમયે ભારત માટે ઘણું અનુકૂળ રહેશે. તેવામાં ગુજરાતના જાણિતા ઈન્ડસ્ટ્રીઆલિસ્ટનો આને લઈને શું મત છે એના પર શું કહ્યું. આવો જાણીએ…

Advertisment

FICCI ગુજરાત કાઉન્સિલ અને હેસ્ટર બાયોસાયન્સનાં CEO અને MD રાજીવ ગાંધી એ કહ્યું કે ભારત માટે આ ગર્વની ક્ષણ છે કે આપણે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યા છીએ આ માઈલસ્ટોન ભારતના PM નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશિપને પ્રતિબિંબિત કરે છે. તેમના નેતૃત્વમાં સ્ટ્રક્ચરલ રિફોર્મ, લીગલ રેશનલાઈઝેશન અને ડિજિટાઈઝેશન પર ધ્યાન કેન્દ્રિક કરવામાં આવ્યું છે. જેથી ઈન્ડસ્ટ્રી, એગ્રિકલ્ચર અને સર્વિસનો વિકાસ થયો છે. FICCI આ વિકાસની યાત્રામાં યોગદાન આપવા બદલ ગૌરવ અનુભવે છે. FICCI ગુજરાત કાઉન્સિલ ખાતરી આપી રહ્યું છે કે 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝન અને નજીકના ભવિષ્યમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર સાથે સહયોગ પુરો પાડી કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.”

ન્રુપ્સ કન્સલ્ટન્ટ્સ LLP નાં ફાઉન્ડર એન્ડ ચેરમેન નૃપેશ શાહ કહ્યું કે ભારતનો વિશ્વના ચોથા સૌથી મોટા અર્થતંત્ર તરીકેનો ઉદય એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે - મજબૂત સ્થાનિક માંગ, સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ અને લાર્જ વર્કિંગ પોપ્યુલેશન દ્વારા પ્રેરિત, આ સિદ્ધિ ઉભરતા રાષ્ટ્રની સ્થિતિ સ્થાપકતા અને મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે તે વિશ્વના છઠ્ઠા સૌથી મોટા અર્થતંત્રમાંથી એક હતો, પરંતુ વર્ષ 1991 સુધી તે 12મા ક્રમે આવી ગયો હતો. તેવામાં છેલ્લા 20 વર્ષોમાં સ્ટેડી રિસર્જન્સ જોવા મળ્યું છે, જોકે હજુ પણ ઘણા પડકારો આની સામે છે. 131નાં પર કેપિટા ઈન્કમ રેન્ક સાથે હજુ એક લાંબી સફર ખેડવાની બાકી છે. 2030 સુધીમાં, ભારત 7 ટ્રિલિયન યુએસ ડોલરની અર્થવ્યવસ્થા સાથે ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે, જોકે પર કેપિટા ઈન્કમની દ્રષ્ટિએ તે પાછળ રહેશે અને સમાવિષ્ટ સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહેશે.

આ પણ વાંચો: ભારત જાપાનને પછાડી બન્યું દુનિયાની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા

Advertisment

એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિ.નાં CMD કમલેશ પટેલે કહ્યું કે, “4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તેમજ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવું એ ભારતની સ્થિતિ સ્થાપકતા અને અપાર વૃદ્ધિની સંભાવનાને ઉજાગર કરે છે. આ માઈલસ્ટોન વિવિધ ક્ષેત્રોમાં ખાસ કરીને કંસ્ટ્રક્શન અને માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર તકોને વેગ આપશે. જ્યાં ક્વોલિટી અને ઈનોવેશન અનિવાર્ય છે. એશિયન ગ્રેનિટો ખાતે અમે હાઈ ક્વોલિટી અને ઈનોવેટિવ સોલ્યુશન્સ આપીને આ સફરમાં યોગદાન આપવા બદલ ગર્વ અનુભવીએ છીએ. આના દ્વારા ટેકનોલોજી, ડિઝાઈન અને સસ્ટેનેબલિટીમાં શ્રેષ્ઠતા દ્વારા ભારતના આર્થિક વિકાસને ટેકો મળશે. અમે ભારતનાં આર્થિક વિકાસ અને વૈશ્વિક પ્રગતિમાં યોગદાન આપવા માટે સમર્પિત છીએ.”

લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિ. નાં મેનેજિંગ ડિરેક્ટર મહેન્દ્ર પટેલે કહ્યું કે આ ભારતના તમામ સેક્ટર્સના પ્રયાસો અને મહેનતનો પુરાવો છે. હવે આગામી ભવિષ્યમાં આ સિદ્ધિથી તમામ ઉદ્યોગોની સાથે ફાર્મા સેક્ટર્સ માટે ઘણીબધી નવી તકોનું નિર્માણ થશે. અમે આને ગ્રોથ અને ગ્લોબલ કોલાબ્રેશન માટે એક સ્ટ્રોંગ પુશ તરીકે જોઈ રહ્યા છીએ. મજબૂત અર્થતંત્ર ઈનોવેશન, R&D તથા ગ્લોબલ આઉટરિચને સરળ બનાવે છે - જે રાષ્ટ્રની ગ્રોથ સ્ટ્રેટેજીના મુખ્ય આધાર સ્તંભો છે. જેમ જેમ ભારત વૈશ્વિક મંચ પર ગતિ પકડી રહ્યું છે, તેમ તેમ અમે દેશના ફાર્માસ્યુટિકલ એક્સિલન્સના કેન્દ્ર અને ગ્લોબલ હેલ્થ આઉટકમ્સના ફ્રન્ટરનર બનવાના દ્રષ્ટિકોણ સાથે કદમથી કદમ મેળવીને આગળ વધી રહ્યા છીએ.

આ પણ વાંચો: ભારતના આ ગામમાં પહેલીવાર બસ પહોંચી, પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો ઉલ્લે

આઈજી ગ્રુપના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર લલિત પરિહારે કહ્યું કે જાપાનને ઓવરેટક કરીને ભારત 4 ટ્રિલિયન ડોલરના GDP સાથે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે, આ એક ઐતિહાસિક સિદ્ધિ સમાન છે. નીતિ આયોગ અને IMFના ડેટા અનુસાર, આ ગ્રોથ સ્ટ્રોંગ ગવર્નન્સ અને સેક્ટોરલ મોમેન્ટમને પ્રતિબિંબિત કરે છે, ખાસ કરીને રિયલ એસ્ટેટમાં જે અર્બનાઈઝેશન, એમ્પ્લોયમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ ધપાવે છે. આ તો માત્ર શરૂઆત છે, ધોલેરામાં સેમિકંડક્ટર રેવોલ્યુશનની સાથે અમે ગુજરાત અને ભારતના વિકાસમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ, ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખીએ છીએ.

બિગ બ્લોક કંસ્ટ્રક્શનના ડિરેક્ટર અને CFO મોહિત સાબુ એ કહ્યું કે ભારતનું જાપાનને પાછળ છોડીને $4.187 ટ્રિલિયનના GDP સાથે વિશ્વના ચોથા સૌથી મોટો અર્થતંત્ર બનવું એ વૈશ્વિક રેન્કિંગમાં પરિવર્તનના મોટા સંકેત સમાન છે. આ દર્શાવે છે કે ભારત એક રાષ્ટ્ર તરીકે મજબૂત પાયો નાખીને આગળ વધી રહ્યો છે. નીતિ આયોગ અને IMF દ્વારા હાઈલાઈટ કર્યા મુજબ, આ સીમાચિહ્ન કંસ્ટ્રક્શન જેવા ક્ષેત્રો દ્વારા સંચાલિત છે જે બ્લુપ્રિન્ટ્સને પ્રોગ્રેસમાં કન્વર્ટ કરે છે. મજબૂત આર્થિક ગતિ અને અનુકૂળ વૈશ્વિક વાતાવરણ સાથે કંસ્ટ્રક્શન ઉદ્યોગ ત્રીજા સ્થાને પહોંચવાની તેની સફરમાં ભવિષ્ય માટે તૈયાર ભારતની સફરને દિશા અને આકાર આપવા માટે તૈયાર છે.

india બિઝનેસ દેશ