WhatsApp ને ટક્કર આપનારી સ્વદેશી એપ ‘Arattai’ નો મતલબ શું છે? જાણો તેની વિશેષતા

Arattai meaning: Arattai એક તમિલ શબ્દ છે જેનો અર્થ "સામાન્ય વાતચીત" થાય છે. Zoho ગ્રુપે આ એપ્લિકેશન ખાસ કરીને ભારતીય વપરાશકર્તાઓ માટે વિકસાવી છે. કંપનીએ Gmail ના વિકલ્પ તરીકે Zoho Mail સેવા પણ શરૂ કરી છે.

Written by Rakesh Parmar
Updated : October 08, 2025 19:41 IST
WhatsApp ને ટક્કર આપનારી સ્વદેશી એપ ‘Arattai’ નો મતલબ શું છે? જાણો તેની વિશેષતા
arattai ની ખાસ વિશેષતા એ છે કે તેનો ઉપયોગ ધીમા ઇન્ટરનેટ પર પણ થઈ શકે છે. (તસવીર: Zoho/arattai)

સ્વદેશી સ્ટાર્ટઅપ ઝોહો (Zoho) એ તાજેતરમાં વોટ્સએપ જેવી જ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ Arattai લોન્ચ કરી. આનંદ મહિન્દ્રા સહિત ઘણી અગ્રણી હસ્તીઓએ આ એપ લોન્ચ થયા પછી તરત જ ડાઉનલોડ કરી છે. આ એપની લોકપ્રિયતા ઝડપથી વધી ગઈ, એક જ દિવસમાં લાખો લોકો તેને ડાઉનલોડ્સ કરી રહ્યા છે. ત્યાં જ ગુગલ પ્લે સ્ટોર પર હવે Arattaiને ડાઉનલોડ કરનારાઓની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઈ છે. વોટ્સએપની જેમ Arattai પર તમે ઇન્સ્ટન્ટ ટેક્સ્ટ મેસેજ મોકલવા, દસ્તાવેજો શેર કરવા અને તસવીરો શેર કરી શકો છે. વધુમાં તે ઓડિઓ અને વીડિયો કોલિંગ પણ આપે છે. વધુમાં તમે ગ્રુપ વીડિયો કોલ્સ પણ કરી શકો છો.

આ સ્વદેશી એપની ખાસ વિશેષતા એ છે કે તેનો ઉપયોગ ધીમા ઇન્ટરનેટ પર પણ થઈ શકે છે અને લો-એન્ડ સ્માર્ટફોન પર સારી રીતે કામ કરે છે. કંપનીના સહ-સ્થાપક શ્રીધર વેમ્બુએ તાજેતરમાં આનંદ મહિન્દ્રા દ્વારા Arattai એપ ડાઉનલોડ કરવા વિશે પોસ્ટ કરી હતી. વેમ્બુએ સ્વદેશી એપનો ઉપયોગ કરવા બદલ મહિન્દ્રા ગ્રુપના ચેરમેનનો પણ આભાર માન્યો હતો. વોટ્સએપની જેમ આ એપ પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનથી સજ્જ છે, જેના કારણે યુઝર્સની ખાનગી વાતચીત સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.

arattai features, swadeshi app by zoho
ગુગલ પ્લે સ્ટોર પર હવે Arattaiને ડાઉનલોડ કરનારાઓની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઈ છે.

Arattai નો અર્થ શું છે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા યુઝર્સ આ એપ્લિકેશનના નામ પર કોમેન્ટ કરી રહ્યા છે. Arattai એક તમિલ શબ્દ છે જેનો અર્થ “સામાન્ય વાતચીત” થાય છે. Zoho ગ્રુપે આ એપ્લિકેશન ખાસ કરીને ભારતીય વપરાશકર્તાઓ માટે વિકસાવી છે. કંપનીએ Gmail ના વિકલ્પ તરીકે Zoho Mail સેવા પણ શરૂ કરી છે.

આ પણ વાંચો: ભારતની સ્વદેશી એપ Arattai કયા ક્ષેત્રોમાં WhatsApp કરતા આગળ છે? આ 5 મુદ્દાઓ જાણવા જરૂરી

Arattai WhatsApp અથવા અન્ય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનો પર ઉપલબ્ધ ન હોય તેવી ઘણી સુવિધાઓ પ્રદાન કરે છે. એક સાથે 1024 લોકો સાથે ગ્રુપ કોલ કરી શકાય છે, જે સુવિધા WhatsApp અથવા અન્ય કોઈપણ એપ્લિકેશન પર ઉપલબ્ધ નથી. વધુમાં આ એપ્લિકેશન Android અને iOS બંને ઉપકરણો સાથે સુસંગત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ