/indian-express-gujarati/media/media_files/2026/02/27/whatsapp-1-2026-02-27-14-37-38.jpg)
WhatsApp : વોટ્સએપ મેસેજિંગ એપ્લિકેશન છે. Photograph: (Freepik)
Whatsapp SIM Binding Rules : વોટ્સએપ યુઝર્સ માટે મોટા સમાચાર આવ્યા છે. જો તમે તમારા જુના મોબાઇલમાં સીમ કાર્ડ વગર વોટ્સએપ (WhatsApp), ટેલીગ્રામ (Telegram) કે સિગ્નલ (Signal) જેવી મેસેજિંગ એપનો ઉપયોગ કરો છો, હવેથી સાવધાન થઇ જજો, કારણ કે ભારત સરકાર સિમ બાઇન્ડિંગ નિયમ (SIM Binding Rules) માં 1 માર્ચથ કોઇ છુટછાટ મળશે નહીં. નવા નિયમથી વોટ્સએપ જેવી મેસેજિંગ એપ્લિકેશન વાપવા માટે તમારા સ્માર્ટફોનમાં જે - તે નંબરનું સીમ કાર્ડ હોવું જરૂરી છે.
What Is SIM Binding Rule? સીમ બાઇન્ડિંગ નિયમ શું છે?
અત્યાર સુધી ઓટીપી (OTP) દાખલ કરી કોઇ પણ મોબાઇલમાં વોટ્સએપ એક્ટિવેટ કરી શકતા હતા, પછી ભલેને તે સ્માર્ટફોનમાં જે - તે મોબાઇલમાં સીમકાર્ડ હોય કે ન હોય. વાઇફાઇથી વોટ્સએપ વાપરી શકતા હતા. જો કે નવા સીમ બાઇન્ડિંગ નિયમ (SIM Binding)થી સીમ કાર્ડ વગર વોટ્સએપ ચલાવી શકાશે નહીં.
હવે કોઇ પણ નંબરથી વોટ્સઅપ વાપરવા માટે તમારા સ્માર્ટફોનમાં જે નંબરનું સીમ કાર્ડ હોવું જરૂરી છે. જો સીમ કાર્ડ નહીં હોય તો વોટ્સએપ, ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ સ્માર્ટફોનમાં કામ કરશે નહીં. જેવી રીતે બેંક એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે બેંક ખાતા સાથે લિંક નંબરનું સીમ કાર્ડ સ્માર્ટફોનમાં હોવું જરૂરી છે.
સરકારનો નવા નિયમ લાગુ કરવાનો હેતુ શું છે?
હકીકતમાં, ડિજિટલ ક્રાંતિની સાથે ઓનલાઇન છેતરપિંડી અને સાયબર ફ્રોડની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે. સ્કેમર્સ મોટાભાગે વર્ચ્યુઅલ નંબર કે જુના સિમ કાર્ડથી વોટ્સએપ એકાઉન્ટ બનાવી લોકોને નિશાન બનાવે છે અને પછી સિમ કાર્ડ ફેંકી દે છે. સરકારનું માનવું છે કે, સિમ બાઇન્ડિંગથી દરેક એકાઉન્ટની ઓખળ નક્કી થશે. નવા નિયમથી એક જ નંબરથી એક કરતા વધારે ડિવાઇસ પર એકાઉન્ટ ચલાવવું મુશ્કેલ બનશે, જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઇન છેતરપિંડી જેવી ઘટનઓ ઘટશે. આ ફીચર્સ યુઝર્સના ડેટા વધુ સુરક્ષિત રહેશે.
કોમ્પ્યુટર અને લેપટોપમાં વોટ્સએપ વેબ ચાલશે કે નહીં?
ઘણા લોકો કોમ્પ્યુટર કે લેપટોપમાં પણ વોટ્સએપ વેબ વાપરે છે. લોકોના મનમાં સવાલ થાય છે કે, નવા સીમ બાઇન્ડિંગ નિયમ લાગુ થયા બાદ લેપટોપ કે કોમ્પ્યુટર પર વોટ્સએપ વેબ ચાલશે કે નહીં? રિપોર્ટ મુજબ, ડેસ્કટોપ વર્ઝન માટે પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જો તમારા મોબાઇલમાં સીમ કાર્ડ એક્ટિવે નથી અથવા ફોન ઘણા સમયથી ઓફલાઇન છે, તો કોમ્પ્યુટર પર ચાલતું તમારું વોટ્સએપ વેબ એકાઉન્ટ 6 કલાકની અંદર આપમળે લોગ આઉટ થઇ જશે.
આ પણ વાંચો | દેશભરમાં 1 એપ્રિલથી E20 પેટ્રોલ જ વેચાશે, જાણો એન્જિન માઇલેજ અને પર્યાવરણ પર શું અસર થશે?
Whatsapp દ્વારા સીમ બાઇન્ડિંગ કામ શરૂ
તાજેતરના એક રિપોર્ટમાં જણાવાયું છે કે, વોટ્સએપ દ્વારા સીમ બાઇન્ડિંગ ની કામગીરી શરૂ કરી દીધી છે. WhatsApp ના બીટા વર્ઝન 2.26.8.6 માં આ સંબંધિત એક પોપ અપ પણ જોવા મળ્યું છે. જેને જોયા બાદ લાગે છે કે, વોટ્સએપ એ ભારતના ટેલીકોમ મંત્રાલયના આદેશનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે. હાલ એવું મનાય છે કે, કંપની ટૂંક સમયમાં તેને ભારતીય યુઝર્સ માટે પણ લાગુ કરી શકે છે. નવા નિયમ બાદ યુઝર્સ સીમ કાર્ડ વગર મોબાઇલમાં તે નંબરથી વોટ્સએપ વાપરી શકે નહીં. ઉપરાંત ફોન માંથી સીમ કાર્ડ નીકાળ્યા બાદ વોટ્સએપ લોગ આઉટ થઇ જશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us