40 હજાર કરોડની સંપત્તિ છોડીને ભિક્ષુ બન્યો 18 વર્ષનો યુવાન, CSK સાથે છે ‘ખાસ’ સંબંધ

Who is Ajahn Siripanyo: મલેશિયાના ટેલિકોમ ટાયકૂન કહેવાતા આનંદ કૃષ્ણનના પુત્ર 18 વર્ષની ઉંમરે બૌદ્ધ બિક્ષુ બની ગયા છે. જી હાં South China Morning Post, AK નામથી પ્રખ્યાત કૃષ્ણન મલેશિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે.

Written by Rakesh Parmar
November 27, 2024 19:11 IST
40 હજાર કરોડની સંપત્તિ છોડીને ભિક્ષુ બન્યો 18 વર્ષનો યુવાન, CSK સાથે છે ‘ખાસ’ સંબંધ
18 વર્ષની ઉંમરે વેન અજાહન સિરીપાન્યોએ આટલું વિશાળ બિઝનેસ સામ્રાજ્ય છોડીને સાધુ બનવાનું નક્કી કર્યું છે. (તસવીર: Jansatta)

Who is Ajahn Siripanyo: મલેશિયાના ટેલિકોમ ટાયકૂન કહેવાતા આનંદ કૃષ્ણનના પુત્ર 18 વર્ષની ઉંમરે બૌદ્ધ બિક્ષુ બની ગયા છે. જી હાં South China Morning Post, AK નામથી પ્રખ્યાત કૃષ્ણન મલેશિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. તેમની નેટવર્થ 40,000 કરોડ રૂપિયા (5 બિલિયન યૂએસ ડોલરથી વધુ)થી વધુ છે. તેમના પુત્ર વેન અજહન સિરિપન્યો (Ven Ajahn Siripanyo) દ્વારા આટળી નાની ઉંમરમાં સુખ-સુવિધા ત્યાગીને આધ્યાત્મની રાહે જવાના નિર્ણયની ખબરે સૌ કોઈને ચોંકાવી દીધા છે.

એયરસેલ એ CSK ને સ્પોન્સર કર્યું હતું

આનંદ કૃષ્ણનનો કારોબાર ટેલિકોમ્યુનિકેશન, મીડિયા, ઓઈલ, ગેસ અને રિયલ એસ્ટેટમાં ફેલાયેલો છે. તે ટેલિકોમ કંપની Aircelના માલિક પણ રહી ચુક્યા છે. એયરસેલે એક સમયે આઈપીએલની ક્રિકેટટીામ ચેન્નાઈ સુપર કિંગ્સને સ્પોન્સર પણ કર્યું હતું. વેન અજહન સિરિપાન્યોના પિતા કૃષ્ણન જ્યાં એક બિઝનેસમેન છે ત્યાં જ તેમની માતા Momwajarongse Suprinda Chakraban નો સંબંધ થાઈલેન્ડના શાહી પરિવાર સાથે છે.

18 વર્ષની ઉંમરે વેન અજાહન સિરીપાન્યોએ આટલું વિશાળ બિઝનેસ સામ્રાજ્ય છોડીને સાધુ બનવાનું નક્કી કર્યું છે. તેના પિતાએ આ નિર્ણયનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે. નોંધનીય છે કે એકે પોતે કટ્ટર બૌદ્ધ અને સેવાભાવી વ્યક્તિ છે.

આ પણ વાંચો: શું કોઈ પણ ખરીદી શકે છે બુલેટપ્રૂફ કાર? કોણ બનાવે છે અને તેની કિંમત કેટલી હોય છે, જાણો તમામ માહિતી

અજાહન સિરીપાન્યોની આધ્યાત્મિક યાત્રા વિશે વાત કરતાં થાઈલેન્ડની મુલાકાત દરમિયાન તેઓ થોડો સમય બૌદ્ધ એકાંતમાં રહ્યા હતા. આ મઠમાં તેમણે દીક્ષા લીધી અને આ ટૂંકા ગાળાના અનુભવે જીવનની રીત વિશેની તેની વિચારસરણી બદલી નાખી અને તેણે કાયમ માટે મઠવાસી બનવાનું નક્કી કર્યું. તે હવે થાઈલેન્ડ-મ્યાનમાર સરહદ પર સ્થિત દમ મઠના મઠાધિપતિ છે.

વેઇન અજાહન સિરીપાન્યોનો જન્મ અને ઉછેર લંડનમાં થયો હતો અને શહેરી વાતાવરણમાં ઉછર્યો હતો. સિરીપાન્યો કુલ 8 ભાષાઓ વાંચી, લખી અને બોલી શકે છે. સાધુ જીવન જીવવા છતાં તે હજુ પણ સમયાંતરે તેના પિતાની મુલાકાત લે છે. તે તેની આધ્યાત્મિક પ્રતિબદ્ધતાઓ અને કૌટુંબિક સંબંધો વચ્ચે સંતુલન જાળવી રહ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ