scorecardresearch

Adani Group એ કેમ પરત લીધો FPO? ગૌતમ અદાણીએ જણાવ્યું કારણ, જાણો રોકાણકારો ઉપર શું થશે અસર

Adani calls off IPO : બુધવારે અદાણી ગ્રૂપના શેરોમાં આશરે 30 ટકા જેટલો ઘટાડો થયા બાદ કંપનીએ પોતાનો એફપીઓ (FPO) પર ખેંચી લીધો હતો.

Gautam Adani
અદાણી એન્ટપ્રાઇસીસના ચેરમેન ગૌતમ અદાણી

Soumyarendra Barik : હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના (Hindenburg Research report Adani) ખુલાસા બાદ અદાણી ગ્રૂપના (Adani group) શેરોમાં ઘટાડો થવાનો સિલસિલો યથાવત છે. બુધવારે અદાણી ગ્રૂપના શેરોમાં આશરે 30 ટકા જેટલો ઘટાડો થયા બાદ કંપનીએ પોતાનો એફપીઓ (FPO) પર ખેંચી લીધો હતો. અદાણી ગ્રીપના એફપીઓમાં સૌથી વધારે રોકાણ કોર્પોરેટ અને વિદેશી રોકાણકારઓ કર્યું હતું. એફપીઓમાં રોકાણ માટે ખાસ ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે એફપીઓમાં પોતાના ઇશ્યૂ પ્રાઇઝથી 1.12 ટકા તેજી જોવા મળી હતી.

કેમ લેવો પડ્યો નિર્ણય?

અદાણી એન્ટરપ્રાઝ લિમિટેડનો તાજેતરમાં એફપીઓ લાવવામાં આવ્યો હતો. આનાથી કંપનીએ 20 હજાર કરોડ રૂપિયા એકઠાં કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. શેર બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે મંગળવારે કોર્પોરેટ્સ અને વિદેશી રોકાણકારોએ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના એફપીઓને બેલઆઉટ કરી દીધો હતો. અદાણી ગ્રૂપના શેરોમાં બુધવારે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ અદાણી ગ્રૂપના બે શેરોમાં રોકાણકારોને સૌથી વધારે નિરાશ કર્યા હતા. અદાણી એન્ટરપ્રાઇઝના શેરોમાં આશરે 28 ટકા અને અદાણી પોર્ટના શેરોમાં 19 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ગૌતમ અદાણીએ શું કહ્યું?

એફપીઓ પાછી ખેંચવાના નિર્ણય અંગે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ કરેલ એફપીઓ પછી એફપીઓ પાછી ખેંચવાના નિર્ણયથી ઘણાને આશ્ચર્ય થયું હશે. પરંતુ બજારની આજની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને બોર્ડને ભારપૂર્વક લાગ્યું કે FPO સાથે આગળ વધવું એ નૈતિક રહેશે નહીં. તેમણે કહ્યું કે મારા માટે મારા રોકાણકારોનું હિત સર્વોપરી છે. તેથી, રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે, અમે FPO પાછો ખેંચી લીધો છે. આ નિર્ણયથી અમારી વર્તમાન કામગીરી અને ભાવિ યોજનાઓ પર કોઈ અસર થશે નહીં. અમે સમયસર અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીશું.

FPO શું છે?

એફપીઓનું પૂરું નામ ફોલો-ઓન પબ્લિક ઓફર છે. આના દ્વારા શેરબજારમાં પહેલેથી લિસ્ટેડ કંપનીઓ રોકાણકારોને ફંડ એકત્ર કરવાની ઓફર કરે છે. જ્યારે પણ કંપની બજારમાં FPO લાવે છે, ત્યારે તે તેના માટે બેઝ પ્રાઇસ નક્કી કરે છે. જેઓ પાસે પહેલેથી જ કંપનીના શેર છે તે સિવાય નવા રોકાણકારો પણ તેમાં રોકાણ કરી શકે છે. જ્યારે કોઈ કંપની તેના શેરને પ્રથમ વખત બજારમાં લાવે છે, ત્યારે તેને IPO કહેવામાં આવે છે. IPO આવ્યા બાદ કંપની શેરબજારમાં લિસ્ટેડ થાય છે. જો કે, જ્યારે લિસ્ટેડ કંપની આ પછી રોકાણકારોને ઓફર કરે છે, ત્યારે તેને FPO કહેવામાં આવે છે.

ગૌતમ અદાણી 15મા નંબરે સરકી ગયા

હિંડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ રિપોર્ટ આવ્યા પહેલા ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 120 અબજની આસપાસ હતી. હવે તેમાં 45 અબજ રૂપિયાનો ઘટાડો થયો છે. સપ્ટેમ્બરમાં, ગૌતમ અદાણી 155 અબજ રૂપિયાની સંપત્તિ સાથે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા. આ ઘટાડા બાદ ગૌતમ અદાણી હવે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 15મા નંબરે પહોંચી ગયા છે, જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ યાદીમાં 9મા નંબરે આવી ગયા છે.

બુધવારે એવું તે શું થયું કે FPO રદ કરવો પડ્યો?

અદાણી ગ્રૂપના શેર અને બોન્ડમાં છેલ્લા એક સપ્તાહની જબરદસ્ત મંદીનો માહોલ છે અને બુધવારે પણ શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 28% અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં 19%નો ઘટાડો થયો હતો, જે બંને કંપનીઓ માટે અત્યાર સુધીનો સૌથી ખરાબ દિવસ છે.

આ પણ વાંચોઃ- Adani Enterprises FPO : ગૌતમ અદાણીનો મહત્વપૂર્ણ નિર્ણય – અદાણી એન્ટરપ્રાઇસીસનો 20,000 કરોડનો FPO રદ, રોકાણકારોને પૈસા પરત કરશે

બુધવારે અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ઇન્ટ્રા-ડેમાં 34 ટકા તૂટીને 19942 રૂપિયાના તળિયે ક્વોટ થયો હતો. શેરબજારના કામકાજના અંતે શેર 28.45 ટકાનો જબરદસ્ત કડાકા સાથે 2128.70 રૂપિયાના ભાવે બંધ થયો હતો. 31 જાન્યુઆરી, 2023ના રોજ આ કંપનીના શેરનો બંધ ભાવ 2975 રૂપિયા છે. તેવી જ રીતે અદાણી પોર્ટ-સેઝ કંપનીનો શેર 459 રૂપિયાની ઇન્ટ્રા-ડે બોટમ બનાવી સેશનના અંતે 20 ટકાના સેલર સર્કિટમાં શેર 492.15 રૂપિયાના ભાવે બંધ થયો હતો.

આ પણ વાંચોઃ- Today history 2 February : આજનો ઇતિહાસ : 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી

હિંડનબર્ગ રિસર્ચનો ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપ પર ગંભીર આક્ષેપ

ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપની આ સમગ્ર મુશ્કેલીનું કારણ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ ફર્મનો એક રિપોર્ટ છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ કોર્પોરેટ ગ્રૂપ દાયકાઓથી શેરબજારને ખોટી રીતે નિયંત્રિત કરવાનું કામ કરી રહ્યું હતું. કંપની તેની સ્કીમોને પ્રમોટ કરીને શેરબજારને નિયંત્રિત કરી રહી હતી જે એક રીતનો ‘ફ્રોડ’ છે. હિંડનબર્ગ અદાણી ગ્રૂપમાં યુએસ-ટ્રેડેડ બોન્ડ મારફતે એક્સપોઝર ધરાવે છે. તેનું કહેવું છે કે અદાણી ગ્રૂપની ઘણી કંપનીઓ દેવાના ડુંગર તળે દબાયેલી છે અને તેના કારણ જ કોર્પોરેટ ગ્રૂપ પર સંકટ ઉભું થયું છે.

Web Title: Why adani group took back fpo gautam adani stated the reason

Best of Express