ભારતમાં તહેવારોની મોસમ ચાલી રહી છે ત્યારે ઘણા ઓટોમેકર્સ વેચાણ વધારવા માટે આકર્ષક ડિસ્કાઉન્ટ અને ડીલ્સ ઓફર કરી રહ્યા છે. યામાહા આ યાદીમાં નવી ડિલ ઓફર કરી રહ્યું છે, જે દિલ્હી એનસીઆરના ગ્રાહકો માટે તેના હાલના સ્કૂટર અને બાઇક રેન્જ પર યામાહા નવરાત્રી ઑફર્સની જાહેરાત કરી છે. આ ઑફર સંભવિત ગ્રાહકોને GST લાભો, વીમા ઑફર્સ અને કેશબેક સહિત ખાસ લાભો આપે છે.
Yamaha Navratri Offers 2025: આ સ્કૂટર અને બાઇક પર ડિસ્કાઉન્ટ અને કેશબેક ઉપલબ્ધ છે.
મોડલ જીએસટી લાભ અન્ય લાભ R15 V4 15,734 રૂપિયા સુધી જીએસટી લાભ 6,560 રૂપિયાનો વીમા લાભ MT-15 14,964 રૂપિયા સુધી જીએસટી લાભ 6,560 રૂપિયાનો વીમા લાભ FZ-S Fi Hybrid 12,031 રૂપિયા સુધી જીએસટી લાભ 6,501 રૂપિયાનો વીમા લાભ Fascino 125 Hybrid 8,509 રૂપિયા સુધી જીએસટી લાભ 5,401 રૂપિયાનો વીમા લાભ RayZR 125 Fi 7,759 રૂપિયા સુધી જીએસટી લાભ 3,799 રૂપિયા સુધી અન્ય લાભ
Yamaha Navratri Offers 2025: કંપનીએ યામાહા નવરાત્રી ઑફર્સ વિશે શું કહ્યું?
યામાહાએ જણાવ્યું છે કે ગ્રાહકો માટે તેમની મનપસંદ બાઇક અને સ્કૂટર ખરીદવાની આ શ્રેષ્ઠ તક છે, જ્યાં તેઓ હજારો રૂપિયા સુધીની બચત કરી શકે છે. કેશબેક લાભ ખાસ કરીને RayZR 125 Fi હાઇબ્રિડ સ્કૂટર પર આપવામાં આવી રહ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, દરેક મોડેલ રાઇડને રોમાંચક અને આરામદાયક બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મોબાઈલમાં eSIM કેવી રીતે એક્ટિવેટ કરવુ? આ રહી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Yamaha Navratri Offers 2025: ગ્રાહકો માટે માહિતી
યામાહાની નવરાત્રી ઑફર્સનો લાભ લેવા માંગતા ગ્રાહકો આ ખાસ ઉત્સવની ઑફર્સ વિશે વધુ માહિતી માટે તેમની નજીકની યામાહા ડીલરશીપની મુલાકાત લઈ શકે છે.