Yoga Tips: યોગ કર્યા પછી ક્યારે પાણી પીવું? ડાયટમાં શું ખાવું? જાણો

Yoga Diet Tips: યોગ તન અને મનને સ્વસ્થ રાખે છે. યોગ કર્યા બાદ ક્યારે પાણી પીવું અને ડાયટમાં શું ખાવું જેવા બાબતો ધ્યાનમાં રાખવાથી જ શરીરને યોગાસનનો સંપૂર્ણ લાભ મળે છે.

Written by Ajay Saroya
June 21, 2024 22:35 IST
Yoga Tips: યોગ કર્યા પછી ક્યારે પાણી પીવું? ડાયટમાં શું ખાવું? જાણો
Yoga Diet Tips: યોગ અને આસન કર્યા બાદ યોગ્ય રીતે ડાયટ લેવાથી શરીરને સંપૂર્ણ ફાયદો થાય છે. (Photo - Freepik)

International Yoga Day 2024: યોગમાં આખા શરીરને સ્વસ્થ કરવાની ક્ષમતા છે. યોગ માનસિક રીતે તો તંદુરસ્ત રાખે જ છે, સાથે સાથે તે તમને શારીરિક રીતે તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે. પરંતુ કોઇ પણ કામ કરવાની એક યોગ્ય રીત હોય છે જેમ કે, યોગ પહેલા અને પછી પાણી ક્યારે પીવું, યોગ કર્યા પછી ેતમારો ડાયટ કેવો હોવો જોઈએ. જેનાથી તમારા શરીરને યોગનો સંપૂર્ણ ફાયદો મળે છે અને પાચન તંત્ર પર પણ અસર થતી નથી. તો આવો, યોગ સાથે જોડાયેલી આ બાબત વિશે વિસ્તાર પૂર્વક જાણીએ.

યોગ કર્યા બાદ કેટલા સમય પછી પાણી પીવું જોઈએ?

યોગ કર્યા પછી 30 મિનિટ સુધી સ્નાન, પાણી કે ભોજન ન કરવું. સરળ શબ્દમાં કહીયે તો તમારે યોગ કર્યા પછી લગભગ 30 મિનિટ સુધી પાણી ન પીવું જોઈએ. આ તમારા સ્વાસ્થ્યને યોગ્ય રાખે છે અને શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત યોગ કર્યા બાદ તરત જ પાણી પીવાથી વટ-પિત્ત અને કફની સમસ્યા થઈ શકે છે. વળી, તમને શરદી-ગરમીની સમસ્યા થઈ શકે છે જેના કારણે તમને લાંબા સમય સુધી શરદી થઈ શકે છે. તો આ બધી સમસ્યાથી બચવા માટે યોગ અભ્યાસ કર્યાના 30 મિનિટ બાદ પાણી પીવો.

International Yoga day 2024, PM Modi selfie with people
વડાપ્રધાન મોદીએ લોકો સાથે સેલ્ફી લીધી photo – X @BJP4India

યોગ કર્યા પછી કેવો આહાર લેવો (Diet After Yoga)

યોગ કર્યા પછી ચરબી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ સાથે ઓછામાં ઓછું અડધો લિટર પાણી પીવું હિતાવહ છે. આ ઉપરાંત તમે આ વસ્તુઓ ખાઈ શકો છો

જેમ કે સોયા, ફણગાવેલા કઠોળ જેવા કે મગ અને ચણા, ફળ કે ગ્રીન સ્મૂધી, કેળા, બદામ અને બાફેલા શાકભાજી,ઓટ મીલ, ઈડલી, પૌંઆ અને ઉપમા વગેરે જેવા ઘરે બનાવેલા ભોજન ખાઇ શકાય છે.

આ પણ વાંચો | આ 3 યોગ કરવાથી બ્લડ શુગર કંટ્રોલ થશે, ડાયાબિટીસ દર્દી માટે અસરકારક

આ પછી બપોરના ભોજનમાં અડદની દાળ, ચોખા, દહીં અને ખીચડી ખાઇ શકાય છે. ઉપરાંત તમે એક સફરજન ખાઈ શકો છો જે મીઠી ચીજ ખાવાની તૃષ્ણાને ઓછી કરવામાં મદદ કરે છે. તમે કાચુ પનીર પણ ખાઈ શકો છો. તે પ્રોટીનથી ભરપૂર છે અને યોગ કર્યા પછી તમને ઉર્જા આપે છે. તેમજ યોગ બાદ શરીરને સ્વસ્થ કરવામાં પણ મદદ કરે છે અને માંસપેશીઓને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. તો, યોગ બાદ ડાયટમાં આ બાબતનું ધ્યાન રાખો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ