Success Story: વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને રોજના 40 હજાર રૂપિયાની કમાણી; જાણો માતા-પુત્રની ટેકનિક

Mushroom Farming Business: સમાજમાં આપણી આસપાસ ઘણા એવા લોકો છે, જે આપણને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. આજે આપણે એવા જ એક માતા-પુત્રની કહાની જાણવા જઈ રહ્યા છીએ, જેમણે ખૂબ હિંમતથી નવો બિઝનેસ શરૂ કર્યો છે અને દરરોજ 40 હજાર રૂપિયા કમાય છે.

Written by Rakesh Parmar
Updated : January 28, 2025 16:45 IST
Success Story: વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને રોજના 40 હજાર રૂપિયાની કમાણી; જાણો માતા-પુત્રની ટેકનિક
માતા-પુત્રની જોડી મશરૂમની ખેતી કરીને રોજના 40 હજાર રૂપિયા કમાય છે. (ફોટોઃ લોકસત્તા)

Mushroom Farming Business: સમાજમાં આપણી આસપાસ ઘણા એવા લોકો છે, જે આપણને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. આજે આપણે એવા જ એક માતા-પુત્રની કહાની જાણવા જઈ રહ્યા છીએ, જેમણે ખૂબ હિંમતથી નવો બિઝનેસ શરૂ કર્યો છે અને દરરોજ 40 હજાર રૂપિયા કમાય છે. આ યુવકનું નામ જીતુ થોમસ છે. જીતુ અને તેની માતા લીના પાંચ હજાર ચોરસ ફૂટ જગ્યામાં મશરૂમની ખેતી કરે છે. તેઓ દરરોજ 100 કિલોથી વધુ મશરૂમનું ઉત્પાદન કરે છે. તાપમાનને નિયંત્રિત કરીને તેઓ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરે છે. તેઓ આ મશરૂમ વેચીને સારો નફો કમાઈ રહ્યા છે. તે સિવાય જીતુ અન્ય લોકોને મશરૂમની ખેતીની તાલીમ પણ આપે છે. અત્યાર સુધીમાં તેણે 1000 લોકોને તાલીમ આપી છે.

તેમણે બિઝનેસ કેવી રીતે શરૂ કર્યો?

વર્ષ 2018માં જીતુએ એક રૂમમાં મશરૂમનું ઉત્પાદન શરૂ કર્યું હતું. તેનો પ્રથમ પ્રયોગ સફળ રહ્યો હતો. તેણે ઈન્ટરનેટ પર પ્લાસ્ટિકની બોટલમાં મશરૂમ ઉગાડવાની ટ્રીક જોઈ હતી અને તેમાંથી તેને આઈડિયા આવ્યો હતો. તેણે સખત મહેનત કરી અને તેનું ફળ મળ્યું.

પ્રારંભિક સફળતા પછી તેઓ મશરૂમની ખેતી વિશે વધુ શીખ્યા. તેમણે મશરૂમની ખેતી કેવી રીતે કરવી તેનો કોર્સ પણ કર્યો હતો. બાદમાં તેનો શોખ વ્યવસાયમાં ફેરવાઈ ગયો. હવે જીતુ એક સફળ બિઝનેસમેન બની ગયો છે. તેની માતા લીનાએ ‘લીના મશરૂમ્સ’ નામની કંપનીની સ્થાપના કરી હતી. આ કંપનીમાં હજારો મશરૂમ ઉગાડે છે. આ ખેતીના માધ્યમથી તેઓ દરરોજ 100 કિલોથી વધુ મશરૂમનું ઉત્પાદન કરે છે.

આ પણ વાંચો: વિદેશમાં અભ્યાસ કરવા જવુ છે અને પૈસાની સમસ્યા છે? તો એકવાર જાણી લો SBI એજ્યુકેશન લોનનો ‘આ’ વિકલ્પ

મશરૂમની ખેતીના ઘણા ફાયદા છે. તે વહેલો ઊગે છે પરંતુ મશરૂમની ખેતી એટલી સરળ નથી. મશરૂમ્સ ખૂબ નાજુક હોય છે. તાપમાનમાં થોડો ફેરફાર પણ સમગ્ર પાકને બગાડી શકે છે. તેથી આ ખેતી હંમેશા ચોક્કસ રચના અનુસાર કરવામાં આવે છે; જેમાં અંદાજે 5,000 ક્યારા લગાવવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં મશરૂમની લોકપ્રિયતા વધી છે. તમે મશરૂમની ખેતી કરીને પૈસા કમાઈ શકો છો. માત્ર 19 વર્ષની ઉંમરે જીતુએ રસ દાખવ્યો અને મશરૂમની ખેતીમાં સખત મહેનત કરી. આજે તે તેની માતાની મદદથી મશરૂમની ખેતી કરે છે. જીતુ અને તેની માતા એવા હજારો લોકો માટે પ્રેરણા છે જેઓ જીવનમાં કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ