/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Ahmedabad-jobs.jpg)
અમદાવાદમાં નોકરીઓ - Photo- unsplash
AMC Assistant Health Officer Recruitment 2026, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2026 : અમદાવાદમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આસીસ્ટન્ટ હેલ્થ ઓફિસરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર કૂલ 8 ઉમેદવારો પસંદ કરવા માટે AMC એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2026 અંતર્ગત આસીસ્ટન્ટ હેલ્થ ઓફિસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમા આપેલી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2026 ની મહત્વની માહિતી
| સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
| પોસ્ટ | આસીસ્ટન્ટ હેલ્થ ઓફિસર |
| જગ્યા | 8 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા | 45 વર્ષથી વધુ નહીં |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 17 ફેબ્રુઆરી 2026 |
| ક્યાં અરજી કરવી? | https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX?_HIDE&ID=1 |
AMC Bharti 2026 પોસ્ટની વિગતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આસીસ્ટન્ટ હેલ્થ ઓફિસર પોસ્ટની એક જગ્યા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ માટે ઉમેદવારો 17 ફેબ્રુઆરી 2026, રાતના 23.59 વાગ્યા સુધી અરજી કરી શકશે
| કેટેગરી | જગ્યા |
| બિનઅનામત | 6 |
| સા.શૈ.પ.વ. | 1 |
| અનુ. જનજાતિ | 1 |
| કુલ | 8 |
AMC એડીશનલ સીટી ઈજનેર ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ
- સંલગ્ન ફિલ્ડમાં 3 વર્ષનો અનુભવ
વય મર્યાદા
- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંતર્ગત એડીશનલ સીટી ઈજનેર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારને પે મેટ્રીક્સ લેવલ 9 મુજબ ₹53,100થી ₹1,67,800 પગાર મળવા પાત્ર રહેશે.
આ પણ વાંચોઃ- AMC bharti 2026: અમદાવાદમાં પરીક્ષા વગર જ ₹2.15 લાખ સુધીનો પગાર, જાણો કોણ કરી શકશે અરજી?
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની https://ahmedabadcity.gov.in/ વેબસાઈટ ઉપર જવું
- અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
- અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
- અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
- ઉમેદવારોએ અરજી તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રાતના 23.59 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us