Success Story: એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટે જીવન બદલી નાખ્યું; કંપનીએ 100 કરોડનો આંકડો પાર કર્યો

Success Story: 'burger bay' નામના સ્ટ્રીટવેર બ્રાન્ડના સ્થાપક રોહન કશ્યપ લુધિયાણાના રહેવાસી છે. તેમનો વ્યવસાય ઇન્સ્ટાગ્રામ પર કપડાંના ફોટા પોસ્ટ કરવાથી શરૂ થયો હતો.

Written by Rakesh Parmar
February 15, 2025 22:04 IST
Success Story: એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટે જીવન બદલી નાખ્યું; કંપનીએ 100 કરોડનો આંકડો પાર કર્યો
રોહન કશ્યપ લુધિયાણાના એક મધ્યમ વર્ગના પરિવારથી આવે છે. (તસવીર: સોશિલ મીડયા)

Success Story: મધ્યમ વર્ગના પરિવારોના ઘણા યુવાનો કામ કરવાને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું પસંદ કરે છે. તાજેતરમાં પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. કોરોનાકાળથી ઘણા લોકોએ પોતાની નોકરી છોડી દીધી છે અને પોતાના વ્યવસાયો શરૂ કર્યા છે, જેમાં ચા અને પોહાથી લઈને કૃષિ અને કપડાંની બ્રાન્ડ સુધીના વ્યવસાયો શરૂ થયા છે. આજે અમે તમને આવા જ એક સફળ ઉદ્યોગસાહસિકની સફળ સફર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

‘burger bay’ નામના સ્ટ્રીટવેર બ્રાન્ડના સ્થાપક રોહન કશ્યપ લુધિયાણાના રહેવાસી છે. તેમનો વ્યવસાય ઇન્સ્ટાગ્રામ પર કપડાંના ફોટા પોસ્ટ કરવાથી શરૂ થયો હતો, અને હવે કંપની 100 કરોડ રૂપિયાના મૂલ્ય સુધી પહોંચી ગઈ છે. એટલું જ નહીં ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 4’માં, રોહનને અનુપમ મિત્તલ, કુણાલ બહલ અને અમન ગુપ્તા તરફથી 2 કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું છે.

મધ્યમ વર્ગીય પરિવારનો દીકરો

રોહન કશ્યપ લુધિયાણાના એક મધ્યમ વર્ગના પરિવારથી આવે છે. તેને બર્ગર ખૂબ ગમતા હતા. પોતાનો વ્યવસાય શરૂ કરતા પહેલા તે એક સોશિયલ મીડિયા એજન્સીમાં કામ કરતો હતો. બસ આવી જ રીતે તેના જીવનમાં એક મોટો સીમાચિહ્નરૂપ સમય આવ્યો જ્યારે તેણે શેર કરેલા સ્ટ્રીટવેર ડિઝાઇન ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયા. આ અણધારી સફળતાએ તેમને ‘burger bay’ બનાવવાની પ્રેરણા આપી. તે ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) ફેશન બ્રાન્ડ છે. તેની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: ગરીબ પિતાની બે દીકરીઓની સફળતાની ગાથા! એક IAS તો બીજી IPS બની

પાંચ વર્ષ પહેલાં રોહને નોકરી છોડી દીધી અને એક અલગ પ્રકારની કપડાની બ્રાન્ડ બનાવવાનું સ્વપ્ન જોયું. તેની ડિઝાઇન બોલ્ડ અને નજર આકર્ષક છે. આ એક એવી બ્રાન્ડ છે જે બોલવા માંગે છે અને હંમેશા ચર્ચામાં રહેવા માંગે છે. કચરો ઘટાડવા માટે દરેક કપડા ઓછી માત્રામાં બનાવવામાં આવે છે. તે 50% ઓછા પાણી, પર્યાવરણને અનુકૂળ રંગો અને શ્રેષ્ઠ શાકાહારી ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

ગ્રાહક ગર્લફ્રેન્ડ બની

2023 માં જાહ્નવી સિકરિયા નામની એક યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર બર્ગર બેમાંથી તેનો ઓર્ડર ન મળવાની ફરિયાદ કરી. આ વખતે માફી માંગવાને બદલે રોહને તેણીને કહ્યું કે તે તેણીને જીવનભર મફત વસ્તુઓ આપશે. ત્યારબાદ બંને મિત્રો બન્યા અને બાદમાં જાહ્નવી રોહન સાથે પ્રેમમાં પડી ગઈ અને કંપનીની સહ-સ્થાપક બની.

જ્યારે રોહન ‘બર્ગર બે’ શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 4 માં ગયો ત્યારે જજ મૂંઝવણમાં મુકાઈ ગયા. તેમને લાગતું હતું કે ‘બર્ગર બે’ એક એવી બ્રાન્ડ હશે જે ખોરાક વેચતું બશે. પરંતુ રોહન તેની બહેન ઓજસ્વી અને જાહ્નવીએ તેમને પ્રભાવિત કર્યા. તેમણે 2.5% ઇક્વિટી માટે 1 કરોડ રૂપિયા (40 કરોડ રૂપિયાનું મૂલ્યાંકન) માંગ્યું. અંતે અનુપમ મિત્તલ, કુણાલ બહલ અને અમન ગુપ્તાએ 20% ઇક્વિટી માટે 2 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ