CA Final and Inter Result: સીએ ઇન્ટર અને ફાઇનલનું પરિણામ જાહેર, હર્ષ ચૌધરીએ ટોપ કર્યું, અહીં જાણો પરિણામ

CA Result 2022 Released at icai.nic.in: સીએ ફાઇનલ પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે જેમાં હર્ષ ચૌધરીએ ટોપ કર્યું છે. ઉમેદવારોએ પરિણામ જોવા માટે સત્તાવાર વેબસાઇટ icai.nic.in ની મુલાકાત લેવી.

Written by Ankit Patel
Updated : January 10, 2023 12:35 IST
CA Final and Inter Result: સીએ ઇન્ટર અને ફાઇનલનું પરિણામ જાહેર, હર્ષ ચૌધરીએ ટોપ કર્યું, અહીં જાણો પરિણામ
ca result 2022, ca final result 2022 : સીએ ફાઇનલ પરિણામની પ્રતિકાત્મક તસવીર

ICAI CA Final, Inter Result Nov 2022: ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ICAIએ મંગળવારે 10 જાન્યુઆરીના દિવસે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ફાઇનલ અને ઇન્ટરમીડિએટ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે તેવા ઉમેદવારો પરિણામ જોવા માટે સત્તાવાર વેબસાઇટ icai.nic.in ની મુલાકાત લઇ શકે છે. ઉમેદવાર પોતાનો રજિસ્ટ્રેશન નંબર અને રોલ નંબરનો ઉપયોગ કરીને પરિણામ જોઈ શકે છે. આ પરીક્ષા ગત વર્ષના નવેમ્બર મહિનામાં લેવાઇ હતી.

સીએ ફાઇનલ પરીક્ષાનું આયોજન 1 નવેમ્બરથી 16 નવેમ્બર 2022 વચ્ચે લેવાઈ હતી. ICAI CA ઇન્ટરમીડિએટ પરીક્ષાનું આયોજન 2થી 17 નવેમ્બર 2022 વચ્ચે કરવામાં આવ્યું હતું. બંને પરીક્ષા કોરોના મહામારીના કારણે ઓફલાઇન મોડમાં કરવામાં આવી હતી.

સીએ ફાઇનલ રિઝસ્ટમાં ગ્રૂપ – એમાં 21.39 ટકા અને ગ્રૂપ બીમાં 18.61 ટકા પરિણામ

સીએ ફાઇનલ રિઝલ્ટમાં ગ્રૂપમાં સીએ ફાઇનલ રિઝસ્ટમાં ગ્રૂપ – એમાં 21.39 ટકા અને ગ્રૂપ બીમાં 18.61 ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે ફાઇનલનું કુલ પાસ થવાની ટકાવારી 11.09 ટકા રહ્યા છે.

ટોપર્સ લિસ્ટ

હર્ષ ચૌધરીએ આજે જાહેર થયેલા સીએ ફાઈનલના પરિણામમાં ઓલ ઈન્ડિયા રેન્ક 1 મેળવ્યો છે. તેણે અંતિમ પરિણામમાં 700 માંથી 618 માર્ક્સ મેળવ્યા. ગ્રુપ Aમાં કુલ 65,291 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 13,969 પાસ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 64,775 વિદ્યાર્થીઓએ ગ્રુપ બીની પરીક્ષા આપી હતી જેમાંથી 12,053 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી. બંને જૂથોની એકંદરે પાસ થવાની ટકાવારી 11.09 ટકા છે.

આ પણ વાંચોઃ- GUJCET 2023 Registration: ગુજકેટ 2023 માટે આજથી અરજી પ્રક્રિયા શરુ, કેવી રીતે કરવી અરજી?

આજે જાહેર થયેલા CA ઈન્ટરમીડિયેટના પરિણામમાં ગ્રુપ Aમાં કુલ 1,00,265 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 21,244 પાસ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 79,292 વિદ્યાર્થીઓએ ગ્રુપ બીની પરીક્ષા આપી હતી જેમાંથી 19,380 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી. બંને જૂથોની એકંદરે પાસ થવાની ટકાવારી 12.72 ટકા છે.

આ પણ વાંચોઃ- GATE 2023 Admit Card : ગેટ 2023 એડમિટ કાર્ડ આજે કરો ડાઉનલોડ, ફેબ્રુઆરીમાં થશે પરીક્ષા, જુઓ શેડ્યૂલ

આવી રીતે ચેક કરો પરિણામ

  • રિઝલ્ટ ચેક કરવા માટે ICAIની સત્તાવાર વેબસાઇટ caresuts.icai.org, icai.nic.in અથવા icaiexam.icai.org ઉપર જાઓ
  • અહીં તમને હોમપેજ ઉપર દેખાઇ રહેલા સીએ ફાઇનલ રિઝલ્ટની લિંક પર ક્લિક કરો
  • હવે તમે રોલ નંબર, રજિસ્ટ્રેશન નંબર અને પીન નંબર નોંધીને લોગઇન કરો
  • હવે સીએ રિઝલ્ટ 2022 ફાઇનલ સ્કોરકાર્ડ તમારી સ્ક્રીન પર આવી જશે
  • અંતમાં સીએ રિઝલ્ટ 2022 ફાઇનલ સ્કોરબોર્ડ ડાઉનલોડ કરીને એક પ્રિન આઉટ લઇને પોતાની પાસે રાખી શકો છો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ