GUJCET 2023 Registration Today at gujcet.gseb.org: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનર દ્વારા ગુજકેટ 2023 માટે અરજી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા આજે એટલે કે 6 જાન્યુઆરી 2023થી શરુ થઈ છે. ગુજકેટની પરીક્ષા આપવા ઇચ્છતા ઉમેદવારોએ ગુજકેટની સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org ઉપર જઇને અરજી કરવી. પરીક્ષા માટે (GUJCET 2023 Registration) અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2023 છે.
આ ઉપરાંત, ઉમેદવારો https://gujcet.gseb.org/ આ લિંક પર ક્લિક કરીને આ પરીક્ષા (GUJCET 2023 પરીક્ષા) માટે સીધા જ અરજી કરી શકે છે. ઉપરાંત, નીચે આપેલા આ પગલાંઓ દ્વારા, તમે પણ અરજી કરી શકો છો (GUJCET 2023 નોંધણી). GUJCET 2023 માટે ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ.350 ચૂકવવાના રહેશે. ઉમેદવારો SBIePay સિસ્ટમ (ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ) દ્વારા અથવા દેશની કોઈપણ SBI શાખા દ્વારા અરજી ફી ચૂકવી શકે છે.
GUJCET 2023 રજીસ્ટ્રેશન કેવી રીતે અરજી કરવી
- GUJCET ની સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org ની મુલાકાત લો.
- હોમ પેજ પર ઉપલબ્ધ રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
- જરૂરી વિગતો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
- અરજી ફોર્મ ભરો અને અરજી ફી ચૂકવો.
- સબમિટ પર ક્લિક કરો અને પેજ ડાઉનલોડ કરો.
- વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.
આ પણ વાંચોઃ- NEET PG 2023 : નીટ પીજી 2023 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરુ, 5 માર્ચે થશે પરીક્ષા, આવી રીતે કરો અરજી
પરીક્ષાની અંતિમ તારીખો બોર્ડની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઉમેદવારોને જાણ કરવામાં આવશે. ઉમેદવારોને વધુ અપડેટ્સ અને સૂચનાઓ માટે અધિકૃત વેબસાઇટ — gujcet.gseb.org ને નિયમિતપણે તપાસવાની ભલામણ કરવામાં આવે છે.