CBSE Date Sheet 2025: સીબીએસઈ એ ફેબ્રુઆરીમાં શરૂ થતી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી

CBSE 10th and 12th Time Table 2025: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. આ વખતે 10મા અને 12માની બોર્ડની પરીક્ષા 15મી ફેબ્રુઆરી 2024થી લેવાશે.

Written by Rakesh Parmar
November 20, 2024 22:52 IST
CBSE Date Sheet 2025: સીબીએસઈ એ ફેબ્રુઆરીમાં શરૂ થતી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી
CBSE બોર્ડ પરીક્ષા - photo - social media

CBSE 10th and 12th Time Table 2025: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. આ વખતે 10મા અને 12માની બોર્ડની પરીક્ષા 15મી ફેબ્રુઆરી 2024થી લેવાશે. CBSE દ્વારા તેની અધિકૃત વેબસાઇટ cbse.gov.in પર ધોરણ 10 અને ધોરણ 12 નું સંપૂર્ણ ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ વખતે CBSE એ પરીક્ષા શરૂ થવાના લગભગ 86 દિવસ પહેલા તેની ડેટશીટ જાહેર કરી છે, જેથી બાળકોને પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય મળી શકે. તમને જણાવી દઈએ કે 2023માં CBSEએ 13મી ડિસેમ્બર 2023ના રોજ ધોરણ 10 અને ધોરણ 12ની ડેટ શીટ બહાર પાડી હતી.

ડેટશીટ અનુસાર, સીબીએસઈ સેકેન્ડરી સ્કૂલ પરીક્ષા 2025 (ધોરણ 10) 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ 18 માર્ચ 2025 સુધી ચાલશે. સીબીએસઈ સિનીયર સ્કૂલ સર્ટિફિકેટ એગ્ઝામિનેશન 2025 (ધોરણ 12) માટે પણ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ 4 એપ્રિલ 2025 સુધી ચાલશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ