ECI Recruitment 2026: કોલેજ પાસ અને કમ્પ્યુટરના જાણકાર માટે ચૂંટણી પંચમાં નોકરીની સારી તક, અહીં વાંચો બધી માહિતી

ECI data entry operator Recruitment 2026 : જે યુવાનો કમ્પ્યુટર સંબંધિત કામમાં રસ ધરાવે છે અને પ્રતિષ્ઠિત પદ પર કામ કરવા માંગે છે તેઓ આ ડેટા એન્ટ્રી ઓપરેટર પદ માટે અરજી કરી શકે છે. ભરતી અંગેની તમામ માહિતી આ લેખમાં આપેલી છે.

ECI data entry operator Recruitment 2026 : જે યુવાનો કમ્પ્યુટર સંબંધિત કામમાં રસ ધરાવે છે અને પ્રતિષ્ઠિત પદ પર કામ કરવા માંગે છે તેઓ આ ડેટા એન્ટ્રી ઓપરેટર પદ માટે અરજી કરી શકે છે. ભરતી અંગેની તમામ માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
New Update
ECI Recruitment 2026

ભારતીય ચૂંટણી પંચ ભરતી Photograph: (freepik)

ECI Recruitment 2026: ગ્રેજ્યુએટ ઉમેદવારો કે જેઓ કમ્પ્યુટર પર કામ કરવાનું જાણે છે તેમના માટે સારી નોકરીની ઓફર છે. ભારતના ચૂંટણી પંચને ડેટા એન્ટ્રીનું કામ કેવી રીતે કરવું તે જાણતા લાયક યુવાનોની જરૂર છે. ભારતીય ચૂંટણી પંચે તાજેતરમાં જ તેના કાર્યાલય માટે ભરતીની જાહેરાત જાહેર કરી છે. બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (BECIL) એ તેની સત્તાવાર વેબસાઇટ www.becil.com પર આ નવી ખાલી જગ્યા માટે સૂચના જાહેર કરી છે. અરજીઓ ઑફલાઇન સ્વીકારવામાં આવી રહી છે.

Advertisment

જે યુવાનો કમ્પ્યુટર સંબંધિત કામમાં રસ ધરાવે છે અને પ્રતિષ્ઠિત પદ પર કામ કરવા માંગે છે તેઓ આ ડેટા એન્ટ્રી ઓપરેટર પદ માટે અરજી કરી શકે છે. ભરતી અંગેની તમામ માહિતી આ લેખમાં આપેલી છે. 

ચંટણી પંચ ભરતીની મહત્વની માહિતી

સંસ્થાબ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (BECIL)
વિભાગભારતીય ચૂંટણી પંચ (ECI)
પોસ્ટડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)
જગ્યા10
વય મર્યાદામહત્તમ 35 વર્ષ
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ5 માર્ચ 2026
સત્તાવાર વેબસાઇટwww.becil.com

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ.
  • કમ્પ્યુટરનું સારું જ્ઞાન હોવું જોઈએ.
  • MS Excel સાથે કામ કરવાનો અનુભવ હોવો જોઈએ.
  • અંગ્રેજીમાં ઓછામાં ઓછા 35 શબ્દો પ્રતિ મિનિટની ટાઇપિંગ ગતિ હોવી જોઈએ.
Advertisment

વય મર્યાદા

અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ.

પગાર

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹24,356 પ્રતિ માસ પગાર મળવા પાત્ર રહેશે

પસંદગી પ્રક્રિયા

શોર્ટલિસ્ટિંગ, ઇન્ટરવ્યુ/મૂલ્યાંકન/કૌશલ્ય કસોટી (ઇમેઇલ દ્વારા સૂચિત કરવામાં આવશે)

અરજી ફી

આ ભરતી માટે અરજી કરવા માટે SC/ST/PWD અરજદારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. જ્યારે અન્ય તમામ શ્રેણીઓના ઉમેદવારોએ ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા રૂ. 295/- ની અરજી ફી ચૂકવવાની રહેશે.

કેવી રીતે અરજી કરવી?

  • આ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી માટે તમારે ઑફલાઇન અરજી કરવી પડશે.
  • સૌપ્રથમ, સૂચનામાંથી અરજી ફોર્મેટ પ્રિન્ટ કરો.
  • આ ફોર્મમાં, તમે જે પોસ્ટ માટે અરજી કરી રહ્યા છો તેની વિગતો, નામ, પિતાનું નામ, જન્મ તારીખ, આધાર નંબર, પાન કાર્ડ, કાયમી
  • સરનામું, પત્રવ્યવહાર સરનામું, શૈક્ષણિક/વ્યાવસાયિક લાયકાત, કાર્ય અનુભવ વગેરે યોગ્ય રીતે ભરો.
  • આપના શૈક્ષણિક/વ્યાવસાયિક પ્રમાણપત્રો, 10 મા ધોરણનું પ્રમાણપત્ર/જન્મ પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, અનુભવ પ્રમાણપત્ર (જો કોઈ
  • હોય તો), પાન કાર્ડ, આધાર કાર્ડ, EPF/ESIC કાર્ડની સ્વ-પ્રમાણિત ફોટોકોપીઓ અરજી ફોર્મ સાથે જોડો.
  • જો અરજી ફી ભરી રહ્યા છો, તો ડિમાન્ડ ડ્રાફ્ટની નકલ, તારીખ અને ફીની વિગતો ઉપર આપો.

આ પણ વાંચોઃ- GPSC Bharti 2026: આવા ઉમેદવારો માટે ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, પગાર પણ મળશે તગડો, શું જોઈએ લાયકાત?

નોટિફિકેશન

અરજી મોકલવાનું સરનામું

આ અરજી ફોર્મ બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (BECIL) ને 'BECIL ભવન, C-56/A-17, સેક્ટર-62, નોઇડા-201307 UP' પર મોકલો.

કરિયર નોકરી ભરતી