GPSC Bharti 2026: આવા ઉમેદવારો માટે ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, પગાર પણ મળશે તગડો, શું જોઈએ લાયકાત?

Ojas GPSC recruitment 2026 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ ઈજનેર પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

Ojas GPSC recruitment 2026 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ ઈજનેર પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

author-image
Ankit Patel
New Update
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી Photograph: (GPSC)

ojas GPSC recruitment 2026 : ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હાથ ધરી છે. જીપીએસસી દ્વારા ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકની વિવિધ ઈજનેરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. 

Advertisment

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ ઈજનેર પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે. 

ઓજસ નવી ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
વિભાગગુજરાત મેરીટાઈન બોર્ડ
પોસ્ટવિવિધ ઈજનેર
જગ્યા7
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદાવિવિધ
અરજી કરવાની છેલ્લી તારીખ5 માર્ચ 2026
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in/

GPSC Bharti 2026, પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
કાર્યપાલક ઈજનેર.(સિવિલ), વર્ગ-11
નાયબ કાર્યપાલક ઈજનેર,(સિવિલ) વર્ગ-21
નાયબ કાર્યપાલિક ઈજનેર (યાંત્રિક), વર્ગ-21
મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-21
મદદનીશ ઈજનેર (વિદ્યુત), વર્ગ-21
મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-22
કુલ7
Advertisment

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારોએ જેતે ફિલ્ડમાં એન્જીનિયરિંગની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. આ ઉપરાંત જે તે પોસ્ટ માટે માંગેલી શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
  • ગુજરાત અને હિંદી બંને ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.

વય મર્યાદા

ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. સરકારના ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

પોસ્ટપગાર
કાર્યપાલક ઈજનેર.(સિવિલ), વર્ગ-1₹67,700-₹2,08,700
નાયબ કાર્યપાલક ઈજનેર,(સિવિલ) વર્ગ-2₹53,100-₹1,67,000
નાયબ કાર્યપાલિક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2₹53,100-₹1,67,000
મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2₹44,900-₹1,42,400
મદદનીશ ઈજનેર (વિદ્યુત), વર્ગ-2₹44,900-₹1,42,400
મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-2₹44,900-₹1,42,400

આ પણ વાંચોઃ- GSSSB bharti 2026: દિવ્યાંગો માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, ₹40,800 પગાર

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારે પહેલા https://gpsc-ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું
    અહીં જીપીએસસીની વિવિધ ભરતીઓ દેખાશે.
  • જેતે ભરતી માટે અરજી કરવાની હોય તેની સામે એપ્લાય પર ક્લિક કરવું
  • અહીં માંગેલી વિગતો ભરી અને ફી ચૂકવણી કરીને ફોર્મ સબમીટ કરવું
  • અરજી અંતિમ સબમિટ કરીને પ્રીન્ટ કાઢી લેવી.
કરિયર જીપીએસસી નોકરી ભરતી સરકારી નોકરી