/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/GSSSB-Recruitment-2025.jpg)
GSSSB Senior Surveyor Recruitment 2026 Overview: ગુજરાતમાં રહેતા અને સરકારી નોકરી શોધી રહેલા દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીના સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામકની કચેરીમાં સિનિયર સર્વેયર વર્ગ-3ની કુલ પાંચ જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.
ઓજસ નવી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, વિભાગ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
ઓજસ GSSSB ભરતી ની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| વિભાગ | મહેસૂલ વિભાગ |
| પોસ્ટ | સિનિયર સર્વેયર, વર્ગ-3 |
| જગ્યા | 5 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા | 18થી 35 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 3-3-2026 |
| ક્યાં અરજી કરવી? | https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની વિગતો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામકની કચેરીમાં સિનિયર સર્વેયર વર્ગ-3ની કુલ પાંચ જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઉમેદવારો 3 માર્ચ 2026ના રોજ અંતિમ તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
GSSSB Bharti 2026 માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોએ સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી સિવિલ અથવા આર્કિટેક્ચર અથવા કમ્પ્યુટર સાયન્સ અને એન્જીનીયરિંગ અથવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અથવા ઈલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુનિકેશન અથવા ઈલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્પ્યુનિકેશનમાં એન્જિનીયરિંગ-ટેક્નોલોજીમાં સ્નાતિકની પદવી અથવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં વિજ્ઞાન સ્નાતક અથવા કમ્પ્યુટર એપ્લિકેશનમાં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ.
વય મર્યાદા
આ ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારના ધારાધોરણ પ્રમાણે ઉમેદવારો દિવ્યાંગતાના પ્રકાર પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ રહેશે. જોકે, મહત્તમ મર્યાદા 45 વર્ષની રહેશે.
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹40,800 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. ત્યારબાદ પાંચ વર્ષના અંતે સંતોષકારક કામગીરી જણાતા સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹29,200-₹92,300 લેવલ-5 પ્રમાણે નિયમિત નિમણૂક મેળવવા પાત્ર રહેશે.
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us