/indian-express-gujarati/media/media_files/2026/03/05/final-result-of-unarmed-psi-recruitment-2026-03-05-17-51-19.jpg)
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરનું અંતિમ પરીણામ. Photograph: (@GujaratPolice/X)
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ જાહેર કરયું છે. બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત કુલ 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરનું અંતિમ પરીણામ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પો.સ.ઇ.ની કુલ-472 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 4,60,000 થી વધુ બિન હથિયારી પો.સ.ઈ.ના ઉમેદવારોની જાન્યુઆરી/ફેબ્રુઆરી-2025 માં શારીરિક કસોટી લેવામાં આવેલ અને શારીરિક કસોટીમાં ઉતિર્ણ થયેલા 1 લાખથી વધુ ઉમેદવારોની પેપર-1 (MCQ)-200 ગુણ તથા પેપર-2 (Subjective) 100 ગુણ મળી કુલ-300 ગુણની લેખિત પરીક્ષા તા.13.04.2025ના રોજ લેવામાં આવી હતી.
પો.સ.ઇ. કેડરના પરીક્ષા નિયમો મુજબ 1025 ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ કુલ-472 ઉમેદવારોની આખરી પસંદગી યાદી (Final Selection List) તથા 95 ઉમેદવારોની પ્રતિક્ષા યાદી (Waiting List) ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર આજે તા.5.3.2026ના રોજ જાહેર કરવામાં આવ્યું છે.
આખરી પસંદગી યાદી (Final Selection List) તથા પ્રતિક્ષા યાદી (Waiting List)માં સમાવેશ થયેલ ઉમેદવારોની નિમણુંક અંગેની આગળની કાર્યવાહી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવશે.
ભવિષ્યની હાઈ-પેઈંગ જોબ, જાણો કેવી રીતે બનવું AI કન્સલ્ટન્ટ અને કેટલી મળે છે સેલરી
આગામી દિવસોમાં નિમણૂક અપાશે
વાંધા-સૂચનોની સમીક્ષા બાદ હવે ભરતી બોર્ડે અંતિમ પસંદગી યાદી જાહેર કરી છે, તેમાં કુલ 472 ઉમેદવારોની ફાઇનલ સિલેક્શન લિસ્ટ અને 95 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક અંગેની આગળની કાર્યવાહી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us