GPSC Exam 2023: જીપીએસસી દ્વારા 2023માં લેવામાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર, જાણો આ વર્ષે કેટલી છે ભરતી

GPSC Exam Calendar 2023: જીપીએસસીના કેલેન્ડરમાં 2023માં યોજાનારી તમામ ભરતી ક્યારે યોજાશે તેની તમામ વિગતો દર્શાવવામાં આવી છે

GPSC Exam Calendar 2023: જીપીએસસીના કેલેન્ડરમાં 2023માં યોજાનારી તમામ ભરતી ક્યારે યોજાશે તેની તમામ વિગતો દર્શાવવામાં આવી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

જીપીએસસી દ્વારા વર્ષ 2023માં લેવામાં આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું (પ્રતિકાત્મક તસવીર)

GPSC Exam Calendar 2023: ગુજરાત જાહેર સેવા આયોગ-જીપીએસસી દ્વારા વર્ષ 2023માં લેવામાં આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર આગામી મે મહિનાથી ડિસેમ્બર સુધી વિવિધ 96 પરીક્ષાઓ લેવામાં આવશે. જીપીએસસીના કેલેન્ડરમાં 2023માં યોજાનારી તમામ ભરતી ક્યારે યોજાશે તેની તમામ વિગતો દર્શાવવામાં આવી છે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓનું જીપીએસસી કેલેન્ડર

જીપીએસસીના કેલેન્ડર પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2023માં મે મહિનામાં કુલ 12 પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સમાજ સુરક્ષા અધિકારી-2, નાયબ નિયામક, ઇએનટી સર્જન, કાયદા અધિક્ષક, ટેકનિકલ ઓફિસર સહિતની અનેક ભરતી યોજાનાર છે. આ પરીક્ષાની જાહેરાત 15 મે ના રોજ કરવામાં આવશે. જૂન 2023માં કુલ 15 અલગ-અલગ જગ્યાઓ પર પરીક્ષા લેવામાં આવશે. જ્યારે જુલાઈ મહિનામાં 19 જેટલી જગ્યાઓ પર પરીક્ષા લેવાશે.

આ પણ વાંચો - ગુજરાતમાં દાયકામાં ડઝનથી વધુ સરકારી ભરતીની પરીક્ષા રદ કરાઇ, ‘પેપર લીક કાંડ’ની ઘટનાઓ પર એક નજર

ઓગષ્ટ મહિનામાં 6, સપ્ટેમ્બર મહિનામાં 14 જેટલી અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે. ઓક્ટોબરમાં 14, નવેમ્બર મહિનામાં કુલ 7 અને ડિસેમ્બર મહિનામાં પણ 13 જેટલી પરીક્ષા જીપીએસસી દ્વારા લેવામાં આવશે.

પેપર લીકના કારણે જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ

ગુજરાતમાં 29 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા આ પરીક્ષા રદ કરવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના મતે આ મોકુફ રાખવામા આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

Advertisment
કરિયર કરિયર ટીપ્સ ગુજરાત ગુજરાત સરકાર ગુજરાતી ન્યૂઝ ભરતી સરકારી નોકરી