ગુજરાતમાં ફરી વાર સરકારી નોકરી માટે લેવાતી પરીક્ષાનું પેપર ફુંટતા સરકારી તંત્રની નિષ્ફળતા, બેદકકારી, ભ્રષ્ટાચારનું ચિત્ર સ્પષ્ટ થાય છે. ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 29 જાન્યુઆરીના રોજ લેવાનાર ક્લાસ – 3 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુંટતા પરીક્ષા રદ કરવામાં આવી છે. આ સાથે જ સરકારી નોકરીનું સપનું જોતા લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત અને સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. સરકારી નોકરી માટેની પરીક્ષાનું પેપર લીક થયુ હોય તેવી આ પહેલી ઘટના નથી. ગુજરાતમાં ઘણા વર્ષોથ સરકારી નોકરીની પરીક્ષાઓની પેપર લીક થયા છે અને તેના કારણ ઘણી વખત તો લેવાયેલી પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. જાણો છેલ્લા એક દાયકામં ક્યારે – કઇ પરીક્ષાનું પેપર લીક થયું.
છેલ્લા એક દાયકામાં ડઝનથી વધારે પેપર લીકની ઘટનાઓ ઘટી
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીકની ઘટનાએ હવે કઇ નવી વાત નથી. વર્ષ 2014થી દર વર્ષે કોઇને કોઇને સરકારી નોકરીની પરીક્ષાના પેપર લીક ઘટવાની ઘટના ઘટી રહી છે. વર્ષ 2014થી લગભગ વિવિધ 14 સરકારી પરીક્ષાઓમાં ‘પેપર લીક કાંડ’ થયા છે અને તેના લધી સ્પર્ધાત્મક પરીક્ષા કરવામાં આવી છે. એલઆરડી, તલાટી અને સચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ પેપર લીક થવાને કારણે બે-બે વખત કેન્સલ કરવામાં આવી છે. વર્ષ 2014થી પેપર લીક અને પરીક્ષ રદ થવાની ઘટનાઓ…
ગુજરાતમાં સરકારી નોકરી અને પરીક્ષા રદ થવાના મહત્વપૂર્ણ સમાચારો ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ, વધુ એક સરકારી નોકરીની પરીક્ષાનું પેપર લીક થયું જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર વડોદરાથી ફુટ્યું, ATS દ્વારા 15 લોકોની ધરપકડ
ક્યારે – કઇ સરકારી નોકરીની પરીક્ષાનું પેપર ફુંટ્યું
- 2014માં જીપીએસસી ચીફ ઓફિસરની પરીક્ષા
- 2015માં તલાટીની પરીક્ષા
- 2016માં મુખ્ય સેવિકા પેપર લીક
- 2016માં જિલ્લા પંચાયત તલાટી પરીક્ષા
- 2018માં તલાટીનું પેપર લીક
- 2018માં ટાટનું પેપર લીક
- 2018માં નાયબ ચીટનીસ પેપર લીક
- 2018માં વન રક્ષક પેપર કેન્સલ
- 2018માં કોન્સ્ટેબલ પેપર લીક
- 2019માં બિન સચિવાલય ક્લાર્ક પેપર લીક
- 2021માં સબ ઓડિટર લીક
- 2021માં હેડ ક્લાર્ક પેપર લીક
- 2021માં DGVCL વિદ્યુત સહાયક
- 2022માં વન રક્ષકનું પેપર લીક
- 2023માં જુનિયર ક્લાર્કનું પેપર લીક