ગુજારતમાં 29 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા આ પરીક્ષા રદ કરવામાં આવી છે. ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જુનિયર ક્લાર્કના પદ માટેની પરીક્ષા 29 જાન્યુઆરી 2023ના રોજ રાજ્યભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર 11 કલાકે યોજવાની હતી. જો કે પેપર લીક થતા આ પરીક્ષા રદ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે એક યુવક પાસેથી જુનિયર ક્લાર્કની પરીક્ષાના પ્રશ્નપત્રોની નકલ મળી આવતા તેની ધરપકડ કરાઇ છે. ઉલ્લેખનિય છે કે, આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં રાજ્યભરમાં લગભગ 9 લાખ પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા.
પેપર વડોદરાથી લીક થયું
આજે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર વડોદરાથી લીક થયુ છે. પ્રાથમિક માહિતી અનુસાર આજે ગુજરાતભરમાં યોજાનાર પંચાયત સેવા પસંદગી મંડળીની ક્લાસ-3 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર વડોદરાના એક ક્લાસિસમાંથી ફૂટ્યુ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરની નકલ વડોદરાના એક ક્લાસિસ સેન્ટર પર પહોંચી હતી અને આ નકલ લેવા માટે કટંલાંક ઉમેદવારો આવ્યા હતા. પ્રાથમિક માહિતીના આધારે ગુજરાત એટીએસની ટીમે શનિવારની મોડી રાત્રે વડોદરાના આ ક્લાસિસ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હોવાની અને 15 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી છે.
પેપક લીકનું અન્ય રાજ્યમાં કનેક્શન
ગુજરાતમાં આજે યોજનાર પંચાયત સેવા પસંદગી મંડળીની ક્લાસ-3 જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થવાને કારણે રદ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ પરીક્ષાનું પેપર ગુજરાતની બહારથી લીક થયુ હોવાની શંકા સેવાઇ રહી છે અને તેમાં તેલંગાણા, બિહાર, ઓરિસ્સા સહિતના અન્ય રાજ્યોના ઇસમોની સંડોવણી હોવાનો અંદાજ મૂકાયો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ, વધુ એક સરકારી નોકરીની પરીક્ષાનું પેપર લીક થયું
ATS દ્વારા 15 લોકોની ધપકડક
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુંટવાની સાથે જ પોલીસ દ્વારા સધન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગુજરાતની એટીએસ અલગ-અલગ ટીમો ઉપરોક્ત અલગ-અલગ રાજ્યોમાં તપાસ માટે રવાના કરવામાં આવી છે. હાલ એટીએસ ટીમ દ્વારા લગભગ શંકાસ્પદ 15 વ્યક્તિઓની ધરપકડ કરાઇ છે.