GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 67 વિભાગોમાં 378 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

GPSC Recruitment 2025: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મેગા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

GPSC Recruitment 2025: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મેગા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 67 વિભાગોમાં 378 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત.

GPSC Recruitment 2025-2026: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મેગા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. GPSC દ્વારા કુલ 67 જુદા જુદા વિભાગોમાં 378 જગ્યાઓ માટે ભરતી કરવા અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને પગલે સરકારી નોકરી મેળવવાની ઈચ્છા રાખતા લાખો ઉમેદવારોને મોટી તક મળી છે.

Advertisment

ગુજરાત જાહેર સેવા આયોગમાં મેગા ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર. 44/2025-26 થી જા.ક્ર. 110/2025-26 તારીખ-29/11/2025 (બપોરનાં 13:00 કલાક) થી તારીખ-13/12/2025 (રાત્રિનાં 11:59:00 કલાક) સુધી Online અરજીઓ મંગાવવામાં આવી છે. સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર, ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાનાં ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જોવાનું રહેશે.

GPSC Recruitment 2025-2026
GPSC દ્વારા કુલ 67 જુદા જુદા વિભાગોમાં 378 જગ્યાઓ માટે ભરતી.

GPSC અરજી માટેની મહત્વની તારીખો

GPSC ના નોટિફિકેશન મુજબ, આ ભરતી માટેના ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત 29/11/2025 (બપોરનાં 13:00 કલાક) થી થઈ જશે. આ સાથે જ રસ ધરાવતા ઉમેદવારો 13/12/2025 (રાત્રિનાં 11:59:00 કલાક) સુધી Online અરજી કરી શક્શે. આ ભરતી પ્રક્રિયામાં લાયકાત અને અન્ય વિગતો સંબંધિત માહિતી GPSC ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉમેદવારોને ભરતી સંબંધિત સંપૂર્ણ વિગતો જાણ્યા બાદ જ અરજી કરવા અપીલ કરવામાં આવે છે.

GPSC ભરતી વધુ માહિતી માટે પીડીએફ જુઓ

GPSC ના નોટિફિકેશનમાં સ્પષ્ટ જણાવાયું છે કે, જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર જોયા બાદ જ ઉમેદવારે https://gpsc-ojas.gujarat.gov.in પર Online અરજી કરવાની રહેશે. ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. સદરહુ જાહેરાતોમાં કોઈપણ કારણોસર દર્શાવેલ જગ્યાઓમાં ફેરફાર થઈ શકે છે અથવા જાહેરાત રદ્દ થઈ શકે છે.

Advertisment
કરિયર ટીપ્સ અમદાવાદ ગુજરાત કરિયર સરકારી નોકરી