Talati And Junior Clerk Exam Date: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જૂનિયર ક્લાર્ક (વહીવટ-હિસાબ) વર્ગ-3 સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષા પહેલા 8 જાન્યુઆરીના 2023ના રોજ યોજાનાર હતી પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોવાથી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનું નક્કી કરાયું છે. આ પરીક્ષા હવે 29 જાન્યુઆરી 2023ને રવિવારના રોજ સવારે 11થી 12 કલાક દરમિયાન યોજાશે.
તલાટી કમ-મંત્રીની પરીક્ષાની તારીખમાં પણ ફેરફાર
આ કારણોથી જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ-મંત્રી) વર્ગ-3 સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખ પણ બદલવામાં આવી છે. જોકે આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઇ નથી. આ પરીક્ષાની નવી તારીખ મંડળ દ્વારા આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની કુલ 1181 જગ્યાઓ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જૂનિયર ક્લાર્ક (JUNIOR CLERK) (વહીવટ/હિસાબ) (વર્ગ-3)ની કુલ 1181 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી.
આ પણ વાંચો – ગુજરાત હાઇકોર્ટમાં લીગલ આસિસ્ટન્ટની ભરતી, અહીં વાંચો સંપૂર્ણ વિગત
તલાટી કમ મંત્રીની કુલ 4337 જગ્યાઓ પર ભરતી
મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરીની (તલાટી કમ મંત્રી) કુલ 4337 જગ્યાઓ પર ભરતી બહાર પાડી હતી. આ જગ્યાઓમાં સમાન્ય માટે 1557, ઈડબ્લ્યુએસ માટે 331, એસઈબીસી માટે 851, અનુસુચિત જાતિ માટે 259, અનુસુચિત જન જાતિ માટે 439, દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા 251, માજી સૈનિક માટે અનામત જગ્યા 330 રાખવામાં આવી છે.