scorecardresearch

Gujarat high court recruitment: ગુજરાત હાઇકોર્ટમાં લીગલ આસિસ્ટન્ટની ભરતી, અહીં વાંચો સંપૂર્ણ વિગત

Gujarat hight court recruitment: ગુજરાત હાઇકોર્ટ દ્વારા લીગલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરી છે. સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે હાઇકોર્ટમાં લીગલ આસિસ્ટન્ટની 28 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટમાં ભરતી
ગુજરાત હાઇકોર્ટમાં ભરતી

Gujarat high court Recruitment: ગુજરાત હાઇકોર્ટમાં નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા લીગલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરી છે. સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે હાઇકોર્ટમાં લીગલ આસિસ્ટન્ટની 28 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

ભરતી અંગે મહત્વની માહિતી

પોસ્ટનું નામ લીગલ આસિસ્ટન્ટ
અરજી નંબર RC/B/1320/2022
કુલ જગ્યા 28
છેલ્લી તારીખ 31/12/2022
અરજી પ્રકાર ઓનલાઈન

ગુજરાત હાઈકોર્ટ દ્વારા 28 લીગલ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત
  • ભારતમાં અથવા અન્ય માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.
  • રાજ્યની બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે નોંધણી થયેલ હોવી જોઈએ. (કામચલાઉ નોંધણી પણ પાત્ર છે.)
  • કોમ્પ્યુટરની જાણકારી જરૂરી.
પગાર ધોરણ

મહીને ફિક્સ મહેનતાણું રૂ. 20,000/-

વય મર્યાદા

18 થી 35 વર્ષ

આ પણ વાંચોઃ- Career success tips: કરિયરમાં સફળતા મેળવવા માટે આ 3 વાતોનું રાખો ધ્યાન, દરેક નિર્ણયમાં મળશે સફળતા

અરજી ફી
  • તમામ ઉમેદવારોને રૂપિયા 500 અરજી ફી ચુકવવાની રહેશે.
  • પેમેન્ટ ડેબીટ કાર્ડ / ક્રેડીટ કાર્ડ / નેટ બેન્કિંગ / ઈ- ચલણ અને ઓફ લાઈન ચલણ થી કરવાનું રહેશે.

આ પણ વાંચોઃ- ઇસરોમાં આસિસ્ટન્ટ બનવાની તક, આ નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર

ભરતી પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, વાઈવા વોઈસ ટેસ્ટ (ઈન્ટરવ્યુ) અને મેરીટ મુજબ થશે (નિયમો અનુસાર)

નોટિફિકેશન
કેવી રીતે અરજી કરવી ?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ભરતી અંગે મહત્વની તારીખો

અરજી કરવાની શરુઆતની તારીખ 15/12/2022
અરજી કરવાની છેલ્લી તારીખ 31/12/2022

Web Title: Gujarat high court recruitment notification government jobs

Best of Express