GSEB 10th Result 2025: આજે સવારે 8 વાગ્યે આવશે ગુજરાત બોર્ડ ધો-10નું પરિણામ, આ રીતે ચેક કરો

GSEB 10th Result 2025: ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ આવતીકાલે એટલે તારિખ 08/05/2025 ને ગુરુવારના રોજ સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે.

GSEB 10th Result 2025: ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ આવતીકાલે એટલે તારિખ 08/05/2025 ને ગુરુવારના રોજ સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
GSEB 10th Result 2025, Gujarat Class 10th Result,

આવતીકાલે સવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. (Express photo by Gurmeet Singh)

GSEB 10th Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ આજે તારીખ 08/05/2025 ને ગુરુવારના રોજ સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો સીટ નંબર સેન્ડ કરીને રિઝર્લ્ટ જાણી શકશે.

આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુંભાર ડિંડોરે એક ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે પોતાના એક્સ હેન્ડલ દ્વારા ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે,"ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.08/05/2025 ના રોજ સવારે 08.00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરી મેળવી શકશે.

,

વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડનું પરિણામ 2025 સત્તાવાર વેબસાઇટ gseb.org પર જોઇ શકાશે. બે દિવસ પહેલા ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. ગુજરાત શિક્ષણ બોર્ડે વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર કર્યું હતું.

Advertisment
કરિયર ગુજરાત ગુજરાત બોર્ડ પરીક્ષા શિક્ષણ