માર્ચ મહિનાની 14મી તારીખથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે આ વર્ષ આશરે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં 16.55 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનારા છે. જોકે, ધોરણ 12ના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ઇજનેરી કરા મેડિકલ લાઇનમાં વિદ્યાર્થીઓનો ધસારો વધારે થયો હોય એવું આંકડા પરથી જોવા મળી રહ્યું છે. બીજી તરફ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ સાથેનો એક્શન પ્લાન જાહેર કર્યો હતો. આ વર્ષે રાજ્યમાં ધો.10-12ના કુલ 16.55 લાખી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. આ વર્ષે રાજ્યના 83 ઝોનમાં 1623 કેન્દ્રોમાં 5541 બિલ્ડિંગોમાં 56633 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે. સ્ટેટ લેવલે પરીક્ષાના બે દિવસ પહેલા 24 કલાકનો કંટ્રોલ રૂમ શરૂ કરાશે અને દરેક જિલ્લામાં પરીક્ષા સમિતિ બનશે.
ઈજનેરી કરતા મેડિકલ માટે વિદ્યાર્થીઓ લગભગ બમણા થયા
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ધોરણ 12 સાન્યસમાં છેલ્લા કેટલાક વર્ષોથી એ ગ્રુપની સરખામણીએ બી ગ્રુપના વિદ્યાર્થીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. 12 સાયન્સ પછી ઈજનેરીમાં પ્રવેશ માટેના વિદ્યાર્થીઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં ચાલુ વર્ષના રેગ્યુલર વિદ્યાર્થીઓમાં એ ગ્રુપમાં માત્ર 40,414 વિદ્યાર્થીઓ છે. જે અંતર્ગત વર્ષ કરતા ઘટ્યાં છે. જ્યારે બી ગ્રુપમાં આ વર્ષે 69,936 વિદ્યાર્થીઓ છે. એબી ગ્રૂપના 32 વિદ્યાર્થી છે.
આ પણ વાંચોઃ- ONGC અમદાવાદમાં 56 જગ્યાઓ ઉપર થશે ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ચાલુ વર્ષના એ, બી અને એબી ગ્રુપના કુલ મળીને 11,0382 વિદ્યાર્થીઓ છે. 12 સાયન્સમાં અગાઉ નાપાસ થયેલા આ વર્ષે ફરીથી પરીક્ષા આપનારા રીપિટર 16,395 વિદ્યાર્થી છે. જેમાં એ ગ્રુપમાં 4438, બી ગ્રૂપમાં 11948 અને એબી ગ્રૂપમાં 9 વિદ્યાર્થીઓ છે. આ વર્ષે 12 સાયન્સની પરીક્ષા આપનારાએ ગ્રુપના કુલ 44,852 વિદ્યાર્થીઓ સામે બી ગ્રુપના 81,884 વિદ્યાર્થીઓ છે એટલે કે એ ગ્રુપ કરતા બી ગ્રુપના વિદ્યાર્થીઓ 45 ટકા વધારે છે.
કુલ 1623 કેન્દ્રો પર 16.55 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ગુજરાત શિક્ષણ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં ધોરણ 10-12ના કુલ 16.55 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વર્ષે રાજ્યના 83 ઝોનમાં 1623 કેન્દ્રોમાં 5541 બિલ્ડિંગોમાં 56,633 બ્લોકમાં પરીક્ષા લેવાશે. સ્ટેટ લેવલે પરીક્ષાના બે દિવસ પહેલા 24 કલાકનો કંટ્રોલરૂમ શરૂ કરાશે અને દરેક જિલ્લામાં પરીક્ષા સમિતિ બનશે.
ગુજરાત શિક્ષણ બોર્ડના એક્શન પ્લાન મુજબ ધો.10માં 83 ઝોન નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 958 કુલ પરીક્ષા કેન્દ્રો છે. જેમાં 3127 બિલ્ડીંગોમાં 31,816 વર્ગ ખંડો બ્લોકમાં પરીક્ષા લેવાશે. ધોરણ 10માં આ વ્રષના રેગ્યુલર 74,1337, પ્રાઇવેટ રેગ્યુલર 11,258, રીપિટર 16,5576, પ્રાઇવેટ રીપિટર 5472, છોકરાઓની સંખ્યા 53,82,230 અને છોકરીઓની સંખ્યા 41,8523 નોંધાઈ છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 56 ઝોન નક્કી કરાયા છે. જેમાં 525 કેન્દ્રોમાં 1833 બિલ્ડિંગોમાં 18,389 બ્લોકમાં પરીક્ષા લેવાશે.
આ પણ વાંચોઃ- જુસ્સાને સલામ : બોલવા-સાંભળવામાં અને આંખોથી દિવ્યાંગ યુવતી બોર્ડની પરીક્ષા આપી ઇતિહાસ રચશે
ધોરણ 12 સામાન્ય પ્રમાણમાં આ વર્ષે રેગ્યુલર 480794, રીપિટર 29,981, આઇસોલેટેડ 7280 ખાનગી રેગ્યુલર 34,617 અને ખાનગી સાયન્સમાં રેગ્યુલરમાં એ ગ્રૂપના 40,414, બી ગ્રૂપના 69,936 અને એબી ગ્રુપના 32 સહિત ચાલુ વર્ષના રેગ્યુલર 11,0382 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે રીપિટર તરીકે એ ગ્રૂપમાં 4438, બી ગ્રૂપમાં 11,849 અને એબી ગ્રૂપમાં 9 સહિત 16,395 વિદ્યાર્થીઓ છે.
કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે
ગુજરાતની જેલોમાં બંદીવાન 157 કેદીઓ પણ આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10માં અમદાવાદમાંથી 37, વડોદરામાંથી 13, રાજકોટમાંથી 30 અને સુરતાંથી 21 કેદી સહિત 101 કેદી પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદમાંથી 22, વડોદરામાંથી 6, રાજકોટમાંથી 11 અને સુરતમાંથી 17 કેદી સહિત 56 કેદીઓ આ વર્ષે પરીક્ષા આપશે. ગત વર્ષે ધોરણ 10માં 76 અને ધોરણ 12માં 46 કેદીઓ પરીક્ષા આપી હતી.