Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 14 માર્ચથી શરૂ થશે

Gujarat Board Exams 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો

Gujarat Board Exams 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર (Representative image. Express photo)

Gujarat Board 10 And 12th Exam Time Table : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 14 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી 25 માર્ચ સુધી ચાલશે. જ્યારે ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે.

ધોરણ 10નું ટાઈમ ટેબલ

14 માર્ચ- ગુજરાતી
16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી​​

12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ

14 માર્ચ- નામના મૂળતત્વ
15 માર્ચ- તત્વ જ્ઞાન
16 માર્ચ- આંકડાશાસ્ત્ર
17 માર્ચ- અર્થશાસ્ત્ર
20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા
21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા)
24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા)
25 માર્ચ- હિન્દી
27 માર્ચ- કોમ્પ્યુટર
28 માર્ચ- સંસ્કૃત
29 માર્ચ- સમાજ શાસ્ત્ર

આ પણ વાંચો - જીપીએસસીએ સાત પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર કર્યું છે, અહીં જાણો કઈ પરીક્ષા ક્યારે લેવાશે

12 સાયન્સ પ્રવાહનું ટાઈમ ટેબલ

14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન
16 માર્ચ- રસાયણ વિજ્ઞાન
18 માર્ચ- જીવ વિજ્ઞાન
20 માર્ચ- ગણિત
23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)
25 માર્ચ- કોમ્પ્યુટર

સીબીએસઈની ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને (CBSE) ગુરુવારે વર્ષ 2023માં યોજાનારી 10 અને 12 બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. સીબીએસઈની આધિકારિક સાઇટ cbse.gov.in પર ટાઇમ ટેબલ ઉપલબ્ધ છે.

ધોરણ 10 માટે સીબીએસઈ બોર્ડ પરીક્ષા 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે અને 21 માર્ચ 2023ના રોજ સમાપ્ત થશે. જ્યારે ધોરણ 12 બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીએ શરુ થશે અને 5 એપ્રિલ 2023 સુધી ચાલશે. મોટાભાગની પરીક્ષાઓ ત્રણ કલાકની રહેશે અને બપોરે 1.30 કલાકે સમાપ્ત થશે. જ્યારે કેટલીક પરીક્ષા બે કલાકની રહેશે જે બપોરે 12.30 કલાકે સમાપ્ત થશે.

ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર

ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. તા.6થી 20 જાન્યુઆરી સુધી પરીક્ષા માટે ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તેવું નોટિફેકેશન બહાર પાડવામાં આવ્યું છે.

Advertisment
કરિયર કરિયર ટીપ્સ ગુજરાત ગુજરાતી ન્યૂઝ