ગુજરાત સરકાર ધોરણ 12 પાસ યુવાનોને આપે છે રૂ.20,000, જાણો કેવી રીતે અરજી કરશો

Training Scheme for Competetive Exams: ગુજરાત સરકાર સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ માટે માન્યતા અથવા પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવવા માટે વિદ્યાર્થીઓને રૂ.20,000ની સહાય આપે છે.

Written by Rakesh Parmar
January 21, 2025 18:37 IST
ગુજરાત સરકાર ધોરણ 12 પાસ યુવાનોને આપે છે રૂ.20,000, જાણો કેવી રીતે અરજી કરશો
સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ માટે માન્યતા અથવા પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવવા આ સહાય અપાય છે. (તસવીર: Gujarat Gov)

Training Scheme for Competetive Exams: સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના અંતર્ગત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી (U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.) વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3, ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ રૂ.20,000/- અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા પાત્ર થશે. સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ માટે માન્યતા અથવા પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવવા આ સહાય અપાય છે.

  • યોજનાનું નામ: સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમસહાય
  • યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:
  • લાયકાતના ધોરણો : ધો-12 માં 60 ટકા કે તેથી વધુ.
  • આવકમર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.4.50 લાખ કે તેથી ઓછી.

કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે?

આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટમાં નિયત નમૂનાનું અરજી પત્રક, બાંહેધરી પત્રક, બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ, રહેઠાણનો પુરાવો, શાળા-કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર, એડમિશન લેટર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ટ્યુશન ક્લાસની ફી ની વિગત, ફી નો પુરાવો, કોચિંગ ક્લાસ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા 3 વર્ષ સંચાલિત હોય તેવો રજીસ્ટ્રેશન નંબર સાથેનો પુરાવો, ટ્યુશન ક્લાસીસનો રજીસ્ટર નંબર, અરજદારના બેન્ક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ, ધોરણ 12 અને સ્નાતકની માર્કશીટ વગેરે ડોક્યુમેન્ટ જરૂરી હોય છે.

કેવી રીતે અરજી કરવી?

  • www.gueedc.gujarat.gov.in પર જઈને સ્કીમ ફાઈલમાં જઈને એપ્લાય કરો.
  • ટ્રેનિંગ સ્કીમ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં જઈ એપ્લાય કરો.
  • ન્યુ યુઝર હોવ તો ન્યુ યુઝર પર ક્લિક કરી તમારી પર્સનલ ડિટેલ રજીસ્ટર કરો, જે બાદ લોગીન આઈડી નંબર પ્રાપ્ત થશે
  • લોગીન આઈડી નંબર દાખલ કરી તેમાં જરૂરી વિગતવાર માહિતી ભરો, એ પછી તેમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો તમારી
  • પથી કમારી અરજી કન્ફર્મ કરો.
  • અરજી કન્ફર્મ કરવાથી તમારી માહિતી સબમિટ થઈ જશે અને તમને અરજીનો કન્ફર્મ નંબર પ્રાપ્ત થશે. જે નોંધી લેવાનો રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ