GUJCET 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GBSHSE) દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025 (GUJCET 2025) માટે યોજાનાર પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. આ કાર્યક્રમ પ્રમાણે ગુજકેટની પરીક્ષા તા. 23/03/2025 રવિવારના રોજ સવારે 10 કલાકથીબપોરના 4 કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.
ગુજકેટ – 2025ની પરીક્ષાની તારીખ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અનુસાર ધો.12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ-2017 થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે. વર્ષ-2025 માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગૂપ.એ. ગૃપ-બી અને ગૂપ.એ.બી ના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા તા.23/03/2025 ને રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.
GUJCET નો અભ્યાસક્રમ-
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અનુસાર તા.25/10/2017 થી શૈક્ષણિક વર્ષ જૂન-2019 થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે. NCERT આધારીત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-2025 ની પરીક્ષા માટે રહેશે.
આ પણ વાંચો: વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે ખાસ ટિપ્સ, ભૂલથી પણ આ 4 પાર્ટ ટાઈમ જોબ ના કરવી?
GUJCET માટે પરીક્ષા માળખું :-
ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે નીચે મુજબના વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે. જે નીચેની પીડીએફ ફાઈલમાં જણાવવામાં આવ્યું છે.
આ પરીક્ષા આ વર્ષે 23 માર્ચે યોજાશે
તમને જણાવી દઈએ કે ગુજકેટ એ રાજ્ય સ્તરની પરીક્ષા છે જે બેચલર ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવે છે. આ પરીક્ષા માટે ફક્ત તે જ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે જેમણે ગ્રુપ A, B અને ABમાંથી 12મું વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યું છે. આ વર્ષે આ પરીક્ષા 23 માર્ચ 2025ના રોજ લેવામાં આવશે.





