IIM અમદાવાદે પ્રોફેશનલ્સ માટે શરૂ કર્યો નવો IT મેનેજમેન્ટ પ્રોગ્રામ, જાણો યોગ્યતા અને તમામ માહિતી

IIM Ahmedabad launches New programme: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM Ahmedabad) એ તાજેતરમાં એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમનું નામ છે - સ્ટ્રેટેજિક બિઝનેસ લીડરશીપ માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી મેનેજમેન્ટ.

Written by Rakesh Parmar
February 28, 2025 18:20 IST
IIM અમદાવાદે પ્રોફેશનલ્સ માટે શરૂ કર્યો નવો IT મેનેજમેન્ટ પ્રોગ્રામ, જાણો યોગ્યતા અને તમામ માહિતી
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM Ahmedabad) એ તાજેતરમાં એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. (Express photo by Nirmal Harindran/ representative)

IIM Ahmedabad launches New programme: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM Ahmedabad) એ તાજેતરમાં એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમનું નામ છે – સ્ટ્રેટેજિક બિઝનેસ લીડરશીપ માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી મેનેજમેન્ટ: ફ્યુચર ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર્સ અને ચીફ ટેકનોલોજી ઓફિસર્સ માટેનો કાર્યક્રમ. છ મહિનાનો કોર્ષ, IIM અમદાવાદ ITMSBL પ્રોગ્રામ નેતૃત્વ અને વ્યવસાયિક વ્યૂહરચના વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ કરે છે. રસ ધરાવતા ઉમેદવારો 29 એપ્રિલ, 2025 સુધી અરજી કરી શકે છે.

જરૂરી યોગ્યતા

આ કાર્યક્રમમાં નોંધણી કરાવવા માટે ઉમેદવારે અંતિમ સ્નાતક (10+2+3) માં ઓછામાં ઓછા 60% ગુણ અથવા કોઈપણ વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી આવશ્યક છે. આ ઉપરાંત કાર્યક્રમ માટે અરજી કરતી વખતે તે જુનિયર અધિકારીને બદલે વરિષ્ઠ પદ પર હોવો જોઈએ.

આ કોર્સ કોના માટે છે?

આ કાર્યક્રમ જાહેર ક્ષેત્રના એકમો, બેંકો, સરકારી સંસ્થાઓ, સોફ્ટવેર કંપનીઓ અને IT બિઝનેસ ધરાવતા મોટા સાહસોના વ્યાવસાયિકો માટે તૈયાર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો: IPS બનવા 48 લાખની નોકરી છોડનાર અંજલી વિશ્વકર્મા કોણ? સુંદરતાના મામલે અભિનેત્રીઓ પણ પાણી ભરે

કેટલી હશે ફી?

IIM ના આ IT મેનેજમેન્ટ પ્રોગ્રામ માટે ઉમેદવારોએ 2,000 રૂપિયા + GST ​​(નોન-રિફંડપાત્ર) ની અરજી ફી ચૂકવવાની રહેશે અને કુલ પ્રોગ્રામ ફી (એપ્લિકેશન ફી સિવાય) 4,00,000 રૂપિયા + GST ​​છે.

10 મે થી વર્ગો શરૂ થશે

IIM ના આ નવા અભ્યાસક્રમ માટે ટેકનિકલ ઓરિએન્ટેશન 7 મે ના રોજ યોજાશે, જ્યારે વર્ગો 10 મે થી શરૂ થશે. કાર્યક્રમ પૂર્ણ થયા પછી ઉમેદવારોને IIM તરફથી કાર્યક્રમ પૂર્ણ થવાનું પ્રમાણપત્ર (COC) પ્રાપ્ત થશે, જે 80% કુલ હાજરી અને મૂલ્યાંકનને આધીન રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ