IB ministry recruitment : માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં નોકરી માટે ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારી તક આવી છે. મંત્રાલય દ્વારા 75 જગ્યાઓ માટે નોકરીની ભરતી બહાર પાડી છે. આ નોકરી શરુઆતમાં એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ બેસ પર હશે અને સારી કામગીરીના આધાર પર ત્રણ વર્ષ સુધી કોન્ટ્રાક્ટ વધારવામાં આવશે. આ જગ્યા માટે 60,000 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી?, શૈક્ષણિક લાયકાત શું હશે? અને ઉંમર મર્યાદા શું હશે? આવા તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ મેળવવા માટે નીચે આપેલી માહિતી વાંચો.
અરજી કરવાની છેલ્લી તારીખ
નોટિફિકેશન પ્રમાણે આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 મે 2023 છે.
યોગ્યતા શું હોવી જોઈએ?
માસ્ટર ડિગ્રી, ડિપ્લોમા ઇન જર્નલિઝમ, માસ કમ્યુનિકેશન, વિજ્યુઅલ કમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન આર્ટ્સ, એનીમેશન એન્ડ ડિઝાઇન, લિટ્રેચર એન્ડ ક્રિએટિવ રાઇટિંગ… આ કોર્ષ પૈકી કોઇપણ કોર્ષ કરેલો હોવો જોઇએ. આ ઉપરાંત મીડિયા ક્ષેત્રમાં ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ અનુભવનું સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે.
કામ શું રહેશે?
અધિકારીઓના કામમાં મદદ કરવી, સરકારી યોજનાઓ, જાહેરાતો, કાર્યક્રમો માટે કમ્યૂનિકેશન સંબંધી મેટર તૈયાર કરવી, પ્રેસ રિલીઝ અને પ્રોગ્રામ્સ સાથે સંકળાયેલી મેટરો તૈયાર કરવી, ગ્રાફિક્સ બનાવવું, વીડિયો બનાવવા અને આવા અનેક પ્રકારના કામ તમને આપવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ- UGC દ્વારા નવું ક્રેડિટ ફ્રેમવર્ક જાહેર : વેદ-પુરાણમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વિધાર્થીઓને હવે મળશે ક્રેડિટ
વયમર્યાદા
આ નોકરી માટે વધુમાં વધુ 32 વર્ષની ઉંમર હોવી જોઈએ.
આ પણ વાંચોઃ- success story : કોર્ટમાં જ કરવામાં આવી હતી આરોપી પિતાની હત્યા, UPPSC પાસ કરીને DSP બની પુત્રી
કેવી રીતે અરજી કરવી?
હવે જાણીશું કે આ જગ્યા માટે કેવી રીતે અરજી કરવી. તો સૌથી પહેલા માહિતી અને પ્રસારણ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ https://mib.gov.in/ ઉપર જવું. જ્યારે તમે સાઇટ ર્સ્ક્રોલ કરશો તો તમને નીચે vaccancy દેખાશે. તેના નીચે આ નોકરી અંગેનું નોટિફિકેશન દેખાશે.સંપૂર્ણ માહિતી માટે નોટિફિકેશન વાંચી શકો છો. તેની સામે ગૂગલ ફોર્મ લખ્યું હશે તેને ખોલીને ભરી શકશો.