/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/New-Zealand-Post-Study-Work-Visa.jpg)
તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડે પોતાના પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા (PSWV)માં ફેરબદલ કર્યો છે. )(તસવીર: Freepik)
New Zealand Post-Study Work Visa: વિદેશમાં અભ્યાસ કરવો ઘણા વિદ્યાર્થીઓ માટે સપનું સાકાર થવા સમાન હોય છે, વિદ્યાર્થીઓ દુનિયાભરની બેસ્ટ યુનિવર્સિટીઓમાંથી એમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. આવમાં તેઓ કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરે જેવા દેશોમાં તક શોધવા હોય છે. તાજેતરમાં જ આ દેશો વિઝા અને ઈમિગ્રેશન પોલીસી લાવ્યા છે જેના કારણે હવે વિદ્યાર્થીઓ આ દેશોના વિકલ્પો શોધી રહ્યા છે. આવામાં ન્યૂઝીલેન્ડ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ વિકલ્પ બની શકે છે.
આધિકારિક વેબસાઈટ અનુસાર, તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડે પોતાના પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા (PSWV)માં ફેરબદલ કર્યો છે. જેમાં એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા બાદ માસ્ટર ડિગ્રી પૂર્ણ કરનારા વિદયાર્થીઓ PSWV માટે પાત્રતા ગુમાવતા નથી.
શું ફેરબદલ થયો?
ન્યૂઝીલેન્ડ સરકાર અનુસાર, જે વિદ્યાર્થીઓએ 30 અઠવાડિયા સુધી પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા (પીજીડીઆઇપી)નો અભ્યાસ કર્યો છે અને તાત્કાલિક માસ્ટર ડિગ્રી માટે આગળ વધી ગયા, પરંતુ તેઓ 30 અઠવાડિયા સુધી માસ્ટર માટે નામાંકિ નહતા, તેઓ હવે પોતાના પીજીડીઆઈપી નામાંકન માટે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા (પીએસડબલ્યૂ) માટે અરજી કરવા પાત્ર છે. સરકાર અનુસાર, આ પરિવર્તનથી વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસના સિલેબસ માટે વધુ સારી પ્રક્રિયા મળશે અને સુનિશ્ચિત થશે કે તેઓ યોગ્યતા બાદ પણ કામ કરવા માટે યોગ્ય બની રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2800 નોકરીઓ, અરજી પ્રક્રિયા શરુ, કેવી રીતે કરવી અરજી?
ન્યૂઝીલેન્ડ સરકારે ઘોષણા કરી કે, "જો કોઈ વિદ્યાર્થીએ PSWV માટે પાત્રતા પૂર્ણ કરી હોય તો તે તરત જ ઉચ્ચ-સ્તરની લાયકાત પૂર્ણ કરે છે (જે PSWV માટે અયોગ્ય છે, જેમાં તેણે લઘુત્તમ સમયગાળા માટે અભ્યાસ કર્યો નથી), તો તેની પાસે PSWV માટે અરજી કરવાની પ્રારંભિક લાયકાતની તારીખથી યોગ્યતા માટે પોતાના વિદ્યાર્થી વિઝા સમાપ્ત થવાની તારીખથી 12 મહિનાનો સમય હશે. જો કોઈ વિદ્યાર્થી 3-વર્ષનો PSWV કરવા માંગે છે, તો તેણે ન્યૂઝીલેન્ડમાં ઓછામાં ઓછા 30 અઠવાડિયા સુધી અભ્યાસ પૂર્ણ કર્યો હોવો જોઈએ, જેમાં માસ્ટરનો સમાવેશ થાય છે નોંધણી માત્ર ડિગ્રીમાં જ થશે."
પાત્રતા માપદંડ શું છે?
પોસ્ટ સ્ટડી વર્ક વિઝા માટે પાત્ર બનવા માંગતા અરજદારો પાસે ન્યૂઝીલેન્ડની લાયકાત હોવી આવશ્યક છે. ન્યૂઝીલેન્ડમાં જરૂરી ન્યૂનતમ સમયગાળા માટે અભ્યાસ કર્યો છે અને જરૂરી સમયમર્યાદામાં અરજી કરવી જોઈએ.
આમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે
PSWV માટેની લાયકાતોની સૂચિમાં નીચેના ફેરફારો કરવામાં આવી રહ્યા છે:
- PSWV અરજદારો કે જેઓ માધ્યમિક શાળામાં ભણાવવા માટે લાયક ઠરે છે તેમને હવે વિજ્ઞાન, ગણિત, ટેક્નોલોજી અથવા પેસિફિક ભાષાઓમાં વિશેષતા ધરાવતી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી રહેશે નહીં.
- અરજદારો કે જેમણે ગ્રેજ્યુએટ ડિપ્લોમા પૂર્ણ કર્યો છે અને ટીચિંગ કાઉન્સિલની નોંધણીની જરૂરિયાતો પૂરી કરી છે તેઓ પ્રાથમિક અથવા મધ્યવર્તી શાળા શિક્ષક તરીકે કામ કરવા માટે PSWV મેળવવા માટે સક્ષમ છે.
- ન્યુઝીન્ડ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ (સ્તર 6) ને મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્ટ્રૅન્ડ સાથે જોડવામાં આવ્યું છે, તેથી મિકેનિકલ એન્જિનિયરિંગ ટેકનિશિયન PSWV માટે પાત્ર છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us