Ojas New Bharti 2026 : દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની જોરદાર તક,₹49,600 પગાર

GSSSB Physiotherapist Bharti 2026: ઓજસ નવી ભરતી અંતર્ગત ફિઝિયોથેરાપીસ્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

GSSSB Physiotherapist Bharti 2026: ઓજસ નવી ભરતી અંતર્ગત ફિઝિયોથેરાપીસ્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

author-image
Ankit Patel
New Update
GSSSB Physiotherapist Recruitment 2026

દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરીઓ Photograph: (freepik)

GSSSB Physiotherapist Vacancy 2026: ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સરકારી નોકરીની ઉત્તમ તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હાથ ધરી છે. GSSSB એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ હસ્તકના કમિશનર આરોગ્ય ગ્રામની કચેરી હેઠળના ફિઝિયોથેરાપીસ્ટની કુલ 12 અને તબીબી સેવાઓ પ્રભાગ હસ્તની કુલ 05 જગ્યાઓ મળી કુલ 17 જગ્યાઓ ઉપર ઉમેદવારો પંસદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Advertisment

ઓજસ નવી ભરતી અંતર્ગત ફિઝિયોથેરાપીસ્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે. 

GSSSB Physiotherapist Bharti 2026: ઓજસ નવી ભરતીની મહત્વની માહિતી

સંસ્થા    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગ    આરોગ્ય અને પરિવાર કલ્યાણ
પોસ્ટ    ફિઝિયોથેરાપીસ્ટ
ભરતી    દિવ્યાંગ ઉમેદવારો માટે
એપ્લિકેશન મોડ    ઓનલાઈન
અરજી કરવાની શરુઆતી તારીખ    26 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ    12 માર્ચ 2026
ક્યાં અરજી કરવી? https://ojas.gujarat.gov.in

GSSSB ભરતી 2026 પોસ્ટની વિગતો

GSSSB એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ હસ્તકના કમિશનર આરોગ્ય ગ્રામની કચેરી હેઠળના ફિઝિયોથેરાપીસ્ટની કુલ 12 અને તબીબી સેવાઓ પ્રભાગ હસ્તની કુલ 05 જગ્યાઓ મળી કુલ 17 જગ્યાઓ ઉપર ઉમેદવારો પંસદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. 

Advertisment

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે શૈક્ષણિક લયકાત

  • સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીઓમાંથી મેળવેલ ફિઝિયોથેરાપીમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
  • કમ્પ્યુટરના ઉપયોગની પાયાની સમય જરૂરી
  • ગુજરાત અને હિંદી ભાષાની જાણકારી

વય મર્યાદા

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • દિવ્યાંગ ઉમેદવારોને ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹49,600 ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષના અંતેસંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹39,900-₹1,26,600 લેવલ-7ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે.

આ પણ વાંચોઃ- GSSSB Bharti 2026 : ગુજરાતના આ વિભાગમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, અહી વાંચો લાગયકાતથી લઈને પગાર સહિતની બધી જ માહિતી

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સરકારી નોકરી નોકરી કરિયર