GSSSB bharti 2026 : કોલેજ પાસ ઉમેદવારો માટે ગુજરાત સરકારમાં નોકરીઓ મેળવવાનો મોકો, 5000થી વધુ જગ્યાઓ, અહીં વાંચો A to Z માહિતી

ojas gsssb recruitment 2026 : ઓજસ નવી ભરતી અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી ગ્રુપ એ અને ગ્રુપ બીની વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

ojas gsssb recruitment 2026 : ઓજસ નવી ભરતી અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી ગ્રુપ એ અને ગ્રુપ બીની વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

author-image
Ankit Patel
New Update
Ojas GSSSB bharti

ગુજરાત સરકાર નોકરીઓ ભરતી Photograph: (freepik)

Ojas gsssb recruitment 2026 : ગુજરાતમાં સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે એક પછી એક નોકરીના દ્વારા ખુલી રહ્યા છે. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળએ વધુ એક સરકારી નોકરીનો દરવાજો કોલેજ પાસ ઉમેદવારો માટે ખોલી દીધો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ- A અને ગ્રુપ-B મળીને કૂલ 5000 કરતા પણ વધારે જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે GSSSB એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. 

Advertisment

ઓજસ નવી ભરતી અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી ગ્રુપ એ અને ગ્રુપ બીની વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે. 

ઓજસ નવી ભરતી 2026ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગરાજ્ય સરકારના વિવિધ વિભાગો
જગ્યા5375
વય મર્યાદાવિવિધ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ5-2-2026
અરજી કરવાની છેલ્લી તારીખ20-2-2026
ક્યાં અરજી કરવી?https://ojas.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ગ્રુપ-A અને ગ્રુપ- B પોસ્ટની વિગતો

ગ્રુપ-A પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યાખાતાના વડાની કચેરી
સમાજ કલ્યાણ નિરીક્ષક125નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગર
કાર્યાલય અધીક્ષક3
નિયામકશ્રી મત્સ્યોદ્યોગ કેચરી
કલેક્ટર કેચરીના ક્લાર્ક1600કલેક્ટર કચેરીઓ
હેડ ક્લાર્ક134વિવિધ ખાતાના વડા
સિનિયર ક્લાર્ક503વિવિધ ખાતાના વડા
કુલ2365
Advertisment

ગ્રુપ- B પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યાવડાની કેચીર
જુનિયર ક્લાર્ક3005વિવિધ ખાતાના વડા

GSSSB Bharti 2026 માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પાસ કરેલા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકે છે. 
  • ઉમેદાવરોને કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી હોવી જોઈએ.
  • ઉમેદવારને ગુજરાતી અને હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

વય મર્યાદા

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. 
  • અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

પોસ્ટપગાર(પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ)
હેડ ક્લાર્ક₹40,800
સીનિયર ક્લાર્ક₹26,000
કલેક્ટર કચેરીના ક્લાર્ક₹26,000
જુનિયર ક્લાર્ક₹26,000
કાર્યાલય અધીક્ષક₹49,600
સમાજ કલ્યાણ નિરીક્ષક₹40,800

મહત્વની તારીખો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની ઓનલાઈન પ્રક્રિયા અંતર્ગત ઉમદેવારો  5 ફેબ્રુઆરી 2026, બપોરે 2 વાગ્યાથી 20 ફેબ્રુઆરી 2026 રાત્રે 11.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

આ પણ વાંચોઃ- Ojas new bharti 2026: મહેસાણા, વાપી સહિત 9 નવી મહાનગરપાલિકાઓમાં સરકારી નોકરીઓની તક, ₹2 લાખ સુધી પગાર

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કરિયર નોકરી સરકારી નોકરી ભરતી