નોકરી જ નોકરી! મુકેશ અંબાણીની મોટી જાહેરાત, રિલાયન્સ 50 હજાર નવી નોકરીઓ લાવશે

Reliance to create 50000 new jobs: રિલાયન્સના અધ્યક્ષ મુકેશ અંબાણી (Mukesh Ambani) એ આંધ્રપ્રદેશમાં મોટી જાહેરાત કરી છે, તેમણે કહ્યું કે, રિલાયન્સ રિટેલે (reliance retail) આંધ્રપ્રદેશ (andhra pradesh) માં 20,000 થી વધુ સીધા રોજગાર અને મોટી સંખ્યામાં પરોક્ષ રોજગાર આપ્યો.

Written by Kiran Mehta
Updated : March 03, 2023 18:44 IST
નોકરી જ નોકરી! મુકેશ અંબાણીની મોટી જાહેરાત, રિલાયન્સ 50 હજાર નવી નોકરીઓ લાવશે
રિલાયન્સ 50 હજાર નવી નોકરીઓ લાવશે

Reliance to create 50000 new jobs : રિલાયન્સ (Reliance) આંધ્રપ્રદેશમાં 50 હજાર રોજગારના નવા અવસર પેદા કરશે અને દેશભરમાં આંધ્ર ઉત્પાદનો પહોંચાડવા માટે રિલાયન્સ રિટેલ, રાજ્યથી કૃષિ, કૃષિ આધારિત ઉત્પાદનો અને અન્ય ઉત્પાદનોમાંથી વધારેમાં વધારે ખરીદી કરશે. આ ઉપરાંત, રિલાયન્સ 10 જીડબ્લ્યુ સોલર પાવર પ્લાન્ટ્સમાં રોકાણ કરશે. આ જાહેરાત ‘આંધ્રપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023’ માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવી હતી.

આંધ્રના મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડીની હાજરીમાં મુકેશ અંબાણીએ રિટેલ ક્ષેત્રની ક્રાંતિનો ઉલ્લેખ કરતી વખતે જણાવ્યું હતું કે, રિલાયન્સ રિટેલે આંધ્રપ્રદેશના 6 હજાર ગામોમાં 1 લાખ 20 હજારથી વધુ કરિયાણા વેપારીઓ સાથે ભાગીદારી કરી છે. ડિજિટલ યુગમાં, નાના વેપારીઓ પણ વિકસિત થઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે તેમને જરૂરી ઉપકરણોથી સજ્જ કરવામાં આવ્યા છે. રિલાયન્સ રિટેલે આંધ્રપ્રદેશમાં 20,000 થી વધુ સીધા રોજગાર અને મોટી સંખ્યામાં પરોક્ષ રોજગાર આપ્યો છે.

રિલાયન્સ જિઓ વિશે વાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે, જિઓ ટ્રુ 5 જીનો રોલઆઉટ આંધ્રપ્રદેશ સહિત ભારતના 2023 ના અંત પહેલા પૂર્ણ થશે. 40,000 કરોડથી વધુનું રોકાણ કરીને, જિઓએ રાજ્યનો સૌથી મોટો અને શ્રેષ્ઠ ડિજિટલ નેટવર્ક ફૂટપ્રિન્ટ બનાવ્યો છે, જે રાજ્યની 98% વસ્તીને આવરી લે છે. જિઓ ટ્રુ 5 જી અર્થવ્યવસ્થાને નવી ગતિ આપશે અને મોટા પાયે વેપાર અને રોજગારની તકો પણ ઉભી કરશે.

આંધ્રપ્રદેશની વિશાળ આર્થિક ક્ષમતાની પ્રશંસા કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે, રાજ્યની આર્થિક શક્તિમાં વિશ્વાસ કરનારી પ્રથમ કેટલીક ભારતીય કંપનીઓમાંની તે એક છે. રાજ્યમાં, અમે અમારા કેજી-ડી 6 બેસિન અને તેની પાઇપલાઇન્સ પર 1,50,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. ટૂંક સમયમાં કેજી-ડી 6 બેસિન ભારતના કુલ ગેસ ઉત્પાદનમાં લગભગ 30% ફાળો આપશે.

આ પણ વાંચોગુજરાત બોર્ડ પરીક્ષાઃ ધો.10ની પરીક્ષા માટે હોલ ટિકિટ જાહેર, આવી રીતે કરો ડાઉનલોડ

આંધ્રપ્રદેશની લાક્ષણિકતાઓની ગણાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ભવ્ય ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓની લાંબી કતાર છે, ખાસ કરીને ફાર્મા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને ટોચ પર આંધ્રમાં એક વિશાળ દરિયાઇ સરહદ છે, જે આંધ્રપ્રદેશને એક બ્લૂ ઈકોનોમીમાં રૂપાંતરિત કરવાની શક્તિ ધરાવે છે. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે, આંધ્ર ન્યૂ ભારતની વિકાસ ગાથામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ