ગુજરાત બોર્ડ પરીક્ષા 2023 : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ત્યારે આગામી 14 માર્ચના રોજ બંને ધોરણોની પરીક્ષા શરૂ થશે. ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ GSEB.org ઉપર જઇને ડાઉનલોડ કરી શકો છો.
ધો 10 પરીક્ષાની હોલ ટિકિટ 2023 કેવી રીતે ડાઉનલોડ કરવી?
માર્ચ-2023ની ધો.10ની એસ.એસ.સી. પરીક્ષામાં ઉપસ્થિત થનાર નિયમિત, રીપિટર, પૃથ્થક, ખાનગી ઉમેદવારોની Hall Ticket (પ્રવેશિકા)ની ઓનલાઇન પ્રિન્ટ નોંધાયેલ માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ દ્વારા બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી ડાઉનલોડ કરવાની સૂચના અખબારી યાદી દ્વારા જાણ કરવામાં આવી છે. હોલ ટિકિટની પ્રિન્ટ મેળવ્યા બાદ આગળની જરૂરી કાર્યવાહી અર્થે આ પરિપત્રમાં આપેલ નીચેની સૂચનાઓનો અભ્યાસ કરી લેવાનો રહેશે.
સ્કૂલે હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓના ફોર્મ મુજબ વિષયોની ચકાસણી કરવાની રહેશે. જે બાદ વિદ્યાર્થીનો ફોટો અને સહી તથા સ્કૂલના પ્રિન્સિપાલનો સિક્કો અને સહી કરાવીને વિદ્યાર્થીને આપવાની રહેશે. કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની કચેરીએ પણ જાણ કરવાની રહેશે.
કુલ 1623 કેન્દ્રો પર 16.55 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ગુજરાત શિક્ષણ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં ધોરણ 10-12ના કુલ 16.55 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વર્ષે રાજ્યના 83 ઝોનમાં 1623 કેન્દ્રોમાં 5541 બિલ્ડિંગોમાં 56,633 બ્લોકમાં પરીક્ષા લેવાશે. સ્ટેટ લેવલે પરીક્ષાના બે દિવસ પહેલા 24 કલાકનો કંટ્રોલરૂમ શરૂ કરાશે અને દરેક જિલ્લામાં પરીક્ષા સમિતિ બનશે.
આ પણ વાંચોઃ- જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજાશે, પેપર લીક થતા થઇ હતી રદ
ગુજરાત શિક્ષણ બોર્ડના એક્શન પ્લાન મુજબ ધો.10માં 83 ઝોન નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 958 કુલ પરીક્ષા કેન્દ્રો છે. જેમાં 3127 બિલ્ડીંગોમાં 31,816 વર્ગ ખંડો બ્લોકમાં પરીક્ષા લેવાશે. ધોરણ 10માં આ વ્રષના રેગ્યુલર 74,1337, પ્રાઇવેટ રેગ્યુલર 11,258, રીપિટર 16,5576, પ્રાઇવેટ રીપિટર 5472, છોકરાઓની સંખ્યા 53,82,230 અને છોકરીઓની સંખ્યા 41,8523 નોંધાઈ છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 56 ઝોન નક્કી કરાયા છે. જેમાં 525 કેન્દ્રોમાં 1833 બિલ્ડિંગોમાં 18,389 બ્લોકમાં પરીક્ષા લેવાશે.
ધોરણ 12 સામાન્ય પ્રમાણમાં આ વર્ષે રેગ્યુલર 480794, રીપિટર 29,981, આઇસોલેટેડ 7280 ખાનગી રેગ્યુલર 34,617 અને ખાનગી સાયન્સમાં રેગ્યુલરમાં એ ગ્રૂપના 40,414, બી ગ્રૂપના 69,936 અને એબી ગ્રુપના 32 સહિત ચાલુ વર્ષના રેગ્યુલર 11,0382 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે રીપિટર તરીકે એ ગ્રૂપમાં 4438, બી ગ્રૂપમાં 11,849 અને એબી ગ્રૂપમાં 9 સહિત 16,395 વિદ્યાર્થીઓ છે.
આ પણ વાંચોઃ- ગુજરાત બોર્ડ પરીક્ષાઃ ધો.12 સાયન્સમાં એ ગ્રૂપ કરતા બી ગ્રૂપના વિદ્યાર્થીઓ બમણા, અહીં વાંચો એક્શન પ્લાન
કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે
ગુજરાતની જેલોમાં બંદીવાન 157 કેદીઓ પણ આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10માં અમદાવાદમાંથી 37, વડોદરામાંથી 13, રાજકોટમાંથી 30 અને સુરતાંથી 21 કેદી સહિત 101 કેદી પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદમાંથી 22, વડોદરામાંથી 6, રાજકોટમાંથી 11 અને સુરતમાંથી 17 કેદી સહિત 56 કેદીઓ આ વર્ષે પરીક્ષા આપશે. ગત વર્ષે ધોરણ 10માં 76 અને ધોરણ 12માં 46 કેદીઓ પરીક્ષા આપી હતી.