સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ફાઉન્ડેશનના 11માં યુથ ફોર ઇન્ડિયા ફેલોશિપ પ્રોગ્રામ માટે આવેદન કરવા માટે છેલ્લી તારીખ નજીક આવી રહી છે. 21થી 32 વર્ષના યુવકો આ ફેલોશિપ પ્રોગ્રામ માટે 32 મે સુધી અરજી કરી શકે છે. 11 મહિનાના આ પ્રોગ્રામ માટે ભારતીય નાગરિકો ઉપરાંત નેપાળના નાગરિકો, ભૂટાનના નાગરિકો અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા અરજી કરી શકે છે.
શું છે એસબીઆઇ ફેલોશિપના ફાયદા?
SBI યુથ ફો ઇન્ડિયા ફેલોશિપ એક સ્કોલરશિપ પ્રોગ્રામ છે. આ યુવાઓ માટે ગ્રામીણ લોકોની સાથે રહેવા અને કામ કરવા માટેની તક આપે છે. આ ઉપરાંત આ ફેલોશિપ દ્વારા યુવા ગ્રામીણ વિકાસની મુશ્કેલીઓને હલ કરવા માટે યોગદાન કરી શકે છે.
આ પણ વાંચોઃ- IOCL Recruitment 2023: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં સરકારી નોકરીની તક, ગુજરાતમાં 47 જગ્યાઓ, ₹ 1 લાખથી વધુ પગાર
કેવી રીતે કરી શકો છો અરજી?
વર્ષ 2023-24ની બેચ માટે અરજી કરવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ઉમેદવારો પાસે હવે અરજી કરવા માટે થોડા જ દિવસો બાકી રહ્યા છે. રસધરાવતા ઉમેદવારો https://you4.in/yfi-org-2023 પર જઇને રજીસ્ટ્રેશન અને ઓનલાઇન અસેસમેન્ટ પર લિંક કરી શકે છે. પહેલા સ્ટેજમાં રજિસ્ટ્રેશન બાદ ઓનલાઇન અસેસમેન્ટ કરવામાં આવે છે. આ દરમિયાન તમારી પસે ફેલોશિપ પસંદ કરવાનું કારણ અને અન્ય પ્રશ્નો પણ પૂછવામાં આવી શકે છે.
બીજા સ્ટેજમાં પર્સનલ ઇન્ટરવ્યૂ સાથે સંબંધિત છે. આ સ્ટેજમાં એક પેનલ આવેદકનું ઇન્ટરવ્યૂ લેશે. ઇન્ટરવ્યૂ દરમિયાન સિલેક્શન પેનલ શૈક્ષણિક યોગ્યતા અને વર્ક એક્સપીરિયન્સ ઉપરાંત ફેક્ટર્સના આધાર પર ઇન્ફોર્મડ ડિઝિઝન લેવા અને વ્યક્તિની ઉંડી સમજ હાસલ કરવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
સ્ટેજ – 2 બાદ ફાઇનલ સિલેક્શન
સ્ટેજ 2 બાદ જે કેન્ડિડેટ્સનું સિલેક્શન થયે તેમને જાણ કરવામાં આવશે. કન્ફર્મેશન બાદ ઓફર લેટર ઇશ્યૂ કરવામાં આવશે. આમાં પ્રોગ્રામ સાથે જોડાયેલી ડિટેલ્સ, ફેલોશિપ સપોર્ટ અને અન્ય જાણકારી હશે.
આ પણ વાંચોઃ- યુકેમાં અભ્યાસનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારી તક, આ યુનિવર્સિટી આપી રહી છે સ્કોલરશીપ
ફેલોશિપ દરમિાયન મળનારા ફાયદા
1 – ફેલોશિપ દરમિયાન દર મહિને 15 હજાર રૂપિયા રહેવાના ખર્ચના રૂપમાં મળશે
2- દર મહિને 1000 રૂપિયા ટ્રાન્સ્પોર્ટ એક્સપેન્સના રૂપમાં આપવામાં આવશે.
3- પ્રોજેક્ટ સંબંધિત ખર્ચ માટે દર મહિને 1000 રૂપિયા આપવમાં આવશે.
4- ફેલોશિપના સફળ અને સંતોષજનક સમાપન પર રિએડજસ્ટમેન્ટ અલાઉન્સના રૂપમાં 60 હજાર રૂપિયા મળશે.
5-તમારા ઘરથી પ્રોજેક્ટ સાઇટ સુધી જવા માટે ટ્રેનના 3AC કોચનું ભાડું આપવામાં આવશે. આ ઉપરાંત ટ્રેનિંગ પ્રોગ્રામ દરમિયાન ખ્ચા પણ કવર કરવામાં આવશે.
6- આ બધા ઉપરાંત જેની પસંદગી થશે તો તેમને હેલ્થ અને પર્સનલ એક્સીડેન્ટ ઇન્શ્યોરન્સ પોલિસી પણ આપવામાં આવશે.