દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝૂંબેશ, જાણો અરજી કરવાની છેલ્લી તારીખથી લઈ તમામ માહિતી

રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝૂંબેશ - 2025 અન્વયે તા.01/03/2025 ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.

Written by Rakesh Parmar
Ahmedabad November 12, 2025 17:44 IST
દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝૂંબેશ, જાણો અરજી કરવાની છેલ્લી તારીખથી લઈ તમામ માહિતી
દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયક ભરતી. (પ્રતિકાત્મક તસવીર: સોશિયલ મીડિયા)

ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા દિવ્યાંગ ઉમેદવારો માટે એક મહત્ત્વપૂર્ણ તક આવી છે. માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝૂંબેશ-2025ની જાહેરાત કરવામાં આવી છે.

દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયક ભરતી

આ ભરતી અંગેની જાહેરાત 01/03/2025 ના રોજ કરવામાં આવી હતી. ભરતીની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં TAT(Sec)-2023 પરીક્ષા પાસ કરેલા લાયકાત ધરાવતા ઉમેદવારો 12/11/2025 થી તા.21/11/2025ના રોજ 23:59 કલાક સુધી ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશે.

આ પણ વાંચો: UPSC મેઈન્સનું પરિણામ જાહેર, 2736 ઉમેદવારો પાસ, અહીં ચેક કરો પરિણામ

દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝૂંબેશ – 2025

રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝૂંબેશ – 2025 અન્વયે તા.01/03/2025 ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. સદર જાહેરાત મુજબ નિયત લાયકાત ધરાવતા દ્વિસ્તરીય TAT (Sec) -2023 પરીક્ષા પાસ હોય તેવા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો તા.12/11/2025 થી તા.21/11/2025ના રોજ 23:59 કલાક સુધી https://gserc.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે.

પસંદગી સમિતિની સત્તાવાર વેબસાઈટ gserc.in પર જઈને તમામ યોગ્ય દિવ્યાંગ ઉમેદવારોને નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ