SBI ક્લાર્ક પ્રિલિમિનરી પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પડ્યું, આવી રીતે ડાઉનલોડ કરો

sbi clerk admit card 2022: ઉમેદવારો 25 નવેમ્બર 2022 સુધી સત્તાવાર વેબસાઇટ દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પ્રારંભિક પરીક્ષા 19મી, 20મી અને 25મી નવેમ્બર 2022ના રોજ દેશભરમાં નિર્ધારિત કેન્દ્રો પર લેવામાં આવશે.

Written by Ankit Patel
Updated : November 02, 2022 09:26 IST
SBI ક્લાર્ક પ્રિલિમિનરી પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પડ્યું, આવી રીતે ડાઉનલોડ કરો
સ્ટેટ બેન્કમાં નોકરી માટે પરીક્ષા

SBI Clerk Admit Card 2022: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ SBI ક્લાર્ક પ્રિલિમ્સ પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ sbi.co.in દ્વારા પરીક્ષા પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારો 25 નવેમ્બર 2022 સુધી સત્તાવાર વેબસાઇટ દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પ્રારંભિક પરીક્ષા 19મી, 20મી અને 25મી નવેમ્બર 2022ના રોજ દેશભરમાં નિર્ધારિત કેન્દ્રો પર લેવામાં આવશે.

પ્રારંભિક પરીક્ષા પછી મુખ્ય પરીક્ષા ડિસેમ્બર 2022 અથવા જાન્યુઆરી 2023માં લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો જ મુખ્ય પરીક્ષામાં બેસી શકશે. ઉમેદવારો અહીં દર્શાવેલ પગલાંને અનુસરીને સરળતાથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

ઉમેદવારે સાથે પરીક્ષા આપવા જતાં સાથે શું શું રાખવું?

ઉમેદવારોએ નોંધ લેવી કે એડમિટ કાર્ડ વિના તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. પ્રવેશ કાર્ડની સાથે ઉમેદવારે અધિકૃત ફોટો આઈડી કાર્ડ જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા મતદાર આઈડી પણ પરીક્ષા કેન્દ્ર પર લઈ જવાનું રહેશે. આ સંદર્ભે વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલ સૂચનાને ચકાસી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 5000 થી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

આ પણ વાંચોઃ- નોકરી આપવામાં ભારતનું રક્ષા મંત્રાલય દુનિયામાં સૌથી આગળ, અમેરિકા અને ચીનને પણ પાછળ રાખ્યું, રિપોર્ટમાં દાવો

જણાવી દઈએ કે આ પદો (SBI ક્લાર્ક) માટે અરજીની પ્રક્રિયા 7મી સપ્ટેમ્બર 2022થી શરૂ કરવામાં આવી હતી. અરજી કરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર 2022 નક્કી કરવામાં આવી હતી. આ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન પાસ માંગવામાં આવી હતી.

પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા આ પોસ્ટ્સ માટે અરજદારોની પસંદગી કરવામાં આવશે. ઇન્ટરવ્યુમાં મેળવેલા ગુણના આધારે અંતિમ પસંદગી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ- SSC GD Constable 2022: GD કોન્સ્ટેબલની 24369 જગ્યાઓ માટે ભરતી, 10મું પાસ આ રીતે લાગુ કરો

કેવી રીતે ડાઉનલોડ કરવું- એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જાઓ.
  • હોમ પેજ પર આપેલ SBI Clerk Admit Card 2022 લિંક પર ક્લિક કરો.
  • વિનંતી કરેલ માહિતી અહીં દાખલ કરો અને સબમિટ કરો.
  • એડમિટ કાર્ડ તમારી સ્ક્રીન પર દેખાશે.
  • હવે તપાસો અને ડાઉનલોડ કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ