Jagpal Singh Phogat Success Story: હરિયાણાના જગપાલ સિંહ ફોગટે તેમના પરિવારની વિરુદ્ધ શાળા શિક્ષક તરીકેની નોકરી છોડી દીધી અને મધમાખી ઉછેર કરવાનું શરૂ કર્યું હતું. પોતાની મહેનત અને વ્યૂહરચનાથી જગપાલ સિંહ ફોગાટે રૂ.2 કરોડનો બિઝનેસ ઉભો કર્યો છે. શરૂઆતની મુશ્કેલીઓ છતાં જગપાલે એક મહિનામાં મધના 25 કન્ટેનર એકઠા હતા. આનાથી તેમના પરિવારને આ વ્યવસાયની ક્ષમતાનો અહેસાસ થયો. 2007 માં તેમણે સંપૂર્ણ સુવિધાયુક્ત મધમાખી ઉછેર શરૂ કર્યું. હવે તેઓ અલગ-અલગ પ્રોડક્ટ્સ વેચીને સારો નફો કમાઈ રહ્યો છે.
2001માં બિઝનેસ શરૂ કર્યો
મધમાખી ઉછેર શરૂ કરતા પહેલા જગપાલ સિંહ ફોગાટ શાળાના શિક્ષક હતા. 2001 માં તેમણે હરિયાણાના ઝજ્જર જિલ્લાના એક ગામમાં મધમાખી ઉછેર કરવાનું શરૂ કર્યું. તેમના પરિવારે મધમાખી ઉછેર કરવાના તેમના નિર્ણયનો વિરોધ કર્યો. તેમના ધંધાનો વિરોધ કરતાં તેમના પિતાએ તેમને કહ્યું હતું કે,’બેટા, ગાય રાખ, ભેંસ રાખ, બકરી રાખ, મરઘી રાખ પણ મધમાખી? તે ઉડી જશે.’
ખરેખરમાં 2001માં જગપાલ સિંહ ફોગટના ગામમાં મધમાખી ઉછેર એક નવો વિચાર હતો. ઘણાએ જગપાલની મજાક ઉડાવી. પરંતુ આ ધંધાના બદલાતા ચહેરાને જોઈને તેમનો અભિપ્રાય બદલાઈ ગયો. પહેલા મહિનામાં તેમણે મધના 25 ટીન વેચ્યા અને સારો નફો કર્યો હતો. પ્રત્યેક ટીન બે હજાર રૂપિયામાં વેચાતું હતું. ઘઉંની ખેતીમાંથી તેમના પરિવારની આવક કરતાં આ ઘણું વધારે હતું. આ સફળતાએ તેમને મધમાખી ઉછેર કરવાની પ્રેરણા આપી.
2007 માં જગપાલે પોતાની જાતને મધમાખી ઉછેરમાં સંપૂર્ણ સમર્પિત કરવા માટે તેમની શિક્ષક તરીકેની નોકરી છોડી દીધી હતી. જગપાલ જે એક ખેડૂત છે, પરંપરાગત ખેતી પદ્ધતિઓ કરતાં મધમાખી ઉછેરથી ઘણો વધુ લાભ મેળવે છે. મધમાખી ઉછેર વિશે વધુ જાણવા માટે જગપાલે લુધિયાણામાં મધમાખી ઉછેર કરનારાઓને મળવાનું શરૂ કર્યું. તેમણે દિલ્હીના એક ખેડૂત પાસેથી 60,000 રૂપિયાનું રોકાણ કર્યું અને 2,000 રૂપિયા પ્રતિ બૉક્સના ભાવે 30 મધમાખીના બૉક્સ ખરીદ્યા. કોઈપણ ઔપચારિક તાલીમ વિના તેઓ અન્ય ખેડૂતો પાસેથી શીખવા અને તેમના પોતાના વ્યવહારુ અનુભવ પર આધાર રાખતા હતા. શરૂઆતમાં તેમણે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો પરંતુ હાર્યા વિના પ્રયાસ ચાલુ રાખ્યા હતા.
આ પણ વાંચોઃ યુવકે રૂ.40,000 નો પગાર છોડીને ખેતી શરૂ કરી; હવે વાર્ષિક 1.5 કરોડની કમાણી
500 થી વધુ ખેડૂતોને તાલીમ આપી
જગપાલે ધીરે-ધીરે પોતાનો બિઝનેસ વિસ્તાર્યો હતો. 2016માં તેમણે પ્રોસેસિંગ યુનિટ પણ સ્થાપ્યું હતું. આ યુનિટમાં મીણબત્તીઓ, સાબુ, પરાગ અને રોયલ જેલી જેવા ઘણા ઉત્પાદનો બનાવવામાં આવે છે. તેઓ ‘નેચર ફ્રેશ’ અને ‘બી બઝ’ બ્રાન્ડ હેઠળ તેમના ઉત્પાદનોનું વેચાણ કરે છે. ગયા વર્ષે તેમની કંપનીની આવક બે કરોડ રૂપિયા હતી. જગપાલ માત્ર પોતાનો બિઝનેસ જ નથી વધારી રહ્યા, પરંતુ અન્ય લોકોને પણ મદદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 500 થી વધુ ખેડૂતોને મધમાખી ઉછેરની તાલીમ આપી છે.