માતાના અપમાનનો બદલો લેવા ‘પોતે’ IAS અધિકારી બન્યા; સફળતાની આ કહાની તમને પ્રેરણા આપશે

Success Story: IAS અધિકારી હેમંત પારીકને તેમની કારકિર્દીની સફરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જોકે તેમણે દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક ગણાતી UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) માં 884નો ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) મેળવવામાં સફળતા મેળવી અને તેમના પરિવારને ગૌરવ અપાવ્યું.

Written by Rakesh Parmar
March 11, 2025 20:01 IST
માતાના અપમાનનો બદલો લેવા ‘પોતે’ IAS અધિકારી બન્યા; સફળતાની આ કહાની તમને પ્રેરણા આપશે
IAS ઓફિસર હેમંત પારીકની સફળતાની કહાણી (તસવીર: hemantpareek06/Instagram)

Success Story Of Hemant Pareek: જો કોઈ તમારું અપમાન કરે અથવા તમારી સાથે કઠોર શબ્દોમાં વાત કરે તો તમને સ્વાભાવિક રીતે ગુસ્સો આવશે. પછી આપણે તે વ્યક્તિને કંઈક કહીએ છીએ, પછી દલીલો અને ઝઘડા થાય છે, અને પરિસ્થિતિ પહેલાથી વધુ ખરાબ થઈ જાય છે. પરંતુ આજે આપણે એક IAS અધિકારી વિશે જાણવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાની માતાના અપમાનનો યોગ્ય જવાબ આપવા અને તેણીને ન્યાય અપાવવા માટે IAS અધિકારી બનવાનું નક્કી કર્યું.

રાજસ્થાનના ગ્રામીણ પરિવારમાં જન્મેલા IAS અધિકારી હેમંત પારીકને તેમની કારકિર્દીની સફરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જોકે તેમણે દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક ગણાતી UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) માં 884નો ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) મેળવવામાં સફળતા મેળવી અને તેમના પરિવારને ગૌરવ અપાવ્યું. તો આજે આપણે તેમની યાત્રા વિશે વિગતવાર જાણીશું…

હેમંત પારીક કોણ છે?

હેમંત પારીકનો જન્મ રાજસ્થાનના એક પરિવારમાં થયો હતો. તેમને જીવનનિર્વાહ માટે સંઘર્ષ કરવો પડ્યો. તેમના પિતા ખેડૂત હતા અને માતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે મનરેગા કામદાર તરીકે કામ કરતા હતા. તે જ સમયે તેમના પિતા અને બહેન સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને હેમંત પારીક પોતે અપંગતાનો સામનો કરી રહ્યા હતા, તેમનો એક હાથ યોગ્ય રીતે કામ કરી શકતો ન હતો. તેથી આજીવિકાનો ભાર તેમની માતા પર આવી પડ્યો.

આ પણ વાંચો: પિતાનું મૃત્યુ અને દેવાનો પહાડ છતાં હાર ન માની, પ્રથમ પ્રયાસમાં જ ગરીબ ઘરની દીકરીએ મેળવી સફળતા

આ સમય દરમિયાન કોઈ કારણોસર, તેમનો પરિવાર હરિયાણા ગયો, જ્યાં તેમની માતા પૈસા કમાવવા માટે ખાનગી જમીન પર કામ કરતી હતી. તે સમયે એક કોન્ટ્રાક્ટરે એકવાર હેમંત પારીકની માતાને 220 રૂપિયા ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. પછી હેમંતે કોન્ટ્રાક્ટરને તેના વિશે પૂછ્યું. પછી કોન્ટ્રાક્ટરે હેમંત પારીકને મજાકમાં કહ્યું, “શું તમે કલેક્ટર છો?”… તો આ અપમાનને કારણે હેમંત પારીક IAS અધિકારી બનવાનું નક્કી કર્યું. પરંતુ પાછળથી કેટલાક કોલેજ મિત્રોએ તેમના IAS અધિકારી બનવાના નિર્ણયની મજાક ઉડાવી. પરંતુ તેઓએ થાક્યા વિના પોતાની તૈયારીઓ ચાલુ રાખી.

હેમંત પારીકનું પ્રાથમિક શિક્ષણ રાજસ્થાનના હનુમાનગઢમાં આવેલી મહર્ષિ દયાનંદ સ્કૂલમાંથી થયું. બાદમાં તેમણે સ્નાતક શિક્ષણ માટે કૃષિ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો. ત્યારબાદ તેમણે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) ની તૈયારી શરૂ કરી. 2023 માં પહેલા પ્રયાસમાં હેમંત પારીક પરીક્ષા પાસ કરી અને ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 884 મેળવ્યો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ