વિશાલ મેગા માર્ટના સ્થાપકની સફળતાની કહાની, નાનકડી દુકાન ચલાવનારે બનાવી દીધી હજારો કરોડની કંપની

success story ramchandra agarwal: આજે અમે તમને વિશાલ મેગા માર્ટના ફાઉન્ડર રામચંદ્ર અગ્રવાલની કહાની જણાવવા જઈ રહ્યા છે. તેમને પોતાનો બિઝનેસ કરવો હતો. અને તેના માટે તેમને ન તો શારીરિક અડચણો રોકી શકી અને ના તો આર્થિક પરિસ્થિતિ.

Written by Rakesh Parmar
May 22, 2025 19:07 IST
વિશાલ મેગા માર્ટના સ્થાપકની સફળતાની કહાની, નાનકડી દુકાન ચલાવનારે બનાવી દીધી હજારો કરોડની કંપની
રામચંદ્ર અગ્રવાલ સફળતાની કહાની. (તસવીર: Instagram)

Vishal Mega Mart: વિશાલ મેગા માર્ટ હાલમાં સિક્યોરિટી ગાર્ડની નોકરીની જાહેરાત માટે ચર્ચામાં છે. સિક્ટોરિટી ગાર્ડની નોકરી માટે યોગ્યતા અને પરીક્ષા રાખવામાં આવી હતી, તેને લઈ સોશિયલ મીડિયા પર મિમ્સ વાયરલ થઈ રહ્યા છે. આજે અમે તમને તેમના ફાઉન્ડરની કહાની જણાવવા જઈ રહ્યા છે. તેમને પોતાનો બિઝનેસ કરવો હતો. અને તેના માટે તેમને ન તો શારીરિક અડચણો રોકી શકી અને ના તો આર્થિક પરિસ્થિતિ. તેમની પાસે ડિગ્રી હોવા છતા નોકરીમાં મન ના લાગ્યું, આજે અમે તમને રામચંદ્ર અગ્રવાલની સફળતાની કહાની વિશે જણાવીશું અને તેમણે વિશાલ મેગા માર્ટ, વી માર્ટ જેવા સુપરમાર્કેટનો પાયો નાંખ્યો. આવો તેમના વિશે જાણીએ…

ઉધારના પૈસે દુકાન શરૂ કરી

રામચંદ્ર અગ્રવાલનો જન્મ કોલકાતાના સાધારણ પરિવારમાં થયો. 4 વર્ષની ઉંમરમાં તેઓ પોલીયોગ્રસ્ત થઈ ગયા. તેમના શરીરનો નીચેનો ભાગ કામ કરતો ન હતો. ઘોડી પર જિંદગી નીકળવા લાગી પરંતુ તેમણે હાર માની નહીં. તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. નોકરી પણ કરી, પરંતુ તેઓ જાણી ગયા હતા કે 9 થી 5 ની નોકરી માટે તેઓ બન્યા નથી. તેમણે બધુ છોડીને ઉધારના પૈસા લઈ કોલકાતામાં જ એક ફોટોકોપીની દુકાન શરૂ કરી.

આ પણ વાંચો: એક ફ્લોપ યોજના પછી થયો Swiggy નો જન્મ! 5 ડિલિવરી બોયથી શરૂ થયેલી સફર આજે કરોડોની કંપની

નાની દુકાન ચલાવનારે બનાવ્યું વિશાલ મેગા માર્ટ

તેમણે 1 વર્ષ સુધી પોતાન ફોટોની દુકાન ચલાવી, પરંતુ તેમનું મન લાગ્યું નહીં. તેમણે શોફ્ટ ડ્રીંક્સનો બિઝનેસ શરૂ કર્યો પરંતુ તે વેપારમાં પણ ફાયદો થયો નહીં. તેના પછી તેમણે ફેબ્રિકનો વેપાર શરૂ કર્યો. તેમણે કોલકાતામાં કપડાનો નાનો વેપાર શરૂ કર્યો. તેમણે કોલકાતામાં લગભગ 15 વર્ષ સુધી કપડાનો વેપાર કર્યો. પરંતુ તેમને કંઈ મોટું કરવું હતું. માટે તેમણે બધુ છોડી દીધુ અને દિલ્હી આવી ગયા. તેમણે વર્ષ 2021-22માં અહીંછી વિશાલ મેગા માર્ચની શરૂઆ કરી. તેમણે દેશના મધ્યમ વર્ગ અને લોઅર ક્લાસના લોકોને ધ્યાનમાં રાખીને સ્ટોર બનાવ્યો.

2007 માં IPO શરૂ કર્યો

તેઓએ 414 શહેરોમાં લગભગ 645 સ્ટોર્સ શરૂ કર્યા હતા. 2007માં કંપનીએ વિશાલ રિટેલ નામથી 2000 કરોડ રૂપિયાના મૂલ્યાંકન સાથે IPO શરૂ કર્યો. રામચંદ્ર અગ્રવાલની કંપની વિશાલ રિટેલનું નામ પણ શેરબજારમાં સામેલ થયું હતું, પરંતુ રામચંદ્રની ભૂલ હવે તેમને ભારે પડી રહી હતી. ઝડપથી આગળ વધવાની દોડ અને ઉતાવળમાં લેવામાં આવેલા ખોટા નિર્ણયોને કારણે વિશાલ મેગામાર્ટ ઊંધા માછે ઢળી પડ્યું. 2008 માં શેરબજારમાં આવેલા વાવાઝોડાને કારણે વિશાલ મેગા માર્ટને ઘણું નુકસાન થયું. કંપની પર દેવાનો બોજ રૂ. 750 કરોડ સુધી પહોંચી ગયો.

કંપની વેચવાની ફરજ પડી

2011માં કંપની ડૂબવા લાગી. કંપનીનું ટર્નઓવર રૂ. 750 કરોડને વટાવી ગયું. આવી સ્થિતિમાં કંપનીને બચાવવા માટે તેમણે તેને વેચવાનો નિર્ણય લીધો. તેમણે કંપની રૂ. 70 કરોડમાં વેચી દીધી. શ્રીરામ ગ્રુપ અને TPG કેપિટલે તેને ખરીદી લીધી. વર્ષ 2018 માં કેદારા કેપિટલ અને પાર્ટનર ગ્રુપે વિશાલ મેગા માર્ટને 350 મિલિયન ડોલરમાં ખરીદી લીધી.

આ પણ વાંચો: ચા વેચનારની કમાણી લાખોમાં! આ અનોખી રીતે લોકોના દિલ જીત્યા, રોજના 1500 થી 2000 કપનું વેચાણ

રામચંદ્ર અગ્રવાલે નવી કંપની શરૂ કરી

વિશાલ મેગા માર્ટ વેચ્યા પછી રામચંદ્ર અગ્રવાલે હાર ન માની. તેમણે રિટેલ સુપરમાર્ટ V2 Retail શરૂ કર્યું. V2 Retail હવે શેરબજારમાં લિસ્ટેડ છે. 21 મે 2025 સુધીમાં તેનું બજાર મૂલ્ય રૂ. 6,530 કરોડ હતું. જોકે રામચંદ્ર અગ્રવાલની ચોક્કસ નેટવર્થ વિશે માહિતી ઉપલબ્ધ નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ