આજનો ઇતિહાસ 1 જૂન : વર્લ્ડ મિલ્ક ડે, વિશ્વ બાળ સુરક્ષા દિવસ – બાળકોના અધિકારોનું રક્ષણ કરવું જરૂરી

Today history 1 june : આજે 1 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ મિલ્ક ડે અને વિશ્વ બાળ સુરક્ષા દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : June 01, 2023 09:52 IST
આજનો ઇતિહાસ 1 જૂન : વર્લ્ડ મિલ્ક ડે, વિશ્વ બાળ સુરક્ષા દિવસ – બાળકોના અધિકારોનું રક્ષણ કરવું જરૂરી
વર્લ્ડ મિલ્ક ડે

Today history 1 june : આજે 1 જૂન 2023 (1 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ મિલ્ક ડે છે. ઉપરાંત આજે ઇન્ટરનેશનલ ચીલ્ડ્રન પ્રોટેક્શન ડે એટલે કે વિશ્વ બાળ સુરક્ષા દિવસની ઉજવાણી કરાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં (1 june history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ

1 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1992 – ભારત અને ઈઝરાયેલ વચ્ચે હવાઈ કરાર.
  • 2001 – નેપાળના રાજવી પરિવારના રાજા વીરેન્દ્ર વિક્રમ શાહની પત્ની અને અન્ય પરિવારોજનોની ઘાતકી હત્યા, હત્યા બાદ યુવરાજ દીપેન્દ્રએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જ્ઞાનેન્દ્ર કાર્યકારી રાજા બન્યા, દક્ષિણ આફ્રિકાના સત્ય મિત્ર કમિશનનો અંત આવ્યો.
  • 2004 – ઈરાકી વહીવટી પરિષદના મુખ્ય સુન્ની નેતા ગાઝી મશાલ અઝીઝ અલ યાવર ઈરાકના નવા પ્રમુખ બન્યા.
  • 2005 – અપ્પા શેરપાએ 15મી વખત માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું.
  • 2008 – નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી પરિષદ યોજાઈ. અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બરાક ઓબામાએ શિકાગોમાં ટ્રિનિટી યુનાઈટેડ ચર્ચના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
  • 2010 – ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયેલા બાલકૃષ્ણનને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ માનવ અધિકાર પંચના પ્રથમ દલિત અધ્યક્ષ હતા. આયોગના અધ્યક્ષનું પદ છેલ્લા એક વર્ષથી ખાલી હતું. ગુજરાત હાઈકોર્ટે અક્ષરધામ આતંકી હુમલા કેસમાં ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. 2006માં સ્પેશિયલ પોટા જજ સોનિયા ગોકાણીની કોર્ટે આ કેસમાં ત્રણ આરોપીઓને ફાંસીની સજા, એકને આજીવન કેદ, એકને 10 વર્ષ અને એકને પાંચ વર્ષની સજા ફટકારી હતી. સપ્ટેમ્બર 2002માં સ્વામિનારાયણ સંપ્રદાયના ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરમાં બે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 33 લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 31 મે : વર્લ્ડ નો ટેબેકો ડે; અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ

ઇન્ટરનેશનલ ચાઇલ્ડ પ્રોટેક્શન ડે

ઇન્ટરનેશનલ ચાઇલ્ડ પ્રોટેક્શન ડે એટલે કે વિશ્વ બાળ સુરક્ષા દિવસ (International Day for Protection of Children OR International Children’s Day) દર વર્ષે 1 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસને ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ડે તરીકે પણ ઉજવાય છે. આ દિવસ સૌથી જૂનો આંતરરાષ્ટ્રીય ઉજવણી છે જે 1950 થી ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ બાળકોના અધિકારોનું રક્ષણ કરવાની જરૂરિયાત તરફ લોકોનું ધ્યાન દોરવાનો છે.

આ પણ વાંચોઃ 30 મેનો ઇતિહાસ : ગોવા રાજ્ય સ્થાપના દિવસ, હિન્દી પત્રકારત્વ દિવસ

વર્લ્ડ મિલ્ક ડે

1 જૂનના રોજ દુનિયાભરમાં વર્લ્ડ મિલ્ક ડે (World Milk Day/ વિશ્વ દૂધ દિવસ)ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ દૂધ પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવાનો અને દૂધ ઉદ્યોગને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે તકો પૂરી પાડવાનો છે. પહેલીવાર વિશ્વ દૂધ દિવસ 1 જૂન, 2001ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ 29 મે : ઇન્ટરનેશનલ માઉન્ટ એવરેસ્ટ ડે, વર્લ્ડ ડાયજેસ્ટિવ હેલ્થ ડે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • મનસુખ માંડવિયા (1972) – ભાજપના નેતા.
  • કુરુવા ગોરંતલા માધવ (1969) – આંધ્ર પ્રદેશના રાજકારણી.
  • અશોક કુમાર (1958) – ભારતના પ્રખ્યાત હોકી ખેલાડી.
  • સુરેશ અંગડી (1955) – ભાજપના રાજકારણી હતા.
  • ચીમન સિંહ યાદવ (1945)- ‘મહાવીર ચક્ર’થી સન્માનિત ભારતીય નૌકાદળના નાવિક હતા.
  • એસ. રાજેન્દ્ર બાબુ (1939) – ભારતના 34મા મુખ્ય ન્યાયાધીશ.
  • નરગીસ (1929) – ભારતીય ફિલ્મોની અભિનેત્રી.
  • કર્ણમ મલ્લેશ્વરી (1975) – ભારતની પ્રખ્યાત વેઈટલિફ્ટર.
  • ભગવંત ખુબા (1967) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
  • બલદેવ વંશી (1938) – સમકાલીન કવિ અને લેખક હતા.
  • રાજેશ્વરી ગાયકવાડ (1991) – ભારતીય મહિલા ક્રિકેટર.
  • એસ. મુખર્જી (1927) – ભારતના ભૂતપૂર્વ 20મા મુખ્ય ન્યાયાધીશ હતા.

આ પણ વાંચોઃ 28 મેનો ઇતિહાસ : એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ડે, વીર સાવરકરનો જન્મદિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • વિલિયમ મેલ્કમ હેલી (1969) – પંજાબ, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ
  • નીલમ સંજીવ રેડ્ડી (1996) – ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ.
  • બાલ રામ નંદા (2010) – નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીના સ્થાપક ડિરેક્ટર અને ઇતિહાસકાર જેમણે મહાત્મા ગાંધી વિશે અનેક પુસ્તકો લખ્યા છે.
  • ખ્વાજા અહમદ અબ્બાસ (1987) – પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને ઉર્દૂ લેખક
  • વીરેન્દ્ર વીર વિક્રમ શાહ (2001) – નેપાળના રાજા અને દક્ષિણ એશિયાના નેતા હતા.
  • વાજિદ ખાન (2020) – ફિલ્મ સંગીતકાર જોડી ‘સાજિદ-વાજિદ’ પૈકીના એક હતા.

આ પણ વાંચોઃ 27 મેનો ઇતિહાસ : જવાહરલાલ નહેરુ, ભારતના પ્રથમ વડાપ્રધાનની પુણ્યતિથિ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ