Today history 27 May : આજે 27 મે 2023 (27 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ છે. વર્ષ 1964માં 27 મેના રોજ દિલ્હીમાં હૃદય રોગનો હુમલો આવવાથી નિધન થયુ હતુ. તેઓ સંસદીય સરકારની સ્થાપના અને વિદેશી બાબતોમાં ‘નિરપેક્ષ’ નીતિઓ માટે જાણીતા બન્યા. તેઓ 1930 અને 1940 ના દાયકામાં ભારતની સ્વતંત્રતા ચળવળના અગ્રણી નેતાઓ પૈકીના એક હતા. ભારતીય સંવિધાનની રચનામાં મોટી ભૂમિકા ભજવનાર ડો. ભીમરાવ આંબેડકરના પત્ની રમાબાઈ આંબેડકરનું વર્ષ 1935માં આજના દિવસ અવસાન થયું હતુ. તો આજે ભારતીય ક્રિકેટ રવિ શાસ્ત્રીનો બર્થ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (27 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
27 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1994 – નોબેલ સાહિત્ય પુરસ્કાર વિજેતા રશિયન લેખક એલેક્ઝાન્ડર સોલ્કેનિત્સિન પશ્ચિમમાં 20 વર્ષનો વનવાસ પૂરો કરીને સ્વદેશ પરત ફર્યા.
- 1999 – બોત્સ્વાનાની સુંદરતા પુલે ક્વેલાગોવ વર્ષ 1999ની મિસ યુનિવર્સ તરીકે ચૂંટાઈ, વિશ્વનો સૌથી મોટો પર્યાવરણ પુરસ્કાર (સોફી એવોર્ડ) ડરમન હેલી (યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા) અને થોમસ કેરી (ભારત)ને આપવામાં આવ્યો હતો.
- 2000 – ફિજીમાં મહેન્દ્ર ચૌધરી સરકાર બરતરફ, રાષ્ટ્રપતિ મારાએ વહીવટ સંભાળ્યો.
- 2002 – નેપાળના વડાપ્રધાન દેઉબાને 3 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા.
- 2005 – દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયાનું નામ બદલીને શ્વેન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
- 2006- ઈન્ડોનેશિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં ઓછામાં ઓછા 2900 લોકો માર્યા ગયા અને હજારો લોકો ઘાયલ થયા.
- 2008 – કેન્દ્ર સરકારે સિમેન્ટની નિકાસ પર લાદવામાં આવેલ પ્રતિબંધ પાછો ખેંચી લીધો. ઓસ્કાર વિજેતા દિગ્દર્શક સિડની પોલેકનું નિધન.
- 2010-ભારતે ઓરિસ્સાના ચાંદીપુરમાં બાલાસોરા જિલ્લામાં પરમાણુ ટેકનોલોજીથી સજ્જ ધનુષ અને પૃથ્વી 2 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. પૃથ્વી 2 મિસાઈલ 350 કિમીની રેન્જ સાથે સપાટીથી સપાટી પર માર મારનાર બેલેસ્ટિક મિસાઈલ છે.
- 2011- ગ્લોબલ ઈન્ટરનેટ સર્ચ એન્જિન ગૂગલ હવે ભારતીય શહેરોની દરેક ગલી- સોસાયટીના નાકે તસ્વીર ઇન્ટરનેટ પર દેખાડવા જઇ રહ્યું છે.
- 2018: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બાગપત ખાતે દેશના પ્રથમ પર્યાવરણ-મૈત્રીપૂર્ણ અને 135-કિમી લાંબા ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું, જે વિશ્વ સ્તરની સલામતી સુવિધાઓ સાથેનો 6-લેનનો હાઇવે છે.
- 2018 – ચેન્નાઈ સુપર કિંગ્સે સન રાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ત્રીજી વખત આઈપીએલ ટાઈટલ જીત્યું. ચંદ્ર પર પહોંચનાર વિશ્વના ચોથા અવકાશયાત્રી એલેન બીનનું અવસાન થયું. સ્ટેસી કનિંગહામ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા. કોંગોમાં બોટ પલટી જવાથી 50 થી વધુ લોકોના મોત થયા હતા.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ત્રિશા જોલી (2003) – ભારતની બેડમિન્ટન ખેલાડી.
- ચિરાગ જૈન (1985) – જાણીતા કવિ, પત્રકાર અને લેખક છે.
- પદુમલાલ પુન્નાલાલ બક્ષી (1894) – જાણીતા વિવેચક અને નિબંધકાર.
- હેમંત જોશી (1954) – હિન્દી કવિ, પત્રકાર અને પત્રકારત્વના પ્રોફેસર.
- નીતિન ગડકરી (1957) – ભાજપના નેતા.
- ભાલચંદ્ર નેમાડે (1938) – ભારતીય મરાઠી લેખક, નવલકથાકાર, કવિ, વિવેચક અને શિક્ષણશાસ્ત્રી હતા.
- બિપિન ચંદ્ર (1928) – પ્રખ્યાત ઇતિહાસકાર
- રવિ શાસ્ત્રી (1962) – ક્રિકેટ ખેલાડી અને કોમેન્ટેટર.
- ઓ.એન.વી. કુરુપ (1931) – મલયાલમ ભાષાના કવિ અને ગીતકાર હતા.
આ પણ વાંચોઃ 25 મે : વિશ્વ થાઇરોઇડ દિવસ – શરીરમાં હોર્મોન્સ અસંતુલિત થતા બીમારી લાગુ પડે છે
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- હંગપન દાદા (2016) – ‘અશોક ચક્ર’થી સન્માનિત ભારતીય સૈનિક હતા.
- લોકનાથ મિશ્રા (2009) – અરુણાચલ પ્રદેશ અને આસામના રાજ્યપાલ હતા.
- લક્ષ્મણ શાસ્ત્રી જોશી (1994) – મરાઠી ભાષાના લેખક.
- અજય કુમાર મુખર્જી (1986) – પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી.
- જવાહરલાલ નેહરુ (1964) – ભારતના સ્વતંત્રતા સેનાની અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન.
- સરદાર હુકમ સિંહ (1983) – ભારતની લોકસભાના પૂર્વ અધ્યક્ષ.
- રમાબાઈ આંબેડકર (1935) – ડૉ. ભીમરાવ આંબેડકરના પત્ની હતા.
- કંદુકુરી વીરેશલિંગમ (1919)- તેલુગુ ભાષાના પ્રખ્યાત વિદ્વાન, જેમને આધુનિક તેલુગુ સાહિત્યમાં ‘ગદ્ય બ્રહ્મા’ તરીકે ખ્યાતિ મળી.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 24 મે : કોમનવેલ્થ ડે, બ્રિટિશ મહારાણી વિક્ટોરિયાનો જન્મદિવસ