આજનો ઇતિહાસ 1 નવેમ્બર : આજે વર્લ્ડ વીગન ડે છે અને વીગેનિઝમનું મહત્વ શું છે? મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સ્થાપના દિવસ

Today History 1 Navember : આજે 1 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ વીગન ડે છે. આજે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યનો સ્થાપના દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : November 01, 2023 09:59 IST
આજનો ઇતિહાસ 1 નવેમ્બર : આજે વર્લ્ડ વીગન ડે છે અને વીગેનિઝમનું મહત્વ શું છે? મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સ્થાપના દિવસ
વર્લ્ડ વીગન દિવસ દર વર્ષે 1 નવેમ્બરે ઉજવાય છે. (Photo : Canva)

Today History 1 Navember : આજે 1 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ વીગન દિવસ છે. આ દિવસ લોકોને શાકાહારી ભોજનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવા ઉજવાય છે. આજે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યનો સ્થાપના દિવસ છે. વર્ષ 1950માં ભારતમાં પ્રથમ સ્ટીમ એન્જિન ચિત્તરંજન રેલ્વે ફેક્ટરીમાં સ્થાપવામાં આવી હતી. વર્ષ 1958માં તત્કાલીન સોવિયત સંઘે પરમાણુ પરીક્ષણ કર્યું હતુ. વર્ષ 1973માં મૈસુરનું નામ બદલીને કર્ણાટક કરવામાં આવ્યું હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

1 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1755 – પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં ભૂકંપને કારણે 50 હજારથી વધુ લોકોના મોત થયા.
  • 1765 – બ્રિટનની વસાહતોમાં સ્ટેમ્પ એક્ટ લાગુ કરવામાં આવ્યો.
  • 1800 – જ્હોન એડમ્સ વ્હાઇટ હાઉસમાં રહેનાર પ્રથમ યુએસ પ્રમુખ બન્યા.
  • 1858 – ભારતનું શાસન ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી અંગ્રેજ શાસક પાસે ગયું અને ગવર્નર-જનરલની જગ્યાએ વાઈસરોયની નિમણૂક થવા લાગી.
  • 1881 – કલકત્તામાં સિયાલદાહ અને આર્મેનિયા ઘાટ વચ્ચે ટ્રામ સેવા શરૂ થઈ.
  • 1913 – સ્વાતંત્ર્ય સેનાની તારકનાથ દાસે કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં ગદર આંદોલન શરૂ કર્યુ.
  • 1922 – ઓટ્ટોમન સામ્રાજ્ય નાબૂદ કરવામાં આવ્યું. તેના સુલતાન મહમૂદ છઠ્ઠાને બહિષ્કૃત કરવામાં આવ્યો હતો.
  • 1944 – બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, બ્રિટિશ સૈનિકો નેધરલેન્ડ્સમાં વોલચેરન પહોંચ્યા.
  • 1946 – પશ્ચિમ જર્મન રાજ્ય નિદરસચસેનની રચના થઇ.
  • 1950 – ભારતમાં પ્રથમ સ્ટીમ એન્જિન ચિત્તરંજન રેલ્વે ફેક્ટરીમાં સ્થાપવામાં આવી.
  • 1952 – જય નારાયણે રાજસ્થાનના મુખ્યમંત્રી પદ સંભાળ્યું.
  • 1954 – ફ્રેન્ચ પ્રદેશો પોંડિચેરી, કારીકલ, માહે અને યાનોન ભારત સરકારને સોંપવામાં આવ્યા.
  • 1956 – કર્ણાટક રાજ્યની સ્થાપના. ભાષાના આધારે મધ્યપ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી હતી. રાજધાની દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું. બેજવાડા ગોપાલ રેડ્ડીને આંધ્ર રાજ્યના મુખ્યમંત્રી પદેથી મુક્તિ કરાયા, નીલમ સંજીવા રેડ્ડીએ આંધ્ર રાજ્યના મુખ્યમંત્રી પદ સંભાળ્યું. આબુ, દેલવારા તાલુકાને પણ રાજસ્થાનમાં ભેળવી દેવામાં આવ્યા, મધ્યપ્રદેશમાં સમાવિષ્ટ સુનેલ ટપ્પાને પણ જોડવામાં આવ્યા. કેરળ રાજ્યની સ્થાપના. આંધ્ર પ્રદેશ રાજ્યની સ્થાપના. હૈદરાબાદ રાજ્યનો વહીવટી અંત આવ્યો.
  • 1958 – તત્કાલીન સોવિયત સંઘે પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1966 – હરિયાણા રાજ્યની સ્થાપના. ચંદીગઢ રાજ્યની સ્થાપના.
  • 1972 – કાંગડા જિલ્લાના ત્રણ જિલ્લા કાંગડા, ઉના અને હમીરપુરનું ગઠન કરવામાં આવ્યું.
  • 1973 – મૈસુરનું નામ બદલીને કર્ણાટક કરવામાં આવ્યું.
  • 1974 – સંયુક્ત રાષ્ટ્રએ પૂર્વીય ભૂમધ્ય દેશ સાયપ્રસની સ્વતંત્રતાને માન્યતા આપી.
  • 1979 – સૈન્યએ બોલિવિયામાં સત્તા કબજે કરી.
  • 1995 – પાકિસ્તાનને 36.80 કરોડ ડોલરના શસ્ત્રો આપવા અંગે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા બહુચર્ચિત ‘બ્રાઉન એમેન્ડમેન્ટ’ પસાર કરવામાં આવ્યું.
  • 1998 – દક્ષિણ આફ્રિકાએ ઢાકામાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ક્રિકેટનો વિલ્સ મિની વર્લ્ડ કપ જીત્યો.
  • 2000 – યુગોસ્લાવિયાને આઠ વર્ષ પછી સંયુક્ત રાષ્ટ્રના સભ્યપદ માટે સુરક્ષા પરિષદ દ્વારા મંજૂરી આપવામાં આવી. છત્તીસગઢ રાજ્યની રચના થઈ. અજીત જોગી છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા.
  • 2003 – ઇરાકી છાપેમારો દ્વારા બગદાદ નજીક અમેરિકન હેલિકોપ્ટર પરના હુમલામાં 15 સૈનિકો મૃત્યુ પામ્યા.
  • 2004 – બેનેટ કિંગ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડના પ્રથમ વિદેશી કોચ બન્યા.
  • 2005 – બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી હુમલામાં માર્યા ગયેલા 60 હજાર લોકોની યાદમાં 27 જાન્યુઆરીને વિશ્વ નરસંહાર દિવસ તરીકે ઉજવવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો.
  • 2006 – પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ડોપિંગ કેસમાં બોલર અખ્તર પર બે વર્ષ અને મોહમ્મદ આસિફ પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો.
  • 2007 – શ્રીલંકાની સંસદે દેશની વંશીય સમસ્યાના ઉકેલ માટે કટોકટીની અવધિ લંબાવી.
  • 2010 – ચીને દસ વર્ષમાં પ્રથમ વખત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી. રશિયાના રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે જાપાન સાથે વિવાદ ચાલી રહેલા કારિલ ટાપુઓની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો | 31 ઓક્ટોબરનો ઇતિહાસ : ભારતના લોખંડી પુરુષ કોને કહેવાય છે? રાષ્ટ્રીય એકતા દિવસ કેમ ઉજવાય છે, ઇન્દિરા ગાંધીની હત્યા કોણે કરી હતી? જાણો

વર્લ્ડ વીગન ડે (World Vegan Day)

વર્લ્ડ વીગન ડે (World Vegan Day) દર વર્ષે 1 નવેમ્બરના રોજ ઉજવાય છે. તેને વિશ્વ શાકાહારી દિવસ પણ કહેવાય છે. વર્લ્ડ વીગન ડે લોકોને શાકાભાજી ભોજનશૈલી જીવવા પ્રેરિત કરવા માટે ઉજવાય છે. યુનાઇડેટ કિંગડમની ધ વીગેન સોસાયટીના તત્કાલિન અધ્યક્ષ લઇસ વાલિસે દ્વારા સંગઠનની 50મી સ્થાપના વર્ષગાંઠ અને Vegan અને Veganism શબ્દની રચના કરવાના ઉપલભ્યમાં વર્ષ 1994માં વર્લ્ડ વીગેન ડે ઉઝવવાની શરૂઆત કરી હતી. વીગેન શબ્દ ડોનાલ્ડ વોટસન દ્વારા વેજિટેશન શબ્દમાંથી લેવામાં આવ્યો છે. વીગેન છોડ આધારિત ભોજન પસંદ કરે છે. વિશ્વ શાકાહારી દિવસ 2023ની થીમની ‘ફ્યૂચર નોર્મલ’ છે, જે શાકાહારની શોધ અને તેને સ્વીકારવાના મહત્વ પર ભાર મૂકે છે.

આ પણ વાંચો | 30 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ બચત દિવસ કેમ ઉજવાય છે? ભારત સરકારની પ્રથમ ફાઈવ સ્ટાર હોટેલનું નામ શું છે? કોને ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા કહેવાય છે?

1 નવેમ્બરની જન્મજયંતિ

  • પ્રભા ખેતાન (1942) – હિન્દી ભાષાના પ્રખ્યાત નવલકથાકાર, કવિ, નારીવાદી વિચારક અને સામાજિક કાર્યકર.
  • ઐશ્વર્યા રાય (1973) – ભારતીય અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ.
  • રૂબી ભાટિયા (1973) – ભારતીય અભિનેત્રી
  • સંતોષ ગંગવાર (1948) – પ્રખ્યાત રાજકારણી અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી.
  • મુરલીકાંત પેટકર (1947) – ભારતીય પેરા એથ્લેટ.
  • અનિલ બૈજલ (1946) – દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર.
  • રમેશ ચંદ્ર લાહોટી (1940) – ભારતના 35મા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • આદર્શ સેન આનંદ (1936) – ભારતના 29મા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • અબ્દુલ કાવી દેસનાવી (1930) – ઉર્દૂ ભાષાના લેખક અને કવિ હતા.
  • દીનાનાથ ભાર્ગવ (1927) – ભારતના પ્રખ્યાત ચિત્રકાર જેઓ નંદલાલ બોઝના શિષ્ય હતા.
  • રામકિંકર ઉપાધ્યાય (1924) – પ્રખ્યાત વાર્તાકાર અને હિન્દી સાહિત્યકાર.

આ પણ વાંચો | 29 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ સ્ટ્રોક દિવસ, ભારત અને દુનિયામાં સ્ટ્રોકથી દર વર્ષે કેટલા લોકો મૃત્યુ પામે છે?

1 નવેમ્બરની પૃણ્યતિથિ

  • દામોદર મેનન (1980) – ભારતના અગ્રણી સ્વતંત્રતા સેનાની.

આ પણ વાંચો | 27 ઓક્ટોબરનો ઇતિહાસ : ઈન્ફન્ટ્રી ડે કેમ ઉજવાય છે? ભારતીય સેના માટે Infantry Dayનું શું મહત્વ છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ