આજનો ઇતિહાસ 11 એપ્રિલ : કસ્તુરબા ગાંધી અને જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ

Today history 11 April : આજે 11 એપ્રિલ 2023 (11 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પત્ની અને 'બા' તરીકે જાણીતા કસ્તુરબા ગાંધી તેમજ મહાન સમાજ સુધારક જ્યોતીબા ગોવિંદરાવ ફુલેની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : April 11, 2023 10:34 IST
આજનો ઇતિહાસ 11 એપ્રિલ : કસ્તુરબા ગાંધી અને જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ
આજે 11 એપ્રિલ છે, આજે કસ્તુરબા ગાંધી અને જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ છે.

Today history 11 April : આજે 11 એપ્રિલ 2023 (11 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પત્ની અને ‘બા’ તરીકે જાણીતા કસ્તુર બા ગાંધી તેમજ મહાન સમાજ સુધારક જ્યોતીબા ગોવિંદરાવ ફુલેની જન્મજયંતિ છે. ઉપરાંત વર્ષ 1930માં આજના દિવસે ઋષિકેશમાં આવેલો પ્રસિદ્ધ લક્ષ્મણ ઝુલા જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં (11 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

11 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1919 – ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઇ.
  • 1930 – ઋષિકેશના પ્રસિદ્ધ લક્ષ્મણ ઝુલા જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો.
  • 1964 – કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાનું બે ભાગમાં વિભાજન.
  • 1999 – ફિલિપાઈન્સની સરકાર દ્વારા ‘એક શાળાને દત્તક લો’ની અનોખી ઘોષણા કરવામાં આવી.
  • 2002 – ચીનમાં ફૂટબોલ મેચ ફિક્સિંગ માટે રેફરીની ધરપકડ કરવામાં આવી.
  • 2003 – પાકિસ્તાને 12મી વખત શારજાહ કપ જીત્યો.
  • 2004 – ઈસ્લામાબાદમાં ભારતના પ્રખ્યાત ગાયક કલાકાર સોનુ નિગમના કાર્યક્રમના સ્થળ નજીક કારમાં બોમ્બ વિસ્ફોટ.
  • 2008 – સરકારી કર્મચારીઓના વિરોધને જોતા કેન્દ્ર સરકારે છઠ્ઠા પગાર પંચની સમીક્ષા માટે સચિવોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. સ્વીડનમાં વૈજ્ઞાનિકોએ આઠ હજાર વર્ષ જૂનું વૃક્ષ શોધી કાઢ્યું છે.

આ પણ વાંચોઃ 10 એપ્રિલ : ‘જળ સંશાધન દિવસ’ – ઝડપથી ઘટી રહેલું પાણી આગામી પેઢી માટે બચાવીયે…

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • જ્યોતીબા ગોવિંદરાવ ફુલે (1827) – ભારતના મહાન વિચારક, સામાજિક કાર્યકર અને ક્રાંતિકારી.
  • કસ્તુરબા ગાંધી (1869) – મહાત્મા ગાંધીના પત્ની.
  • જેમિની રોય (1887) – ભારતના પ્રખ્યાત ચિત્રકાર.
  • કુંદન લાલ સેહગલ (1904) – ભારતીય ગાયક અને અભિનેતા
  • આર. ડી. ભંડારે (1916) – એક ભારતીય રાજકારણી, ન્યાયશાસ્ત્રી અને આંબેડકરવાદી કાર્યકર હતા.
  • 1937-રામનાથન કૃષ્ણન – ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક.
  • નવીન નિશ્ચલ (1946) – હિન્દી ફિલ્મોના અભિનેતા હતા.
  • અનુપ શ્રીધર (1983) – ભારતીય બેડમિન્ટન ખેલાડી.

આ પણ વાંચોઃ 9 એપ્રિલનો ઇતિહાસ : ‘શૌર્ય દિવસ’- કચ્છના રણ મેદાનમાં ભારતના CRPF સૈનિકોએ પાકિસ્તાની આર્મીને ધૂળ ચટાડી

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • ફણીશ્વરનાથ રેણુ (1977) – લેખક
  • કૈલાશ ચંદ્ર દાસ (2010) – ભારતીય વૈજ્ઞાનિક અને ભુવનેશ્વરની ઉત્કલ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ મુખ્ય પ્રોફેસર.
  • કમલ રણદિવે (2001) – એક પ્રખ્યાત ભારતીય મહિલા ડૉક્ટર હતા.

આ પણ વાંચોઃ  8 એપ્રિલ : મંગલ પાંડેનો શહીદ દિવસ, 1857ની ક્રાંતિના મહાનાયકને અંગ્રેજોએ ફાંસી આપી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ