આજનો ઇતિહાસ 11 ફેબ્રુઆરી : ભારતના સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? દાણચોરી વિરોધી દિવસ કેમ ઉજવાય છે?

Today History 11 February : આજે 11 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે ભારતના સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ શહીદ તિલકા માંઝીની આજે જન્મજયંતિ છે. આજે દાણચોરી વિરોધી દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
February 11, 2024 04:30 IST
આજનો ઇતિહાસ 11 ફેબ્રુઆરી : ભારતના સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? દાણચોરી વિરોધી દિવસ કેમ ઉજવાય છે?
Tilka Manjhi : તિલકા માંઝી (Photo - Social Media)

Today History 11 February : આજે તારીખ 11 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતના સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ શહીદ તિલકા માંઝીની આજે જન્મજયંતિ છે. તિલક માંઝીનો જન્મ બિહારના ભાગલપુરમાં વર્ષ 1750માં 11 ફેબ્રુઆરીના રોજ થયો હતો. અંગ્રેજોની વિરુદ્ધ સંથાલોએ કરેલા પ્રસિદ્ધ ‘સંથાલ વિદ્રોહ’નુ નેતૃત્વ પણ તેમણે જ કર્યું હતું. તેણે અંગ્રેજોના શોષણ અને બર્બરતા વિરુદ્ધ પ્રખંડ અવાજ ઉઠાવ્યો હતો. આ વીર સપૂતની ધરપકડ કર્યા બાદ અંગ્રેજોએ 1785માં ફાંસી આપી હતી.

ઉપરાંત ભારતીય ક્રાંતિકારી દામદોર સ્વરૂપ શેઠની પણ આજે જન્મજયંતિ છે. વર્ષ 1613માં આજના દિવસે જ મુઘલ શાસક જહાંગીરે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની મંજૂરી આપી હતી. વર્ષ 1933માં ગાંધીજીના હરિજન સાપ્તાહિકનું પ્રકાશન શરૂ થયું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

11 ફેબ્રુઆરી મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1543 – ઈંગ્લેન્ડ અને રોમ વચ્ચે ફ્રાન્સની વિરુદ્ધ કરાર થયા.
  • 1613 – મુઘલ શાસક જહાંગીરે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની મંજૂરી આપી.
  • 1720 – સ્વીડન અને ઈરાન વચ્ચે શાંતિ કરાર.
  • 1793 – ઈરાનની સેનાએ નેધરલેન્ડના વેનલો પર કબજો કર્યો.
  • 1794 – યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટનું સત્ર પ્રથમ વખત સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું.
  • 1798 – ફ્રાન્સે રોમ પર કબજો કર્યો.
  • 1814 – યુરોપિયન દેશ નોર્વેએ સ્વતંત્રતા જાહેર કરી.
  • 1826 – લંડન યુનિવર્સિટીની સ્થાપના ‘યુનિવર્સિટી કોલેજ લંડન’ નામથી કરવામાં આવી.
  • 1889 – જાપાનમાં બંધારણ અમલમાં આવ્યું.
  • 1916 – એમા ગોલ્ડમેનની જન્મ નિયંત્રણ પર ભાષણ આપવા બદલ ધરપકડ કરવામાં આવી.
  • 1919 – ફ્રેડરિક એબર્ટ જર્મનીના પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 1922 – ચીનને સ્વતંત્રતા આપવા માટે નવ દેશોએ વોશિંગ્ટનમાં સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • 1929 – લેટરન ટ્રીટી હેઠળ સ્વતંત્ર બેટીકલન શહેરની સ્થાપના કરવામાં આવી.
  • 1933 – ગાંધીજીના હરિજન સાપ્તાહિકનું પ્રકાશન શરૂ થયું.
  • 1942 – પ્રખ્યાત સામાજિક કાર્યકર જમનાલાલ બજાજનું અવસાન.
  • 1944 – જર્મન સેનાએ ઇટાલીના એપ્રિલિયા પર ફરીથી કબજો કર્યો.
  • 1953 – સોવિયેત સંઘે ઇઝરાયેલ સાથેના રાજકીય સંબંધો સમાપ્ત કર્યા.
  • 1959 – ભારતીય ક્રિકેટર વિનુ માકંડે તેની છેલ્લી ટેસ્ટ વેસ્ટ ઈન્ડિઝ સામે દિલ્હીમાં રમી હતી.
  • 1963 – અમેરિકાએ ઈરાકની નવી સરકારને માન્યતા આપી.
  • 1964 – ગ્રીક અને તુર્કો વચ્ચે યુદ્ધ શરૂ થયું. તાઈવાને ફ્રાન્સ સાથેના રાજકીય સંબંધો સમાપ્ત કર્યા.
  • 1968 – દક્ષિણ વિયેતનામમાં સામ્યવાદી સૈનિકોએ ત્રણસો નાગરિકોની હત્યા કરી અને તેમને સામૂહિક રીતે દફનાવી દીધા.
  • 1974 – મોહમ્મદુલ્લાહ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
  • 1975 – બ્રિટિશ કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રથમ મહિલા નેતા તરીકે માર્ગારેટ થેચર ચૂંટાયા.
  • 1979 – ઈરાનના વડા પ્રધાને રાજીનામું આપ્યું, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખામેનીએ સત્તા સંભાળી.
  • 1986 – અસંતુષ્ટ યહૂદી એનાટોલી શાર્સ્કીને નવ વર્ષ પછી સોવિયેત જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.
  • 1990 – દક્ષિણ આફ્રિકાના નેતા નેલ્સન મંડેલાને 28 વર્ષ બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
  • 1992 – અલ્જેરિયામાં સુરક્ષા દળોએ ચાર મુસ્લિમ ગેરિલાઓની ધરપકડ કરી છે અને હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. જેકેએલએફનો કાશ્મીર ઘાટીમાં પ્રવેશવાનો પ્લાન નિષ્ફળ ગયો.
  • 1997 – ભારતીય ખગોળશાસ્ત્રી જયંત વી નાર્લીકરને 1996 માટે યુનેસ્કોના ‘કલિંગા એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા.
  • 1998 – ઓપરેશન બીચ હેઠળ આંદામાનના એક ટાપુમાં આંતરરાષ્ટ્રીય ગેંગના 6 સભ્યો માર્યા ગયા અને 74ની ધરપકડ કરવામાં આવી.
  • 1999 – ચીને રશિયા પાસેથી 20 સુખોઈ ફાઈટર જેટ ખરીદવાની ઘોષણા કરી, અમેરિકન સાંસદ શેરોડ બ્રાઉનને ‘ઈન્ડિયા કોંક્સ હેલ્થ એક્શન’ના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવ્યા.
  • 2003 – શેન વોર્ન ડોપ ટેસ્ટમાં પકડાયા બાદ ઘરે પરત ફર્યો હતો. હજ યાત્રા દરમિયાન નાસભાગમાં ત્રણ ભારતીયો સહિત 20 લોકોના મોત થયા હતા.
  • 2005 – પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે ડેમ તૂટી પડ્યો, 100થી વધુ લોકોના મોત.
  • 2007 – હિન્દાલ્કો દ્વારા અમેરિકન એલ્યુમિનિયમ ફર્મ નોવાલિસનું અધિગ્રહણ.
  • 2008 – રશિયાના વડાપ્રધાન વિક્ટર ઝુબકોવ ભારતની બે દિવસીય મુલાકાતે આવ્યા. ઇસ્ટ તિમોરના બળવાખોર સૈનિકોએ દેશના રાષ્ટ્રપતિ જોસ રામોસને ગોળી મારીને ઘાયલ કર્યા.
  • 2010 – ભારતના પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ શ્રીકુમાર બેનર્જી અને બ્રિટિશ હાઈ કમિશનર રિચાર્ડ સ્ટેગે ભારત-યુકે નાગરિક પરમાણુ કરાર પર સંયુક્ત ઘોષણા પર હસ્તાક્ષર કર્યા. 60માં બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હનીને ગોલ્ડન બેર એવોર્ડ મળ્યો હતો.
  • 2013 – રશિયાના કોમી ક્ષેત્રમાં એક વિસ્ફોટમાં 18 મજૂરો મોત થયા.
  • 2018 – સારાતોવ એરલાઈન્સનું વિમાન 703 રશિયામાં ક્રેશ થયું, જેમાં 71 લોકોના મોત થયા.

આ પણ વાંચો | 10 ફેબ્રુઆરીનો ઇતિહાસ : કાશી વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? પાયલોટનું લાઇસન્સ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા?

દાણચોરી વિરોધી દિવસ (Anti Smuggling Day)

દાણચોરી વિરોધી દિવસ 11 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. ફિક્કી એ કેસ્કેડની સાથે મળી 2022માં 11 ફેબ્રુઆરીને એન્ટિ સ્મગલિંગ ડેની શરૂઆત કરી હતી. જે અંતર્ગત રાષ્ટ્રવ્યાપી સ્તરે તમામ પ્રકારની દાણચોરીના વિરોધમાં અભિયાન ચલાવાય છે. કોઇ ચીજ વસ્તુની આયાત જકાત કે કરવેરાથી બચવા માટે માલ સામાનની હેરાફેરી કરવામાં આવે છે તેને સ્મગલિંગ કે દાણચોરી કહેવામાં આવે છે. દેશ અને દુનિયામાં વિવિધ ચીજ વસ્તુઓની દાણચોરી કરવામાં આવે છે. સૌથી વધુ સ્મગલિંગ થતી ચીજોમાં ઘડિયાળ, સિગારેટ, લીકર, ડ્રગ્સ, સોનાની દાણચોરી થાય છે.

આ પણ વાંચો | 9 ફેબ્રુઆરીનો ઇતિહાસ : ભારતમાં પહેલીવાર ફોટા સાથેની ટપાલ ટિકિટ ક્યારે જારી થઇ હતી? જાણો ઇતિહાસ

11 ફેબ્રુઆરી પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • રાવ ઈન્દ્રજીત સિંહ (1950) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે.
  • ગોપીચંદ નારંગ (1931) – ભારતીય સિદ્ધાંતવાદી, સાહિત્યિક વિવેચક અને વિદ્વાન.
  • આર.વી.એસ.પેરી શાસ્ત્રી (1929) – ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર.
  • ટી નાગી રેડ્ડી (1917) – ભારતના મહાન ક્રાંતિકારી.
  • સુરેન્દ્રનાથ દ્વિવેદી (1913) – ઓડિશાના જાણીતા રાજકારણી, સામાજિક કાર્યકર અને પત્રકાર હતા.
  • તિલકા માંઝી (1750) – ‘ભારતીય સ્વતંત્રતા સંગ્રામ’ના પ્રથમ શહીદ.
  • દામોદર સ્વરૂપ શેઠ (1901) – ભારતીય ક્રાંતિકારી

આ પણ વાંચો |  7 ફેબ્રુઆરીનો ઇતિહાસ : હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મીના સ્થાપક કોણ હતા? વાંચો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

11 ફેબ્રુઆરી પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • રવિ ટંડન (2022) – ભારતના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક હતા.
  • પ્રભાતિ ઘોષ (2018) – ભારતના પ્રખ્યાત મહિલા ફિલ્મ પ્રોડ્યુસર હતા.
  • વિષ્ણુ વિરાટ (2015) – હિન્દી અને બ્રજ ભાષાના ગીતાકાર- સાહિત્યકાર અને વિદ્વાન હતા.
  • હરિકૃષ્ણ ‘જૌહર’ (1945) – હિન્દી નવલકથાકાર અને લેખક.
  • જમનાલાલ બજાજ (1942)- ભારતના સ્વતંત્રતા સેનાની, ઉદ્યોગપતિ અને સમાજ સેવક હતા.
  • દીનદયાલ ઉપાધ્યાય (1968) – રાજકારણી
  • ફખરુદ્દીન અલી અહેમદ (1977) – ભારતના પાંચમા રાષ્ટ્રપતિ.
  • કમલ અમરોહી (1993) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-નિર્દેશક હતા.
  • પંડિત નરેન્દ્ર શર્મા (1989) – પ્રખ્યાત હિન્દી કવિ, લેખક અને સંપાદક.

આ પણ વાંચો | 6 ફેબ્રુઆરીનો ઇતિહાસ : મોતીલાલ નહેરુ અને લતા મંગેશકરની પુણ્યતિથિ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ