scorecardresearch

આજનો ઇતિહાસ 12 એપ્રિલ : વર્લ્ડ એવિએશન એન્ડ કોસ્મોનોટિક્સ ડે – રશિયાએ પ્રથમ માનવ અંતરિક્ષ યાન મોકલ્યું

Today history 12 April : આજે 12 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આજે વર્લ્ડ એવિએશન એન્ડ કોસ્મોનોટિક્સ ડે છે. વર્ષ 1961માં આજની તારીખે રશિયા એ પ્રથમ માનવ અંતરિક્ષ યાન મોકલ્યું હતું. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Cosmonautics Day
આજનો ઇતિહાસ : આજે 12 એપ્રિલ છે, આજે વર્લ્ડ એવિએશન અને એન્ડ કોસ્મોનોટિક્સ ડે તેમજ શીખ ધર્મના નવમાં ગુરુ તેગ બહાદુરની જન્મજયંતિ છે.

Today history 12 April : આજે 12 એપ્રિલ 2023 (12 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આજે વર્લ્ડ એવિએશન એન્ડ કોસ્મોનોટિક્સ ડે છે. વર્ષ 1961માં આજની તારીખે રશિયા એ તેનું પ્રથમ માનવ અંતરિક્ષ યાન અવકાશમાં મોકલ્યું હતું અને યુરી ગાગરીન અંતરિક્ષ યાન મારફતે પૃથ્વીની પ્રદક્ષિણ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં (12 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

12 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

 • 1927 – બ્રિટિશ કેબિનેટે 21 વર્ષની મહિલાઓને મત આપવાનો અધિકાર આપવાનું સમર્થન કર્યું.
 • 1928 – જર્મન વિમાન બ્રેમેને એટલાન્ટિક મહાસાગરની પૂર્વથી પશ્ચિમ તરફ પ્રથમ સફળ ઉડાન ભરી.
 • 1945 – અમેરિકા એ ઓકિનાવા પર આક્રમણ કર્યું; જાપાની કેબિનેટનું રાજીનામું; અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટનું નિધન થયું.
 • 1991 – ખાડી દેશોનું યુ્દ્ધ ઔપચારિક રીતે સમાપ્ત થયું.
 • 1998 – ગિરિજા પ્રસાદ કોઈરાલા નેપાળના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત.
 • 2006 – સાયપ્રસના રાષ્ટ્રપતિ તાસોસ પાપાડોલાસ 6 દિવસની ભારત મુલાકાતે આવ્યા.
 • 2007 – પાકિસ્તાને ઈરાન ગેસ પાઈપલાઈન પર ભારતને મંજૂરી આપી. એરલાઇન્સ જેટે એર સહારાને ટેકઓવર કરી.
 • 2008 – ભારતીય મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ અને સાંસદ લોર્ડ સ્વરાજપાલની માલિકીના કેપેરો ગ્રુપે પશ્ચિમ બંગાળના સિંગુરમાં ઓટોમોટિવ પાર્ટ્સના ઉત્પાદન માટે ત્રણ એકમો સ્થાપવાનું નક્કી કર્યું છે.
 • અફઘાનિસ્તાનમાં ભારતીયોના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં બે ભારતીય એન્જિનિયરો સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા.
 • 2010- ભારતીય કબડ્ડી ટીમે પંજાબ (ભારત)ના લુધિયાણામાં ગુરુ નાનક દેવ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાનની ટીમને 58-24થી હરાવીને પ્રથમ વર્લ્ડ કપ કબડ્ડી ટુર્નામેન્ટ જીતી હતી. બ્રિટિશ-ભારતીય લેખક રાણા દાસગુપ્તાને તેમની મહાકાવ્ય કવિતા સોલો માટે 2010 કોમનવેલ્થ રાઈટર્સ પ્રાઈઝના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
 • 2013 – ફ્રાન્સની સેનેટે સમલૈંગિક લગ્નને માન્યતા આપી.
 • 2014- પ્રખ્યાત ગીતકાર ગુલઝારને વર્ષ 2013 માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 11 એપ્રિલ : કસ્તુરબા ગાંધી અને જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ

વર્લ્ડ એવિએશન એન્ડ કોસ્મોનોટિક્સ ડે (World Aviation and Cosmonautics Day)

દર વર્ષે 12 એપ્રિલે રશિયા અને અન્ય ભૂતપૂર્વ સોવિયેત યુનિયન દેશોમાં ‘કોસ્મોનોટિક્સ ડે’ મનાવવામાં આવે છે. આ રજા 12 એપ્રિલ, 1961ના રોજ રશિયન સોવિયેત અવકાશયાત્રી યુરી ગાગરીન દ્વારા પ્રથમ માનવ અવરાશ યાત્રાની યાદમાં ઉજવાય છે. આમ સોવિયેત યુનિયન અવકાશમાં માનવ યાન મોકલનાર પ્રથમ દેશ બન્યો અને ગાગરીન ગ્રહની પરિક્રમા કરનાર પ્રથમ માનવ બન્યા હતા. આ સિદ્ધિથી તેમને રાષ્ટ્રીય નાયકનો દરજ્જો મળ્યો અને દેશે તેમને ‘સોવિયેત યુનિયનના હીરો’નું બિરુદ આપ્યું હતું.’ 9 એપ્રિલ, 1962ના રોજ, સોવિયેત સંઘે 12 એપ્રિલને કોસ્મોનોટિક્સ ડે તરીકે જાહેર કર્યો હતો.

12 એપ્રિલ 1961ના રોજ સોવિયેત સંઘે અવકાશમાં માનવ યાન મોકલનાર પ્રથમ દેશ બનીને ઇતિહાસ રચ્યો. વોસ્ટોક- 1 અવકાશયાનમાં સવાર અવકાશયાત્રી યુરી અલેકસેવિચ ગાગરીને પૃથ્વની બહાર અંતરિક્ષમાં 108 મિનિટ વિતાવી હતી અને આમ તેઓ પૃથ્વી ગ્રહની પરિક્રમા કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. આ સિદ્ધિએ અવકાશ સંશોધનમાં એક નવો યુગની શરૂઆત કરી અને તેને સોવિયેત અવકાશ કાર્યક્રમની જીત તરીકે જોવામાં આવી. અંતરિક્ષ પ્રવાસ દરમિયાન ગાગરીનને આભારી માત્ર શબ્દો હતા: “અવકાશ યાન સામાન્ય રીતે આગળ વધી રહી છે; હુ મજામાં છુ.”

આ પણ વાંચોઃ 10 એપ્રિલ : ‘જળ સંશાધન દિવસ’ – ઝડપથી ઘટી રહેલું પાણી આગામી પેઢી માટે બચાવીયે…

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

 • તેગ બહાદુર (1621) – શીખ ધર્મના નવમાં ગુરુ.
 • રાખાલદાસ બંદ્યોપાધ્યાય (1885) – પ્રખ્યાત ભારતીય ઇતિહાસકાર અને પુરાતત્વવિદ્.
 • વિનુ માંકડ (1917) – ભારતના મહાન ક્રિકેટ ખેલાડી હતા. તેમની ગણતરી વિશ્વના બેસ્ટ ઓલરાઉન્ડરોમાં થાય છે.
 • કેદાર શર્મા (1910) – ભારતીય ફિલ્મ નિર્દેશક, નિર્માતા, પટકથા લેખક અને હિન્દી ફિલ્મોના ગીતકાર હતા.
 • સુંદર સિંહ ભંડારી (1921) – ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ રાજકારણી હતા.
 • એફ. એન. સુઝા (1924) – એક જાણીતા ભારતીય ચિત્રકાર હતા.
 • લાલજી ટંડન (1935) – ભારતના પ્રખ્યાત અને વરિષ્ઠ રાજકારણી હતા.
 • સુમિત્રા મહાજન (1943) – ભાજપના નેતા અને 16મી લોકસભાના અધ્યક્ષ.
 • સફદર હાશ્મી (1954) – પ્રખ્યાત માર્ક્સવાદી નાટ્યકાર, કલાકાર, દિગ્દર્શક અને ગીતકાર.
 • સવજી ધોળકિયા (1962) – સુરતની હરી કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સ્થાપક અને પ્રમુખ.
 • તુલસી ગબાર્ડ (1981) – અમેરિકન કોંગ્રેસમાં પ્રથમ હિન્દુ અમેરિકન સાંસદ છે.
 • ગુલશન બાવરા (1937) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગીતકાર હતા.

આ પણ વાંચોઃ 9 એપ્રિલનો ઇતિહાસ : ‘શૌર્ય દિવસ’- કચ્છના રણ મેદાનમાં ભારતના CRPF સૈનિકોએ પાકિસ્તાની આર્મીને ધૂળ ચટાડી

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

 • ઇલ્તુતમિશ (1236)- દિલ્હીના શાસક (ભારત).
 • રાજકુમાર (2006) – કન્નડ ફિલ્મોના અભિનેતા.
 • તાજ ભોપાલી (1978) – પ્રખ્યાત કવિ
 • નેક્સિયર (1723) – મુઘલ વંશનો 12મા બાદશાહ હતા.

આ પણ વાંચોઃ  8 એપ્રિલ : મંગલ પાંડેનો શહીદ દિવસ, 1857ની ક્રાંતિના મહાનાયકને અંગ્રેજોએ ફાંસી આપી

Web Title: Today history 12 april world aviation and cosmonautics day know today important events

Best of Express