આજનો ઇતિહાસ 12 જાન્યુઆરી: રાષ્ઠ્રીય યુવા દિવસ કોના માનમાં ઉજવાય છે? જાણો

Today history 12 January : આજે 12 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Written by Ajay Saroya
Updated : January 12, 2024 07:22 IST
આજનો ઇતિહાસ 12 જાન્યુઆરી: રાષ્ઠ્રીય યુવા દિવસ કોના માનમાં ઉજવાય છે? જાણો
આજે સ્વામી વિવેકાનંદ અને છત્રપતિ શિવાજી મહારાજના માતા જીજાબાઇની જન્મજયંતિ છે. (Photo - ieGujarati.com)

Today history 12 January : આજે તારીખ 12જાન્યુઆરી, 2023 (12 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે આજે ભારતના પ્રખ્યાત દાર્શનિક, લેખક સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. વર્ષ 1863માં આજના દિવસે વર્ષ કલકત્તામાં તેમનો જન્મ થયો હતો. તેમની યાદમાં ભારતમાં દર વર્ષે આજની તારીખે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજીના માતા જીજા બાઇની પણ આજે જન્મજયંતિ છે. વર્ષ 1934માં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન ક્રાંતિકારી સૂર્ય સેનને ચટગાંવમાં ફાંસી આપવામાં આવી હતી. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, હિન્દી ફિલ્મોના કલાકાર અને વિલન અમરિશ પુરી તેમજ લોકપ્રિય ધાર્મિંક ધારાવાહિક ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલનો પણ આજે બર્થડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

12 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2020 – ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને પ્રતિષ્ઠિત ‘પોલી ઉમરીગર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રક્ષા સચિવ અજય કુમારે કોલકાતામાં બે ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજો (ICGS) એની બેસેન્ટ અને અમૃત કૌરને તૈનાત કર્યા.
  • 2018 – ઇસરો એ 100મો ઉપગ્રહ લોન્ચ કર્યો, એક સાથે 31 ઉપગ્રહો મોકલ્યા.
  • 2015 – કેમરુનમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં આતંકવાદી સંગઠન બોકો હરામના 142 આતંકવાદીઓ માર્યા ગયા.
  • 2010 – કેરેબિયન દેશ હૈતીમાં આવેલા ભયંકર ભૂકંપમાં લાખો લોકોના મોત થયા હતા અને રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સનો મોટાભાગનો ભાગ નાશ પામ્યો.
  • 2009 – જાણીતા સંગીતકાર એ.આર. આર. રહેમાન પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા. અલ્હાબાદ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ.જયંત કુમારે વિશ્વના સૌથી જૂના ઉલ્કાપિંકથી પડેલા ખાડાની શોધ કરી હતી.
  • 2008- કોલકાતામાં આગના કારણે 2500 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. વિશ્વના સૌથી મોટા ફિલ્મ શો ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના સ્થાપક મુરે દસ્તી કોહલનું નિધન થયું છે.
  • 2007 – હિન્દી ફિલ્મ ‘રંગ દે બસંતી’ બાફ્ટા માટે નામાંકિત.
  • 2006 – ભારત અને ચીને હાઇડ્રોકાર્બન પર એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 2004 – વિશ્વના સૌથી મોટા દરિયાઇ જહાજ – આરએમએસ ક્વીન મેરી-2 એ તેની પ્રથમ સફર શરૂ કરે છે.
  • 2003 – ભારતીય મૂળની મહિલા લિન્ડા બાબુલાલ ત્રિનિદાદની સંસદના સ્પીકર બન્યા.
  • 2002 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે રાષ્ટ્રને ઐતિહાસિક સંદેશો પ્રસારિત કર્યો, પાકિસ્તાને આતંકવાદી સંગઠનો લશ્કર અને જૈશ પર પ્રતિબંધ લાગુ કરવાની જાહેરાત કરી જ્યારે વોન્ટેડ પાક ગુનેગારો ભારતને સોંપવાનો ઇનકાર કર્યો.
  • 2001 – ઇન્ડોનેશિયા-રશિયા-ચીન સંધિનો ભારતે ઇનકાર કર્યો, નાઇફ નદી પર ડેમ બનાવવાની યોજનાને કારણે બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ પર તણાવ પછી સૈનિકો તૈનાત.
  • 1991 – અમેરિકાની સંસદે કુવૈતમાં ઇરાક સામે લશ્કરી કાર્યવાહીને મંજૂરી આપી.
  • 1984 – સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે, દર વર્ષે દેશમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ ઉજવવાની ઘોષણા કરવામાં આવી.
  • 1950- આઝાદી મેળવ્યા બાદ 12 જાન્યુઆરી, 1950 ના રોજ, ‘સંયુક્ત પ્રાંત’નું નામ બદલીને ‘ઉત્તર પ્રદેશ’ કરવામાં આવ્યું.
  • 1934 – ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન ક્રાંતિકારી સૂર્ય સેનને ચટગાંવમાં ફાંસી આપવામાં આવી. તેમણે ભારતીય રિપબ્લિકન આર્મીની સ્થાપના કરી અને ચટગાંવ વિદ્રોહનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું.
  • 1924 – ગોપીનાથ સાહાએ ભૂલથી એક માણસને કોલકાતાના પોલીસ કમિશનર ચાર્લ્સ ઓગસ્ટસ ટેગાર્ટ સમજીને મારી નાખ્યો. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
  • 1866 – લંડનમાં રોયલ એરોનોટિકલ સોસાયટીની રચના થઈ.
  • 1757 – બ્રિટને પોર્ટુગલ પાસેથી પશ્ચિમ બંગાળનો બંદેલ પ્રાંત કબજે કર્યો.
  • 1708 – શાહુ જીને મરાઠા શાસકનો તાજ પહેરાવામાં આવ્યો હતો.

આ પણ વાંચો | 11 જાન્યુઆરી: લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન ક્યા થયુ હતુ? રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ કેમ ઉજવાય છે?

12 જાન્યુઆરી – મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

  • હરિકા દ્રોણાવલ્લી (1991) – ભારતી મહિલા ચેસ ખેલાડી.
  • મનોજ સરકાર (1990) – ભારતના પેરા બેડમિન્ટન ખેલાડી.
  • પ્રિયંકા ગાંધી (1972) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નેતા અને સ્વ. રાજીવી ગાંધીના પુત્રી.
  • દિનેશ શર્મા (1964) – રાજકારણી અને ઉત્તર પ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી.
  • અજય માકન (1964) – ભારતીય રાજકારણી
  • અરુણ ગોવિલ (1958) – લોકપ્રિય ધાર્મિક સિરિયલ ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવનાર કલાકાર.
  • સુમિત્રા ભાવે (1943) – પ્રખ્યાત મરાઠી ફિલ્મ નિર્માતા હતા.
  • એમ. વીરપ્પા મોઈલી (1940) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી.
  • મુફ્તી મોહમ્મદ સઈદ (1936) – જમ્મુ અને કાશ્મીર રાજ્યના ભૂતપૂર્વ નવમા મુખ્ય પ્રધાન હતા.
  • અહમદ ફરાઝ (1931) – પ્રખ્યાત ઉર્દૂ કવિ.
  • ડાર્વિન દીનધડો પાગ (1927) – ભારતના મેઘાલય રાજ્યના ભૂતપૂર્વ બીજા મુખ્યમંત્રી હતા.
  • સી. રામચંદ્ર (1918) – હિન્દી ફિલ્મ સંગીતકાર, ગાયક અને નિર્માતા-નિર્દેશક.
  • મહર્ષિ મહેશ યોગી (1918) – એક પ્રખ્યાત ભારતીય યોગાચાર્ય હતા, જેમણે યોગને ભારતની બહાર વિદેશમાં પ્રખ્યાત કર્યો.
  • બદ્રીનાથ પ્રસાદ (1899) – ભારતના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી.
  • નેલી સેનગુપ્તા (1886) – પ્રખ્યાત મહિલા ક્રાંતિકારી.
  • ભગવાન દાસ (1869) – ‘ભારત રત્ન’થી સમ્માનિત સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ.
  • સ્વામી વિવેકાનંદ (1863) – ભારતીય દાર્શનિક.
  • જીજા બાઇ (1598) – મરાઠા રાજા છત્રપતિ શિવાજીના માતા.

આ પણ વાંચો | 10 જાન્યુઆરીનો ઇતિહાસ : વિશ્વ હિન્દી દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે?

12 જાન્યુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

  • અમરીશ પુરી (2005)- ભારતીય સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને વિલન.
  • રામકૃષ્ણ હેગડે (2004) – જનતા પાર્ટીના રાજકારણી, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.
  • વી.આર. નેદુનચેઝિયાન (2000) – તમિલનાડુ રાજ્યના ત્રણ વખત કાર્યકારી મુખ્યમંત્રી હતા.
  • કુમાર ગંધર્વ (1992) – ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક.
  • અગાથા ક્રિસ્ટી (1976) – વિશ્વની પ્રખ્યાત જાસુસી નવલકથાકાર.
  • પ્યારે લાલ શર્મા (1941) – ભારતીય ક્રાંતિકારી.
  • સૂર્ય સેન (1934) – ભારતની આઝાદી માટે લડનાર પ્રખ્યાત ક્રાંતિકારી.
  • ગોપીનાથ સાહા (1924) – પશ્ચિમ બંગાળના સ્વતંત્રતા સેનાની.

આ પણ વાંચો | 9 જાન્યુઆરીનો ઇતિહાસ : પ્રવાસી ભારતીય દિવસ કેમ ઉજવાય છે? ભારતના પ્રથમ મુસ્લિમ શિક્ષિકાનું નામ શું છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ